બોમ્બે હાઈકોર્ટે શુક્રવાર (સાત ઓગસ્ટ) ના રોજ સીનિયર આર્ટિસ્ટ માટે રાહતનો નિર્ણય આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસને કારણે 65 કે તેનાથી વધુ ઉંમરના એક્ટર્સને સેટ પર આવવાનો પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે આ કેસમાં બે અરજી પર સુનાવણી કરી હતી.
Bombay High Court allows all persons above 65 years of age working in the entertainment industry to work on a film set. The court sets aside the state government order.
— ANI (@ANI) August 7, 2020
કોર્ટે કહ્યું, પ્રતિબંધ ભેદભાવ પૂર્ણ
કોર્ટે પોતાના ચુકાદા દરમિયાન એ સવાલ પણ પૂછ્યો હતો કે માત્ર ટીવી કે ફિલ્મ કલાકારો પર જ પ્રતિબંધ કેમ? જ્યારે 65 કે તેથી વધુ ઉંમરના લોકોને અન્ય ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આ નિર્ણય ભેદભાવ પૂર્ણ લાગી રહ્યો છે. બેંચે એમ પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિને તેની આજીવિકાથી વંચિત રાખી શકાય નહીં. વરિષ્ઠ વકીલ શરણ જગતિયાનીએ પહેલાં બેંચને કહ્યું હતું કે રાજ્ય સરકારે ટીવી તથા ફિલ્મના કલાકારો પર યોગ્ય આવેદન તથા કોઈ પણ જાતના કાયદાના આધાર વગર આ પ્રતિબંધ લગાવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો
મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ તથા ટીવી શૂટિંગ ફરી વાર શરૂ કરવાની પરવાનગી આપી હતી પરંતુ 10 વર્ષથી નાની ઉંમરના તથા 65 કે તેથી વધુ ઉંમરના કલાકારો કે ક્રૂના સભ્યોને સેટ પર આવવાની ચોખ્ખી ના પાડી હતી. ક્રૂના સીનિયર મેમ્બર્સ માટે આ એક મોટો પડકાર હતો કે તેઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવશે. આ નિર્ણયથી ફિલ્મ તથા ટીવીના ક્રૂ સભ્યો ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, આ પહેલાં રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે આ પ્રતિબંધ કાયમી નથી અને 31 જુલાઈના નવા અનલૉકમાં આ નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે.
IMPPAએ કોર્ટમાં અપીલ કરી હતી
ગયા મહિને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસિસોયેશન (IMPPA)એ રાજ્ય સરકારના આ પ્રતિબંધ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પહેલાં વિનોદ પાંડેએ દાખલ કરેલી અરજીમાં તે હજારો સભ્યોના કામ અંગે વાત કરવામાં આવી હતી અને અપીલ કરવામાં આવી હતી કે એજ લિમિટનો નિયમ રદ્દ કરવામાં આવે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30C0WRI
https://ift.tt/2XCAQMJ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!