Friday, August 7, 2020

શાહરૂખ ખાને રામ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા દાન આપ્યા છે? દિવ્ય ભાસ્કરના નામે વાઈરલ થઈ રહેલા સમાચાર સાથે સંબંધિત ગ્રાફિક ખોટા છે

શું વાઈરસઃ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાને રામ મંદિર નિર્માણ માટે 5 કરોડનું દાન આપ્યું છે. આ દાવાની સાથે યુઝર એક ગ્રાફિક કોલાજ પણ શેર કરી રહ્યા છે. જેમાં શાહરૂખ ખાનનો ફોટો અને દિવ્ય ભાસ્કરનો લોગો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિવ્ય ભાસ્કરે શાહરૂખ ખાન દ્વારા રામ મંદિર માટે 5 કરોડ રૂપિયા દાન આપ્યાના સમાચાર પબ્લિશ કર્યા છે.

  • બુધવારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર રામ મંદિર સાથે જોડાયેલા ઘણા ખોટો સમાચાર વાઈરલ થઈ રહ્યા છે.

વાઈરલ થઈ રહેલ ગ્રાફિક કોલાજ

ફેસબુક પર ઘણા યુઝર્સ તેને સાચું માનીને શેર કરી રહ્યા છે

ફેક્ટ ચેકની તપાસ

  • અમે સૌથી પહેલા શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ Red Chillies Entertainment અને શાહરૂખ ખાનનું ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ ચેક કર્યું. અહીં છેલ્લા એક મહિનાથી આવી કોઈ અપડેટ નથી કરવામાં આવી, જેમાં જાણવા મળે કે શાહરૂખે રામ મંદિરના નિર્માણ માટે 5 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
​​​​​​​
  • વાઈરલ થઈ રહેલા ગ્રાફીક્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમાચાર દિવ્ય ભાસ્કરે કર્યા છે. જ્યારે દિવ્ય ભાસ્કરની વેબસાઈટના એન્ટરટેઈન્મેન્ટ સેક્શનમાં આવા કોઈ સમાચાર પબ્લિશ કરવામાં નથી આવ્યા.
  • દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પર અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના દાન સાથે સંબંધિત એક સમાચાર છે. આ સમાચારમાં 5 કરોડ રૂપિયાના દાનનો ઉલ્લેખ પણ છે. પરંતુ શાહરૂખ ખાનનો ઉલ્લેખ ક્યાંય નથી. આ સમાચારના અનુસાર-100 કરોડના ખર્ચે બનનાર મંદિર માટે ભક્તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લોકો દાન-દક્ષિણા મોકલી રહ્યા છે. ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજના જણાવ્યા પ્રમાણે, આ સમયે તેમની પાસે લગભગ 15 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. લોકડાઉનમાં સૌથી વધારે દાન 2 કરોડ રૂપિયાનું છે. છેલ્લા પાંચ મહિનામાં લગભગ 5 કરોડ રૂપિયા આવ્યા છે. જ્યારે સૌથી પહેલા 10 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.(અહીં વાંચો સંપૂર્ણ સમાચાર)

નિષ્કર્ષઃ શાહરૂખ ખાન દ્વારા રામ મંદિરમાં 5 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવેલો દાવો ફેક છે. દિવ્ય ભાસ્કરે આવા કોઈ સમાચાર પબ્લિશ નથી કર્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan has donated Rs 5 crore for the construction of Ram temple? The graphic related to the news going viral in the name of Divya Bhaskar is wrong


from Divya Bhaskar https://ift.tt/3gEmzX9
https://ift.tt/2PuonpB

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...