Thursday, July 30, 2020

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર પર પત્નીએ ગંભીર આરોપો મૂકીને વર્સોવા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના ભાઈ તથા પરિવારના અમુક મેમ્બર સામે કેસ ફાઈલ થયો છે. આ FIR તેમની પત્ની અંજના આનંદ કિશોર પાંડે ઉર્ફ આલિયા સિદ્દીકીએ કરી છે. 27 જુલાઈએ FIR ફાઈલ થઇ છે, પરંતુ હજુ આ કેસમાં ધરપકડ થઇ નથી. આની પહેલાં આલિયા છૂટાછેડા અને ભરણપોષણ માટે કાનૂની નોટિસ મોકલી ચૂકી છે.

વર્સોવા પોલીસ તરફથી મળેલી જાણકારી પ્રમાણે, એક્ટર વિરુદ્ધ IPC કલમ 354, 323, 504, 506 અને 34 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

પત્ની આલિયા સિદ્દીકીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મારી ભત્રીજીએ મને કહ્યું કે, જ્યારે તમે મને છોટે ચાચા એટલે કે નવાઝના નાના ભાઈ સાથે મોકલો છો ત્યારે તે ખરાબ વર્તન કરે છે, મને તે સારા લાગતા નથી. આ સાંભળીને મને પહેલીવાર શંકા ગઈ હતી.

આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિનાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે FIRમાં લખાવ્યું કે, મારા દિયર મિનાઝુદ્દીન સિદ્દીકીએ મારી ભત્રીજીનું જાતીય શોષણ કર્યું છે. આ બાબતે મેં મિનાઝુદ્દીન સામે રોષ વ્યક્ત કર્યો તો તેણે મારપીટ કરી. મેં મારા પતિને આ વિશે ફરિયાદ કરી તો તેણે મને ખરાબ અપશબ્દો કહ્યા.

આ ઉપરાંત આલિયાએ તેના સસરા ફૈયાઝુદ્દીન, અયાઝુદ્દીન અને તેની સાસુ મેહરુનિસા પર અપશબ્દો બોલીને ઘમકાવાનો આરોપ મૂક્યો છે. આલિયાએ કહ્યું કે, મારા પતિ નવાઝુદ્દીન સિદ્દીકીએ મને ફરિયાદ કરવાની ના પાડી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin Siddiqui News: Case Filed Against Actor Nawazuddin Siddiqui And His Family Members In Maharashtra Mumbai


from Divya Bhaskar https://ift.tt/3ggg38P
https://ift.tt/2P8A4SS

રિયાએ ટીમમાં મહિલા ના હોવાથી પોલીસને પૂછપરછ કરવાની ના પાડી, હવે બિહારથી મહિલા પોલીસની ટીમ આવશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તીની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રિયા પોતાને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. પટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસની ચાર લોકોની એક ટીમ મુંબઈ આવી હતી. જોકે, આ ટીમમાં એક પણ મહિલા ના હોવાથી રિયાની ટીમે એમ કહ્યું હતું કે મહિલા પોલીસ વગર કોઈ પણ મહિલાની પૂછપરછ થઈ શકે નહીં. આથી જ હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયા સાથે સવાલ-જવાબ કરશે.

ટીમે મહિલા પોલીસની ડિમાન્ડ કરી
ન્યૂઝ પેપર પ્રભાત ખબર પ્રમાણે, મુંબઈ આવેલી પટનાની ટીમે રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે વાત કરી હતી. SSP ઉપેન્દ્ર કુમાર શર્મા સાથે મુંબઈ આવેલા પોલીસ અધિકારીએ વાત કરી હતી. તેમણે મહિલા પોલીસને મુંબઈ મોકલવાની માગણી કરી હતી. આ દરમિયાન પટના પોલીસની ટીમે સુશાંતના નોકર દિપેશ મરિન્ડા તથા ગાર્ડની પૂછપરછ કરી હતી. મહિલા પોલીસની ટીમ આવ્યા બાદ રિયાની પૂછપરછ કરવામાં આવશે. રિયાને એ સવાલ પણ કરવામાં આવશે કે સુશાંત જે સિમ કાર્ડનો ઉપયોગ કરતો તે બદલીને નવું સિમ આપવામાં આવ્યું તે કોના નામે લેવામાં આવ્યું હતું.

સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે
સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.

