Monday, August 10, 2020

69 વર્ષીય સતીશ શાહનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, હાલમાં હોમ ક્વૉરન્ટીન

69 વર્ષીય વરિષ્ઠ એક્ટર સતીશ શાહે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ગયા મહિને તેમનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ મેડિકલ સ્ટાફને કારણે હવે તેઓ પૂરી રીતે ઠીક થઈ ગયા છે.

20 જુલાઈના રોજ હોસ્પિટલમાં એડમિટ થયા હતા
સતીશ શાહને 20 જુલાઈના રોજ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 28 જુલાઈએ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.

11 ઓગસ્ટ સુધી હોમ ક્વૉરન્ટીન રહેશે
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સતીશ શાહે કહ્યું હતું કે પ્રોટોકોલના હિસાબે તેઓ 11 ઓગસ્ટ સુધી હોમ ક્વૉરન્ટીન રહેશે. શરૂઆતમાં તેમને તાવ હતો અને તેમણે દવા લીધી હતી. જોકે, પછી તેમને કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા.

હોસ્પિટલમાં સારવાર કરાવવાની વિનંતી કરી
સતીશ શાહે વિનંતી કરી હતી કે હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ, કારણ કે ડૉક્ટર્સ તમને સતત મૉનિટર કરે છે અને કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે છે.

કોરોનાથી ડરવાની જરૂર નથી
સતીશ શાહે આગળ વાત કરતાં કહ્યું હતું કે કોરોનાને કારણે ડરવાની જરૂર નથી. જો તમે ડરી જાવ છો તો તમારું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે. તેમના કેસમાં ઉંમરને કારણે થોડું ચિંતા જેવું હતું પરંતુ હવે તેઓ એકદમ ઠીક છે. લોકોએ પોઝિટિવ વલણ રાખવાની જરૂર છે.

ટ્વિટર પર મેડિકલ સ્ટાફનો આભાર માન્યો
સતીશ શાહે ટ્વીટ કરીને સારા સ્વાસ્થ્ય માટે મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અભિષેક બચ્ચનને કારણે કોવિડ 19ની વાત કરી
સતીશ શાહે એમ પણ કહ્યું હતું કે પહેલાં તેઓ ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થઈ જાય પછી જ પોતાને કોરોના થયો હોવાની વાત જાહેર કરવાના હતા. જોકે, અભિષેક બચ્ચને પોતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો અને તે અંગે ટ્વીટ કરી હતી. આમાંથી પ્રેરણા લઈને તેમણે કોરોના ફ્રન્ટ વૉરિયરનો આભાર માનવાનું નક્કી કર્યું હતું અને તેથી જ તેમણે મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી.

ચાર દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં
ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી ગ્રેજ્યુએટ થયેલા સતીશ શાહ છેલ્લા ચાર દાયકાથી ટીવી તથા ફિલ્મમાં એક્ટિવ છે. તેમણે કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’, સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન, ‘હમ સાથ સાથ હૈં’, ફરાહ ખાનની ‘મૈં હૂં ના’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ લોકપ્રિય કોમેડી શો ‘સારાભાઈ vs સારાભાઈ’માં જોવા મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Satish Shah, 69, also tested positive for Covid 19, currently home quarantine


from Divya Bhaskar https://ift.tt/2XIhqWs
https://ift.tt/3isM3Hk

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...