ન્યુઝીલેન્ડ કોરોનાવાઈરસ સંક્રમણને કંટ્રોલ કરીને કોરોના ફ્રી દેશોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ત્યાં થિયેટરો ખુલી ગયા છે. સૌથી ખાસ વાત એ છે કે, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાને ન્યુઝીલેન્ડમાં પહેલી થિયેટર રિલીઝ પણ મળી ગઈ છે. ત્યાંના લીડિંગ હિન્દી રેડિયો ચેનલ, રેડિયો તરાનાએ ઓકલેન્ડના હોયત્સ સિનેમામાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખ્યું હતું.
ઓડિયન્સે એક મિનિટ માટે મૌન રાખીને ટ્રિબ્યુટ આપી
રેડિયો તરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ સ્ક્રીનિંગનો વીડિયો શેર કર્યો છે. જેમાં ત્યાં હાજર લોકોએ એક મિનિટનું મૌન રાખીને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યુઝીલેન્ડ એવા કેટલાક દેશોમાંથી એક છે, જ્યાં થિયેટર ખોલી દેવામાં આવ્યા છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે આ ફિલ્મને જોઈ. ફિલ્મનું સ્ક્રીનિંગ 7 ઓગસ્ટે રાખવામાં આવ્યું હતું.
IMDB પર 10 રેટિંગ્સ
દિલ બેચારા સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘીની ફિલ્મ છે. જેનું નિર્દેશન મુકેશ છાબરાએ કર્યું છે. તેને ઈન્ટરનેટ મૂવી ડેટા બેસ પર 10માંથી 10 રેટિંગ્સ મળ્યા છે. દિલ બેચારાનું ટ્રેલર અત્યાર સુધી દુનિયામાં સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ટ્રેલરને 8.7 કરોડથી વધારે લોકોએ જોયું છે. ફિલ્મ 24 જુલાએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
OTTમાં પણ ટોપ પર દિલ બેચારા
ઓરમેક્સ મીડિયાએ OTT પર રિલીઝ ફિલ્મોનું એક લિસ્ટ બનાવ્યું છે. જેમાં ઓડિયન્સ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવેલી ફિલ્મો સામેલ છે. સુશાંતની છેલ્લી ફિલ્મની રિલીઝને પહેલા 24 કલાકમાં જ 9.5 કરોડ વ્યૂઝ મળ્યા હતા. આ ફિલ્મ ફ્રી ઓફ કોસ્ટ હતી. આ લિસ્ટમાં શકુંતલા દેવીને પાછળ છોડીને સુશાંતની ફિલ્મ પ્રથમ નંબર પર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31POLQz
https://ift.tt/2DZ81Ty
No comments:
Post a Comment
If you have any doubts please let me know!