બોલિવૂડ એક્ટ્રેસ સિમી ગરેવાલે હાલમાં જ ટ્વિટર પર ટ્વીટ કરીને માગણી કરી હતી કે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતની તપાસ થવી જોઈએ. સુશાંતે 14 જૂનના રોજ પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. દિશાએ આઠ જૂનના રોજ મલાડ સ્થિત બિલ્ડિંગમાંથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.
સિમી ગરેવાલે ટ્વીટ કરી
સિમી ગરેવાલે ટ્વીટ કરીને કહ્યું હતું, દિશા સલિયનના મોતની તપાસ થવી જોઈએ. આ બાબતને કેમ અવગણવામાં આવી રહી છે? તે તપાસથી સુશાંતની હત્યા પાછળના ષડયંત્રનો ખુલાસો થશે. CBIએ આ કેસની તપાસ કરવી જોઈએ. અમારે સાચી વાત જાણવી છે. અમે હવે અટકી શકીએ નહીં.
#DishaSalian death must be investigated.Why was it ignored?? It will reveal the truth of the conspiracy linked to the murder of #SSR. #CBIforShushant MUST investigate. We demand the truth. We can't be stopped now..🙏
— Simi Garewal (@Simi_Garewal) August 1, 2020
દિશાની માતાએ અલગ જ વાત કહી
હાલમાં જ ઝી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં દિશાની માતાએ કહ્યું હતું કે ઘણાં દિવસો સુધી દિશા અને સુશાંત સાથે કામ કરે તે વાતની માહિતી તેમને નહોતી. એક્ટરનું કામ છોડ્યા પછી દિશાએ ક્યારેય સુશાંતનો સંપર્ક કર્યો નહોતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પણ વ્યક્તિ સાથે દિશાની કોઈ વાતચીત થઈ નહોતી. તેમણે વધુમાં કહ્યું હતું કે સુશાંતની પહેલાં દિશા ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ‘જ્ઝ્બા’ અને ‘એ દિલ હૈ મુશ્કેલ’માં કામ કરી ચૂકી છે. દિશાને રણબીર કપૂર સાથે પણ કામ કરવું હતું અને તે શક્ય ના થયું તો તે થોડી ચિંતામાં મૂકાઈ હતી.
મેનેજર સાથે સુશાંતે છેલ્લી મુલાકાત કરી હતી
ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે સુશાંતને 13 જૂનના રોજ રાત્રે એક વાગે મળ્યો હતો. આ સમયે તે પોતાની એક્સ મેનેજર દિશા સલિયનના આત્મહત્યા કેસને કારણે દુઃખી હતો. સુશાંતનું નામ વાંરવાર આ કેસ સાથે જોડવામાં આવ્યું હતું અને તેના માટે બ્લાઈન્ડ આઈટમ (નનામા આર્ટિકલ) લખવામાં આવી હતી. આ બધાને કારણે સુશાંત વ્યાકુળ હતો. વધુમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે સુશાંતની પર્સનલ લાઈફમાં સ્પેસ આપતો હતો અને આથી જ તેને સુશાંત અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અંગે કોઈ માહિતી નહોતી. તે રિયાને ઓળખતો પણ નથી અને તેણે ક્યારેય રિયાને કોઈ સવાલ-જવાબ કર્યા નહોતા.
પિતાના રિયા પર આક્ષેપો
ગયા મહિને સુશાંતના પિતા કે કે સિંહે બિહારમાં રિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રિયા સતત સુશાંતને ધમકી આપતી હતી કે તે દિશાના કેસમાં તેને ફસાવી દેશે. રિયાએ જ દિશાને સુશાંતની સેક્રેટરી તરીકે અપોઈન્ટ કરી હતી. જૂન મહિનાના પહેલા વીકમાં રિયાએ સુશાંતનું ઘર છોડી દીધું હતું. તેણે સુશાંતનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. સુશાંતને ડર હતો કે દિશાના આત્મહત્યા કેસમાં રિયા તેને દોષીત સાબિત કરશે. કે કે સિંહે આક્ષેપ કર્યો હતો કે રિયાએ સુશાંતના બેંક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લીધા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33iFKlC
https://ift.tt/2D2boJu