માયાવતીએ પણ CBIની માગણી કરી
BSP સુપ્રીમો માયાવતીએ પણ સુશાંત સુસાઈડ કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું હતું, બિહારના યુવા બોલિવૂડ એક્ટર સુશાંતના મોતનું રહસ્ય ઘેરું બનતું જાય છે. હવે તપાસ મહારાષ્ટ્ર કે બિહાર પોલીસને બદલે CBI તપાસ કરે તે સારું છે. મહારાષ્ટ્ર સરકાર આ અંગે ગંભીર થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
rhea chakraborty refused to question the police as there were no women in the team, now a team of women police will come from Bihar


from Divya Bhaskar https://ift.tt/3fgcDl4
https://ift.tt/2BLEcVU

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી જોવા નહીં મળે? ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહની એન્ટ્રી થશે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી બનતા ગુરુચરણ સિંહે આ શો છોડી દીધો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, ડિરેક્ટરે આ વાતનો ઈનકાર કર્યો હતો. સૂત્રોના મતે ગુરુચરણ સિંહ લૉકડાઉન બાદ સેટ પર પરત ફર્યો નથી. નોંધનીય છે કે નેહા મહેતા એટલે કે અંજલીભાભી પણ લૉકડાઉન બાદ શોમાં પરત ફરી નથી. માનવામાં આવે છે કે નેહા મહેતાએ શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને કહી દીધું હતું કે તે આ શોમાં હવે કામ કરશે નહીં.

ગુરુચરણના બદલે નવો એક્ટર લીધો હોવાની ચર્ચા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, લૉકડાઉન બાદ ફરી શૂટિંગ કરવામાં આવ્યું ત્યારથી જ ગુરુચરણ સિંહ સેટ પર આવ્યો નથી. માનવામાં આવે છે કે ગુરુચરણને બદલે ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. ‘દિલ તો પાગલ હૈં’માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

ગુરુચરણે આ પહેલા પણ શો છોડી દીધો હતો
વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી ક્રિએટિવ ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો. તે સમયે તેના સ્થાને ટીવી એક્ટર લાડ સિંહ માન જોવા મળતો હતો. એક વર્ષ બાદ ફરી ગુરુચરણ આ શોમાં જોડાઈ ગયો હતો.

ડિરેક્ટરે અલગ જ વાત કરી
દિવ્ય ભાસ્કરે સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે આ અંગે વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં માલવ રાજડાએ કહ્યું હતું કે લૉકડાઉન બાદના એપિસોડમાં ગુરુચરણ તથા નેહા મહેતાના કોઈ સીન નથી અને તે જ કારણે તેઓ સેટ પર આવ્યા નથી. આ ઉપરાંત જો કોઈ એક્ટર કે એક્ટ્રેસ સ્વેચ્છાએ કોરોનાવાઈરસને કારણે સેટ પર આવવા ના માગતા હોય તો તેમની રાહ જોવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ આ શોએ 12 વર્ષ પૂરા કર્યા હતા.

દિશા વાકાણી છેલ્લાં અઢી વર્ષથી શોમાં જોવા મળતી નથી
સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gurucharan Singh aka Mr Sodhi quits Taarak Mehta Ka Ooltah Chashmah?


from Divya Bhaskar https://ift.tt/2P4OB1Q
https://ift.tt/30bHYBj

બિગ બીએ હેલ્થ વર્કર્સના વખાણ કર્યા, ભગવાનના દૂત સાથે તુલના કરી

અમિતાભ બચ્ચન છેલ્લાં 20 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયામાં મેડિકલ પ્રોફેશનલના વખાણ કર્યા હતા. અમિતાભે તેમને PPE કિટ્સ પહેરેલા ભગવાનના દૂત કહ્યા હતા. બિગ બીના મતે આ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ માત્ર દવાથી જ દર્દીઓની સારવાર કરતા નથી પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરે છે. અમિતાભના મતે હેલ્થ વર્કર્સે આ પ્રાર્થના તેમની સાથે શૅર કરી હતી.

અમિતાભે ટ્વીટ કરીને કહ્યું હતું, આપણે સલામત રહી શકીએ તે માટે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરે છે. સફેદ PPE કિટ પહેરેલા ડોક્ટર્સ, નર્સ, સપોર્ટ સ્ટાફ ભગવાનના દૂત છે. વ્યસ્ત હોવા છતાંય પોતાના દર્દી માટે પ્રાર્થના કરે છે.

બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું, ‘આ વોરિયર્સ તરીકે કોવિડ 19 સામે લડાઈ લડતા લોકોને આ જોખમી વાઈરસ સામે રાહત તથા સાજા કરવા માટે નિઃસ્વાર્થ રીતે પોતાનો સમય તથા એનર્જી આપે છે. તેઓ હાથ જોડીને સર્વશક્તિમાન પાસે આ દર્દીઓ માટે પ્રાર્થના પણ કરે છે. હું નાણાવટી હોસ્પિટલમાં તેમની દેખરેખ હેઠળ સારવાર કરાવી રહ્યો છું. તેમણે આ પ્રાર્થના મારી સાથે શૅર કરી હતી. આ પ્રાર્થના તેઓ રોજ કરે છે. ’

પ્રાર્થનાનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો
‘હે ભગવાન, જીવનની ભેટ તથા આ સુંદર દિવસ માટે આભાર. અમે અમારા દર્દીને તમારી દેખરેખમાં સમર્પિત કરીએ છીએ. મને આશીર્વાદ આપો કે હું મારા દર્દીની જરૂરિયાત સમજી શકું અને તેમના માટે સારું કરી શકું.

મને એટલી પ્રામાણિક તથા સચ્ચાઈ આપો કે જ્યારે મારા કામને કોઈ જોતું ના હોય તો પણ હું તમારી ઈચ્છા પ્રમાણે યોગ્ય રીતે કામ કરું. તમામને આશીર્વાદ આપો કે બધા એકબીજાના લાભ માટે કામ કરે અને આપણે એક પરિવારની જેમ એકબીજાની કાળજી લઈ શકીએ.

મહિનાઓથી પરિવારજનોને મળ્યા નથી
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું કે મેડિકલ પ્રોફેશનલ્સ મહિનાઓથી પોતાના પરિવારને મળ્યા નથી.

11 જુલાઈથી અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં
અમિતાભ બચ્ચનનો 11 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભિષેકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને એ જ દિવસે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 17 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યા નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આ બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 27 જુલાઈના રોજ રજા આપી દેવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Big B praised the health workers, comparing them to angels of God


from Divya Bhaskar https://ift.tt/2Dj4OOt
https://ift.tt/3hHKi94

પૂર્વ RAW ઓફિસરનો આરોપ, દીપિકા પીએમ ઈમરાન ખાનના નજીકનાં વ્યક્તિના કહેવા પર JNU પ્રોટેસ્ટમાં સામેલ થઈ અને 5 કરોડ રૂપિયા લીધાં હતાં

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી નેપોટિઝ્મ પછી હવે બોલીવૂડમાં દીપિકા પાદુકોણને લઈને અન્ય એક વિવાદ શરુ થઇ ગયો છે. પૂર્વ RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ઓફિસર એન. કે સૂદે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તે JNU પ્રોટેસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કહેવા પર ગઈ હતી અને તેણે 5 કરોડ રૂપિયા લીધા હતા.

રિપોર્ટ પ્રમાણે, સૂદે પોતાની યુટ્યુબ ચેનલ પર આ વર્ષની શરૂઆતમાં આ વીડિયો અપલોડ કર્યો હતો. તેમણે વીડિયોમાં કહ્યું કે, દીપિકાનું કનેક્શન પાકિસ્તાની નાગરિક અનિલ મુસર્રત સાથે છે. 51 વર્ષીય અનિલ માન્ચેસ્ટરમાં રહે છે અને તે રિયલ એસ્ટેટનો બિઝનેસમેન છે. JNUમાં CAA વિરુદ્ધ પ્રદર્શનમાં જવા બદલ તેણે 5 કરોડ રૂપિયા લીધાં હતાં.

વધુમાં ઓફિસરે કહ્યું કે, અનિલ સાથે ઇમરાન ખાનના પણ નજીકના સંબંધ છે. અનિલે ઈમરાનના ઈલેક્શન કેમ્પેનમાં પણ રોકાણ કર્યું હતું. આ ઉપરાંત ઇમરાનના હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ તેનો ભાગ છે. આ પ્રોજેક્ટમાં ઇમરાન 50 લાખ ઘર બનાવવા માગે છે. JNUમાં જતા પહેલાં દીપિકાને બે કોલ આવ્યા હતા, તેમાંથી એક કરાચી અને બીજો કોલ દુબઈથી આવ્યો હતો. અનિલ કે તેની સાથે જોડાયેલી વ્યક્તિએ દીપિકાને JNUમાં જવા માટે વિનંતી કરી હતી.

