Wednesday, August 5, 2020

એક્ટરના પરિવારના વકીલ વિકાસ સિંહનો ખુલાસો, સુશાંતના બેન્ક અકાઉન્ટમાંથી ત્રણ વર્ષમાં 50 કરોડ રૂપિયા અને રિયાના આવ્યા બાદ 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા વિરુદ્ધ ઘણા આરોપ લગાવ્યા છે. આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો અને ફ્રોડના આરોપ સહિત ઘણા આરોપ હેઠળ બિહારમાં તેના વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે.

રિયા પર સુશાંતના બેન્ક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢવાનો આરોપ લાગ્યો છે જેના પર મુંબઈ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા આપી હતી કે સુશાંતના અકાઉન્ટમાંથી ડિરેક્ટ રિયાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નથી થયા. આ બાબતે સુશાંતના ફેમિલી લોયર વિકાસ સિંહે અમુક વાતો જણાવી છે.

ત્રણ વર્ષમાં 50 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા
પિન્કવીલાને આપેલ ઇન્ટરવ્યૂમાં વિકાસે જણાવ્યું કે, સુશાંત જ્યારે રિયા સાથે હતો ત્યારે તેના અકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા પરંતુ 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા. જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદવામાં નથી આવી અને કોઈ મોટી ગાડી નથી ખરીદવામાં આવી તો પૈસા ક્યાં ગયા? સુશાંતના અકાઉન્ટમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 50 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા તો આની તપાસ થવી જોઈએ.

વિકાસે બોલિવૂડ સેલેબ્સની પૂછપરછ અને નેપોટિઝ્મ એન્ગલ પર વધુ ફોકસ કરવા બાબતે મુંબઈ પોલીસ પર પણ સવાલ ઊઠાવ્યા છે.

રિયાએ બધું પોતાના હસ્તક લઇ લીધું
વિકાસ સિંહે આગળ જણાવ્યું કે, સુશાંતને પરિવારથી દૂર કરવાનું કામ કઈ એમ જ નથી થયું. રિયાએ પ્લાનિંગ કરીને સુશાંતને નિર્બળ કર્યો. તેણે સૌથી પહેલા સુશાંતને પિતાથી દૂર કર્યો. બંને વચ્ચે ઓછી વાતચીત થવા લાગી, ત્યાં સુધી કે પરિવાર સુશાંતને ડિરેક્ટલી સંપર્ક પણ કરી શકતો ન હતો. ઘણીવાર બોડીગાર્ડની મદદથી સુશાંતના ટચમાં રહેવાની કોશિશ કરી પરંતુ તેવું પણ ન થવા દીધું. આ પહેલું સ્ટેપ હતું.

બીજું સ્ટેપ હતું, રિયાએ બોડીગાર્ડ, નોકરો, કૂકને રજા આપી દીધી. ત્રીજા સ્ટેપમાં રિયાએ બેન્ક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અને પાસવર્ડ લઇ લીધા. ચોથા સ્ટેપની ત્યારે શરૂઆત થઇ જ્યારે સુશાંતે રિયાના કહેવા મુજબ દવા લેવાની શરૂ કરી દીધી. પરિવારને પણ જાણકારી ન હતી કે તે કઈ દવા લે છે. રિયાએ એવો માહોલ બનાવી દીધો કે તે સાબિત કરી શકે કે પ્રોબ્લેમ સુશાંતમાં જ છે. તેણે એક્ટરની બધું વસ્તુ પોતાના કન્ટ્રોલમાં કરી લીધી. ત્યાં સુધી કે ફિલ્મમેકર્સ સાથે થતી મીટિંગમાં પણ તે સાથે બેસતી અને તેવી શરત રાખતી કે સુશાંતની ઓપોઝિટ તેને કાસ્ટ કરવામાં આવે.

સુશાંત ઓર્ગેનિક ફાર્મિંગ કરવા ઈચ્છતો હતો
સુશાંતે તેને છેલ્લે કહી દીધું હતું કે તે ફિલ્મ દુનિયા છોડીને ઓર્ગેનિક ફાર્મિંગ કરવા ઈચ્છે છે. ત્યારબાદ રિયાને લાગ્યું કે સુશાંત હવે તેના માટે કોઈ કામનો નથી માટે તેને છોડીને જતી રહી. તે સાથે બધા મેડિકલ રેકોર્ડ પણ લેતી ગઈ અને સુશાંતને ધમકી આપતી ગઈ કે તે આ બધા રિપોર્ટ્સ જાહેર કરી દેશે. તેણે સુશાંતનો નંબર પણ બ્લોક કરી દીધો. આનાથી સુશાંત વધુ ચિંતામાં આવી ગયો. સુશાંતે 14 જૂને મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput’s Family Lawyer Vikas Singh Says ‘during Stay With Rhea’ Rs 15 Cr Removed From Account, But Rs 50 Cr Withdrawn In 3 Years


from Divya Bhaskar https://ift.tt/3gvLZpW
https://ift.tt/3i8MFln

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...