14 જૂન 2020ના રોજ જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સામે આવ્યા ત્યારથી એક જ નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તે નામ રિયા ચક્રવર્તીનું છે. તે પહેલાં રિયાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ આટલી ચર્ચામાં ક્યારે રહેતી નહોતી.
રિયા છેલ્લા 1 વર્ષથી સુશાંતની લિવ ઈન પાર્ટનર હતી. સુશાંતના પરિવારે રિયા પર સુસાઈડ માટે પ્રેરિત કરવા અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. હવે તપાસ CBIને સોંપવામાં આવી છે, પરંતુ સુશાંતના મૃત્યુ માટે રિયા ચક્રવર્તી જ નિશાના પર છે.
રિયાની લાઈફ અને વર્ક સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
હરિયાણાના અંબાલામાં રિયાનું સ્કૂલિંગ
રિયાનો જન્મ બેંગલોરમાં થયો. ઈન્દ્રજીત ચક્રવર્તી અને સંધ્યા ચક્રવર્તીના ઘરે 1 જુલાઈ, 1992માં જન્મેલી રિયાએ તેનું સ્કૂલિંગ અંબાલા કેન્ટની આર્મી સ્કૂલમાં થયું. રિયાના પિતા બંગાળી અને માતા કોંકણી છે. રિયાના પિતા આર્મી ડૉક્ટર અને માતા હાઉસવાઈફ છે.રિયાના ભાઈનું નામ શોવિક છે. પરિવારના દરેક સભ્ચ પર સુશાંતના પરિવારે આત્મહત્યા માટે પ્રેરિત કરવા , છેતરપિંડી અને ધમકી દેવાના આરોપ લગાવીને કેસ ફાઈલ કરાવ્યો છે.
એન્જિનિયરિંગ છોડી એક્ટ્રેસ બની રિયા
રિયાએ ગ્લેમર વર્લ્ડમાં MTVના રિયાલિટી શૉ ‘ટીન દીવા’થી એન્ટ્રી કરી હતી. રિયા આ શૉમાં ફર્સ્ટ રનર અપ બની હતી. ત્યારબાદ રિયાએ દિલ્હીમાં MTV વીડિયો જૉકી બનવા માટે ઓડિશન આપ્યું અને તે સિલેક્ટ થઈ ગઈ.
રિયાએ વીડિયો જૉકી બની ‘MTV વાસ્સઅપ’, ‘કોલેજ બીટ’ અને ‘MTV ગોન ઈન 60 સેકન્ડ્સ’ શૉ હોસ્ટ કર્યા છે. તે દરમિયાન રિયાના મનમાં એક્ટ્રેસ બનવાનું સપનું જાગ્યું હતું. ત્યારે તે એન્જિનિયરિંગ કરી રહી હતી, જોકે તેના મનમાં એન્જિનિયર બનવાની કોઈ રૂચિ ન હતી.
રિયાનું ફિલ્મી કરિયર ફ્લૉપ સાબિત થયું
- રિયાએ વર્ષ 2010માં યશરાજની ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેને લીડ રોલ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી.
- રિયાને તેનો પ્રથમ બ્રેક વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ ‘તુનેગા તુનેગા’થી મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે નિધિ નામની છોકરીની ભૂમિકા ભજવી છે. જોકે ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ ત્યારબાદ વર્ષ 2013માં રિયા બોલિવૂડ બ્રેક હાંસલ કરવામાં સફળ થઈ. મેરે ડેડ કી મારુતિ ફિલ્મમાં રિયાને જસલીનનો રોલ મળ્યો જોકે આ ફિલ્મ પણ ફ્લૉપ જ રહી હતી.
3 વર્ષ સુધી કોઈ કામ નહોતું મળ્યું
- વર્ષ 2014માં આવેલી રિયાની ત્રીજી ફિલ્મ સોનાલી કેબલ પણ ફ્લૉપ રહી હતી. ત્યારબાદ તેણે 3 વર્ષ સુધી કોઈ કામ મળ્યું ન હતું.
- વર્ષ 2017માં ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘દોબારા: સી યોર ઈવિલ’ ફિલ્મોમાં કામ મળ્યું જોકે તે પણ ફ્લૉપ રહી હતી. ત્યારબાદ વર્ષ 2017માં બેંક ચોર અને વર્ષ 2018માં જલેબીમાં રિયાને લીડ રોલ કરવાની તક મળી. જોકે આ ફિલ્મ પણ એટલું સારું પ્રદર્શન કરી શકી ન હતી. ત્યારબાદ રિયાએ કોઈ પણ ફિલ્મમાં કામ નથી કર્યું.
- રિયાનું 8 વર્ષનું ફિલ્મી કરિયર કઈ ખાસ નહોતું રહ્યું. રિયા અને સુશાંત માટે રુમી જાફરી એક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા તેનું શૂટિંગ મે મહિનામાં શરૂ થવાનું હતું, પરંતુ લોકડાઉનમાં તે થઈ શક્યું નહીં.
10થી 15 લાખની વાર્ષિક કમાણી
28 વર્ષની રિયાના છેલ્લા 2 વર્ષના ITR પ્રમાણે, તેની વાર્ષિક કમાણી 10થી 15 લાખ રૂપિયા છે, પરંતુ તેની પાસે મુંબઈમાં 2 કરોડની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી રિયાએ કેવી રીતે મેળવી ED તેની તપાસ કરી રહી છે. રિયા પર સુશાંતના 15 કરોડ રૂપિયા સગેવગે કરવાનો પણ આરોપ છે.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3થી 5 લાખ રૂપિયા મળતા હતા
દિવ્ય ભાસ્કરને બોલિવૂડના ટ્રેડ એનાલિસ્ટે જણાવ્યું કે રિયાની એક ફિલ્મની ફી 25થી 30 લાખ રૂપિયાથી વધારે નહીં હોય. તો એડ ગુરુઓના જણાવ્યા અનુસાર, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે રિયાને 3થી 5 લાખ રૂપિયા જ મળતા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aaXcdi
https://ift.tt/3io5PE5
No comments:
Post a Comment
If you have any doubts please let me know!