દીપિકા આ વર્ષની શરુઆતમાં રિલીઝ થયેલી છપાક ફિલ્મનાં પ્રમોશન માટે JNU ગઈ હતી. ત્યાં તે એક પણ શબ્દ બોલ્યા વગર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં હાજર રહી હતી. અહિ તેને JNUના વિદ્યાર્થી રહી ચૂકેલા કન્હૈયા કુમારનું સમર્થન મળ્યું હતું. કન્હૈયા કુમારે વર્ષ 2016માં JNU કેમ્પસમાં સંસદ વિસ્ફોટના આરોપી અફઝલ ગુરુના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

સૂદે કહ્યું કે, અનિલની દીકરીના લગ્ન વર્ષ 2017માં થયા હતા. તેમાં રણબીર સિંહ, હૃતિક રોશન, સોનમ કપૂર, અનિલ કપૂર, સુનીલ શેટ્ટી અને કરણ જોહર સિવાય અન્ય સેલેબ્સ સામેલ હતા. અનિલ કપૂર પાકિસ્તાની નાગરિક અનિલ મુસર્રતને 25 વર્ષથી ઓળખે છે. અનિલ લંડનમાં એન્ટિ CAA પ્રોટેસ્ટને પણ ફંડિંગ કર્યું હતું.

આ વાત પર સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને આ વાતને મિસઇન્ફોર્મેશન અને વલ્ગર ગણાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Allegations Of Former RAW Officer NK SOOD Deepika Padukone Joined JNU's Protest At The Behest Of Aneel Mussarat


from Divya Bhaskar https://ift.tt/3hVcuWd
https://ift.tt/2DeGhdg

સોનુ સૂદે જન્મદિવસ પર શ્રમિકોને ગિફ્ટ આપી, ત્રણ લાખ નોકરીઓ માટે કરાર કર્યો

બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો 30 જુલાઈના રોજ 47મો જન્મદિવસ છે. સોનુ સૂદે પોતાનો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. સોનુ સૂદે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તે હવે પર-પ્રાંતીય શ્રમિકોને રોજગારી પૂરી પાડશે. આ સાથે જ તેણે આસામ તથા બિહારમાં પૂરગ્રસ્ત લોકોની મદદ પણ કરશે.

શું ટ્વીટ કરી?
સોનુ સૂદે ટ્વીટ કરી હતી, મારા જન્મદિવસ પર મારા પ્રવાસી ભાઈઓ માટે https://ift.tt/2Eyzjk0 પર ત્રણ લાખ નોકરીઓ માટે મારો કરાર. આ તમામને સારો પગાર, PF, ESI તથા અન્ય લાભ મળશે. AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea તથા અન્ય તમામનો આભાર. આ જ ટ્વીટ સાથે સોનુ સૂદે આસામ તથા બિહારના પૂરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ સેવા શરૂ કરી છે.

મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે
સોનુ સૂદે મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ નોકરીની તકો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરને કારણે બિહાર તથા આસામના અનેક લોકો પ્રભાવિત થયા છે. સોનુ સૂદ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યો છે.

હાલમાં વિવિધ રીતે મદદ કરી હતી
લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મિત્ર નીતિ ગોયલની મદદથી હજારો પર-પ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા હતા. આ ઉપરાંત સોનુ સૂદે હાલમાં જ ખેડૂતને ટ્રેક્ટર આપ્યું હતું અને એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીને નોકરી અપાવી હતી.

કપિલના શોમાં જોવા મળશે
લૉકડાઉન બાદના ‘ધ કપિલ શર્મા શો’ના પહેલા એપિસોડમાં સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે.

ઈઝરાયલના ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું
સોનુ સૂદના ઈઝરાયલના એક ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું છે, જેમાં ઈઝરાયલની એક જાણીતી ચેનલ પર આખો દિવસ સોનુ સૂદની હિટ ફિલ્મ બતાવવામાં આવશે.

