સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે ED ફરીથી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. આની પહેલાં પણ EDએ તેની સાથે 8 કલાક પૂછપરછ કરી હતી. રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક સાથે ત્રીજીવાર, પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી સાથે પ્રથમવાર અને બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી સાથે બીજીવાર પૂછપરછ કરશે. આ દરેકને આજે મુંબઈની ઓફિસ પર હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
EDએ 31 જુલાઈએ સુશાંત સિંહ રાજપૂતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાની હેરફેર બાબતે રિયા સહિત અન્ય 6 લોકો સામે કેસ ફાઈલ કર્યો છે. શરૂઆતમાં રિયાએ તપાસમાં સહકાર ન કર્યો. ક્યારેક તે બીમારી વિશે કહે છે તો ક્યારેક કોઈ પ્રશ્નનો જવાબ તેને યાદ નથી એમ કહે છે. તેણે સુશાંતના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાના આરોપને ખોટા કહ્યા છે. તેણે 7 ફિલ્મ કરી અને તેમાંથી જ કમાણી કરી છે તેવું કહ્યું હતું.
રવિવારે 18 કલાક પૂછપરછ ચાલી
આની પહેલાં રિયાના ભાઈ શોવિક સાથે EDએ આશરે 18 કલાક પૂછપરછ કરી હતી. સુશાંતના કેસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી પૂછપરછ છે. શોવિક શનિવારે સવારે 11 વાગ્યે ઓફિસ પહોંચ્યો હતો અને બીજે દિવસે સવારે આશરે 6:25 વાગ્યે ઘરે જવા રવાના થયો હતો.
EDને શોવિકના જવાબોથી સંતોષ નથી
EDએ શોવિકને રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર કંપનીઓ, ફ્લેટ્સ, આવક, ખર્ચા અને સુશાંતને લઇને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત શોવિક પર પોતાની કંપનીમાં સુશાંતના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. રિપોર્ટ પ્રમાણે, પૂછપરછ આટલી લાંબી ચાલી તો પણ EDને શોવિકના જવાબોથી સંતોષ મળ્યો નથી. તેણે પ્રશ્નોના જવાબ ગોલમાલ કરીને આપ્યા. આની પહેલાં શુક્રવારે શોવિક સાથે આશરે 5 કલાક પૂછપરછ ચાલી હતી
7 ઓગસ્ટે રિયાએ પૂછપરછમાં વધારે સહકાર આપ્યો નહોતો. આજે તેની પૂછપરછ લાંબી ચાલી શકે છે. EDએ તેને પ્રોપર્ટીના દરેક પેપર પણ સાથે લાવવાના કહ્યા છે. આજે રિયાની આવક, રોકાણ, બિઝનેસ અને અન્ય પૈસાની લેવડ-દેવડ પર ED પ્રશ્નો કરશે.
EDએ 5 વર્ષનો ઇન્કમ ટેક્સ રેકોર્ડ માગ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ EDએ રિયાને 5 વર્ષનો ઇન્કમ ટેક્સ રેકોર્ડ બતાવવા માટે કહ્યું છે. બીજા પણ અમુક ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા, જેના માટે રિયાના ભાઈ શોવિકને બે કલાકની પૂછપરછ બાદ ઘર મોકલવામાં આવ્યો હતો. શોવિક ડોક્યુમેન્ટ્સ સાથે પરત આવ્યો અને રિયા સાથે જ રહ્યો. રિયા અને શોવિક સિવાય સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીને પણ ED ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.
સુશાંતના પરિવારનો રિયા પર આક્ષેપ
સુશાંતના પરિવારે રિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે સુશાંતના પરિવારના સભ્યોના ઈન્શ્યોરન્સ તથા અન્ય સંપત્તિને હાંસલ કરવા માટે રિયા, સુશાંત પર દબાણ કરતી હતી. સૂત્રોના મતે, રિયાએ સુશાંત પર પરિવારથી અલગ થવાનું દબાણ કર્યું હતું.
રિયાએ આ દરમિયાન 15 કરોડ રૂપિયાની હેરાફેરીના આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યાં હતાં. તેણે કહ્યું હતું કે તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધી સાત ફિલ્મ કરી અને તેણે ફિલ્મમાંથી થયેલી કમાણીમાંથી પોતાની જરૂરિયાત પૂરી કરી છે. સુશાંત તેની પર પૈસા ખર્ચ કરતો હતો પરંતુ તે પોતાની મરજી તથા સમજણથી કરતો હતો.
25 જુલાઈએ પટનામાં કેસ રજિસ્ટર થયો
સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iusLRV
https://ift.tt/3gULIwI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!