મદારી, રોકી હેન્ડસમ અને દ્રશ્યમ જેવી ફિલ્મો ડિરેક્ટ કરનારા નિશિકાંત કામતનું નિધન થઇ ગયું છે. સોમવારે સાંજે તેમણે હૈદરાબાદમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. નિશિકાંતના મૃત્યુથી બોલિવૂડને મોટી ખોટ પડી છે.
2020 બોલિવૂડ માટે ઘણું ખરાબ સાબિત થઇ રહ્યું છે કારણકે નિશિકાંત આ વર્ષે મૃત્યુ પામનાર 14મા બોલિવૂડ સેલેબ છે. નિશિકાંત અગાઉ છેલ્લા 8 મહિનામાં 13 સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું. એક નજર તે સેલેબ્સ પર....
1. કુમકુમ
28 જુલાઈએ વીતેલા જમાનાના ફેમસ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. તેમણે મધર ઇન્ડિયા, આરપાર, CID જેવી ઘણી ફેમસ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અંદાજે 20 વર્ષના તેમના કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે 50થી 60ના દશક દરમ્યાન સૌથી વધુ ફિલ્મો કરી. આ સમયે ગુરુદત્ત, કિશોર કુમાર, દિલીપ કુમાર, દેવાનંદ સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું.
2. પરવેઝ ખાન
27 જુલાઈએ એક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું મુંબઈમાં હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. તેઓ 55 વર્ષના હતા. છાતીમાં દુખાવો થયા બાદ તેમને બચાવી શકાયા ન હતા. તેમણે અંધાધૂંધ, બદલાપૂર, બુલેટ રાજા જેવી ફિલ્મોમાં યોગદાન આપ્યું હતું.
3. જગદીપ
8 જુલાઈએ મુંબઈ સ્થિત ઘરમાં જગદીપનું નિધન થયું. તેઓ એક્ટર જાવેદ જાફરી અને નાવેદ જાફરીના પિતા હતા. તેમની મુસ્કાન નામની એક દીકરી પણ છે. 81 વર્ષીય જગદીપ ઘણા સમયથી બીમાર હતા. જગદીપ રમેશ સિપ્પીની ફિલ્મ શોલે (1975)ના રોલ સૂરમા ભોપાલીથી ઘણા ફેમસ થયા હતા.
4. હરીશ શાહ
7 જુલાઈએ છેલ્લા 40 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ફેમસ પ્રોડ્યુસર ડિરેક્ટર હરીશ શાહનું સવારે 6 વાગ્યે નિધન થયું હતું. તેઓ 76 વર્ષના હતા અને કેન્સર સામે લડી રહ્યા હતા. આ બીમારી સામે જંગ લડતા લોકોની સ્ટોરી દુનિયા સામે લાવવા માટે તેમણે શોર્ટ ફિલ્મ Why me બનાવી હતી, જેને પ્રેસિડેન્ટ અવોર્ડ મળ્યો હતો.
5. સરોજ ખાન
બોલિવૂડમાં ડાન્સિંગ ક્વીન તરીકે ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાને 71 વર્ષની ઉંમરે 3 જુલાઈના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેમને ઘણા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાંદ્રા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. 40 વર્ષના કરિયરમાં 2000થી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કર્યા હતા.
તેમને ત્રણ વખત નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. તેમણે નચ બલિયે, ઉસ્તાદો કે ઉસ્તાદ, નચલે વે વિથ સરોજ ખાન, બૂગી વૂગી, ઝલક દિખલા જા જેવા ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે કામ કર્યું હતું.
6. સુશાંત સિંહ રાજપૂત
14 જૂને સુશાંત સિંહે મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. અગાઉ એમ જ વાત હતી કે 34 વર્ષીય એક્ટરે આત્મહત્યા કરી છે પણ હવે કેસમાં નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે.
મુંબઈ પોલીસની તપાસથી અસંતુષ્ટ સુશાંતના પરિવારે બિહારમાં દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લગાવી કેસ ફાઈલ કરાવ્યો. ત્યારબાદ તપાસ CBIને સોંપવાની વાત થઇ. સુશાંતના મૃત્યુનું કારણ શું હતું તે હજુ તપાસનો વિષય છે.
7. દિશા સલિયન
14 જૂનના રોજ સુશાંતનું મોત થયું હતું એ પહેલાં 8 જૂનના રોજ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતના સમાચાર આવ્યા હતા. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જોકે, આ દિશા તથા સુશાંતના મોતને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે દિશાનું મર્ડર કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસ આ કેસની નવેસરથી તપાસ કરી રહી છે.
8. બાસુ ચેટર્જી
ઈન્ડસ્ટ્રીમાં તેઓ બાસુદા તરીકે લોકપ્રિય હતા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, બાતોં બાતોં મેં, એક રૂકા હુઆ ફૈંસલા, ચમેલી કી શાદી જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તેમને સાત વાર ફિલ્મફેર અવોર્ડ તથા દુર્ગા માટે 1992માં નેશનલ ફિલ્મ અવોર્ડ પણ મળ્યો હતો. 2007માં તેમને IIFAમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 1969-2001 સુધી બાસુ ચેટર્જી ડિરેક્ટર તરીકે સક્રિય હતા.
9. વાજિદ ખાન
પહેલી જૂનના રોજ બોલિવૂડના જાણીતા કમ્પોઝર વાજિદ ખાનનું અવસાન થયું હતું. તેઓ 42 વર્ષના હતા. સાજિદ-વાજિદની જોડીથી તેઓ લોકપ્રિય હતા. વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેમની સારવાર મુંબઈની હોસ્પિટલમાં થતી હતી. અચાનક તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
10. મોહિત બઘેલ
22 મે, 2020ના રોજ ટીવી તથા ફિલ્મ એક્ટર મોહિત બઘેલનું માત્ર 27 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે અવસાન થયું હતું. મોહિતે સલમાન ખાનની ફિલ્મ રેડીમાં કામ કર્યું હતું. છેલ્લે તે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પરિણીતી ચોપરાની ફિલ્મ જબરિયા જોડીમાં જોવા મળ્યો હતો.
11. રિશી કપૂર
67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેઓ લ્યુકેમિયા સામે લડતા હતા. આ એક બ્લડ કેન્સર છે. એમરિકામાં તેમણે સારવાર કરાવી હતી. જોકે, એપ્રિલ, 2020માં તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
12. ઈરફાન ખાન
53 વર્ષીય ઈરફાનનું 29 એપ્રિલના રોજ કોલન ઈન્ફેક્શનને કારણે અવસાન થયું હતું. તેમને ન્યૂરો એન્ડોક્રાઈમ ટ્યૂમર હતું. 2018માં તેમણે આ બીમારીનો ખુલાસો કર્યો હતો અને લંડનમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન તેમણે છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કર્યું હતું. માર્ચમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. માર્ચમાં ઈરફાનની તબિયત ખરાબ થઈ હતી.
13. રિતુ નંદા
શોમેન રાજકપૂરની દીકરી તથા રિશી-રણધીરની બહેન રિતુ નંદાનું 14 જાન્યુઆરી, 2020ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનના તેઓ સાસુ હતા. રિતુના દીકરા નિખીલ નંદા સાથે શ્વેતાના લગ્ન થયા હતા. રિતુએ ઉદ્યોગપતિ રાજન નંદા સાથે લગ્ન કર્યા હતા. તેમનું ઓગસ્ટ, 2018માં નિધન થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gapiGG
https://ift.tt/2FsFdU8