સોનુ સૂદે 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું
સોનુ સૂદે 6 ભાષાની 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સોનુ સૂદને જ્યારે ફિલ્મ ફેસ્ટિવલ અંગે ખબર પડી તો તેણે કહ્યું હતું, ‘મને આ જાણીને ઘણો જ આનંદ થયો. મારા જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે ઈઝરાયલના મારા ચાહકો આ આયોજન કરી રહ્યાં છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ મને ઘણો જ પ્રેમ મળ્યો.’ સોનુ સૂદના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ‘સિમ્બા’, ‘હેપી ન્યૂ યર’, ‘દબંગ’, ‘કુંગ ફૂ યોગા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood gave gifts to workers on his birthday, signed contracts for three lakh jobs


from Divya Bhaskar https://ift.tt/311Ea4B
https://ift.tt/3jRTDwX

સુશાંત સિંહ રાજપૂત બાદ હવે 32 વર્ષીય મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરી, ડિપ્રેશનમાં હોવાની શક્યતા

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા 32 વર્ષીય એક્ટર આશુતોષ ભાકરેએ મહારાષ્ટ્રના નાંદેડમાં આવેલા પોતાના ઘરમાં 29 જુલાઈના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આશુતોષ છેલ્લાં કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો.

2016માં લગ્ન કર્યા હતા
આશુતોષ ભાકરેએ મરાઠી એક્ટ્રેસ મયુરી દેશમુખ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. પોલીસ સૂત્રોના મતે આશુતોષના માતા-પિતા બુધવાર, 29 જુલાઈના બપોરના સમયે નાંદેડના ગણેશ નગર સ્થિત ઘરમાં આવ્યા હતા. તેમણે દીકરાને લટકતી હાલતમાં જોયો હતો.

ડિપ્રેશનમાં હોવાની ચર્ચા
પોલીસ સૂત્રોના મતે, આશુતોષ છેલ્લાં કેટલાંક દિવસથી ડિપ્રેશનમાં હતો. જોકે, પોલીસ હાલમાં સુસાઈડ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આશુતોષે ‘ભાકર’, ‘ઈચાર ઠરલા પક્કા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આશુતોષ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sushant Singh Rajput, now 32-year-old Marathi actor Ashutosh Bhakre has committed suicide


from Divya Bhaskar https://ift.tt/39FqT5K
https://ift.tt/338lHX1

દિલ્હીનું NGO મૃત્યુની તપાસ SIT પાસે કરાવવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યું, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું-‘સુશાંતનું મર્ડર થયું છે’

બોમ્બે હાઈકોર્ટમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી કે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપવાની માગને લઇને પિટિશન ફાઈલ થઇ છે. દિલ્હીના NGO ‘લેટ્સ ટોક’ની હેડ કંચન રાયે આ પિટિશન ફાઈલ કરી છે. પિટિશનમાં આરૂષી તલવારની હત્યાની જેમ સુશાંત સિંહની આત્મહત્યા અને રિયા ચક્રવર્તી પર સવાલો મૂકીને ઘણી વણઉકેલાયેલી વસ્તુઓની વાત કરી છે.

રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. તો આ તરફ સુશાંતના પિતા તરફથી સિનિયર એડવોકેટ વિકાસ સિંહ પણ કેવિએટ ફાઈલ કરશે. વિકાસ સિંહના જણાવ્યા પ્રમાણે, તેઓ પિટિશનના દરેક પ્રશ્નોનો જવાબ કોર્ટમાં આપશે. જેથી સુશાંતને ન્યાય મળે અને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા સુધી કાનૂન પહોંચી જાય.

30 જુલાઈએ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘સુશાંતે આત્મહત્યા કરી નથી, પણ તેની હત્યા થઇ છે.’ મને આ બધા કારણોથી લાગે છે કે સુશાંતની હત્યા થઇ છે. ટ્વીટમાં તેમણે એક ડોક્યુમેન્ટ શેર કરીને સુશાંતના ગળા પરના નિશાન વિશે કહ્યું. આ ડોક્યુમેન્ટમાં સુશાંત સાથે જોડાયેલા 26 પોઈન્ટની વાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, આમાંથી માત્ર બે થિઅરી જ આત્મહત્યાને સપોર્ટ કરે છે, બાકીના 24 પોઈન્ટ હત્યા તરફ જ ઈશારો કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
An NGO, Reached Bombay High Court To Get SIT Investigated, Subramaniam Swamy Says; Sushanth Singh Rajput Was Murdered


from Divya Bhaskar https://ift.tt/39DmC2K
https://ift.tt/2EszTzz

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...