Sunday, August 16, 2020

કેન્સરના સમાચાર દરમિયાન 61 વર્ષીય સંજુ બીજીવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો, 8 દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ ગયો હતો

એક્ટર સંજય દત્ત રવિવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં 61 વર્ષીય સંજુના કેટલાક ટેસ્ટ થયા અને પછી તેને ડિસ્ચાર્જ કરી દીધો. આની પહેલાં શનિવારે તે પોતાની બહેન પ્રિયા દત્ત સાથે કોકિલાબેન હોસ્પિટલની બહાર દેખાયો હતો. રિપોર્ટ પ્રમાણે, એડવાન્સ સ્ટેજના લંગ કેન્સર સામે લડી રહેલો સંજુ કેટલાક ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

8 દિવસના સમયમાં સંજય દત્ત બીજીવાર લીલાવતી હોસ્પિટલમાં ગયો. આની પહેલાં 8 ઓગસ્ટની રાતે શ્વાસ લેવામાં તકલીફ થતા અને ઓક્સિજન લેવલ ઓછું થતા તે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો અને બે દિવસ એડમિટ હતો. ત્યાં તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. એ પછી અમુક મેડિકલ ટેસ્ટ થયા જેમાં તેને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની વાત સામે આવી હતી.

સંજય દત્તને ફ્લુઈડ તપાસ માટે મોકલવામાં આવ્યો ત્યારે તેણે એક પણ પ્રશ્ન ન કર્યો. ત્યારે સંજુને પીટીઈ સ્કેન કરવાનું કહ્યું હતું. 10 ઓગસ્ટે પીટીઈ સ્કેન થવાનું હતું ત્યારે ડોક્ટરને ખબર પડી કે ફ્લૂઈડમાં કેન્સરના સેલ હતા અને સ્કેન ટેસ્ટમાં તે સાબિત થઇ ગયું.

એ પછી સંજય દત્તનું કાઉન્સલિંગ શરુ થયું અને તેને કેન્સર વિશે જણાવ્યું. ત્યારબાદ તેને એક ઓન્કોલોજિસ્ટ પાસે મોકલવામાં આવ્યો જેની પાસે આખો એક્શન પ્લાન વિસ્તારમાં સમજ્યો. સંજય ઈચ્છે ત્યાં સારવાર કરાવી શકે છે. તે વિદેશ પણ જઈ શકે છે. તેની સારવાર એકમાત્ર કેમોથેરપી છે. આ કેસમાં સર્જરી ન કરી શકાય. તે ચોથા સ્ટેજનું કેન્સર છે.

એવી પણ ચર્ચા થઇ રહી છે કે, સંજય દત્તે સારવાર માટે અમેરિકા જવા અરજી કરી છે. તે સિંગાપોર પણ જઈ શકે છે. જો કે, રિપોર્ટ પ્રમાણે સારવાર ક્યાં કરાવવી તેનો નિર્ણય નેક્સ્ટ ટેસ્ટ રિપોર્ટ પછી થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt Admitted In Lilavati Hospital On Sunday Second Time After A Week


from Divya Bhaskar https://ift.tt/3aBjfKb
https://ift.tt/3iQfe7H

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...