Saturday, August 8, 2020

સમીર શર્માનાં મૃત્યુ વિશે સાંભળી મિત્ર સમીર સોની આખી રાત રડતો રહ્યો, થોડા દિવસ પહેલાં બંને મળ્યા ત્યારે એક્ટરે માફી માગી હતી

‘યે રિશ્તે હૈ પ્યાર કે’ એક્ટર સમીર શર્માએ 44 વર્ષની ઉંમર આત્મહત્યા કરી છે. તેમનો મૃતદેહ આત્મહત્યા કર્યાને બે દિવસ પછી 6 જૂને તેના મલાડ સ્થિત ફ્લેટમાં વોચમેને જોયો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીમાં બધાને સમીરના આ પહલાંથી આંચકો લાગ્યો છે. આ દરમિયાન તેનો નજીકનો મિત્ર સમીર સોની આ સમાચાર સાંભળીને આખી રાત રડતો રહ્યો હતો. તેણે કહ્યું કે, હું સમીરનાં મૃત્યુને થોડા દિવસ પહેલાં જ તેના ઘરે ગયો હતો.

એક્ટરની આત્મહત્યા વિશે મિત્ર સમીર સોનીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું, ‘સમીર ઘણો ક્રિએટિવ અને સમજું માણસ હતો. જૂન મહિનામાં તેણે પોતાના ઘરે પુણે જવા માટે કાર માગી હતી. નસીબજોગે એ કારનો અકસ્માત થઇ ગયો પરંતુ તેણે મને આ વાતની જાણ કરી નહોતી. થોડા દિવસ પછી પોલીસે મને ફોન કરીને કહ્યું કે, મારી કાર રસ્તાને કિનારે પડેલી મળી છે. આ વિશે મેં સમીરને પૂછ્યું તો તેણે ના પાડી દીધી. એ પછી મેં આ વિષય વિશે કોઈ વાત ન કરી. તેના એક મહિના પછી મને લાગ્યું કે બધું યોગ્ય નથી.’

સમીર શર્માએ પોતાની છેલ્લી મુલાકાત વિશે કહ્યું કે, ‘ગયા અઠવાડિયે હું તેને મળવા મલાડમાં તેના ઘરે ગયો હતો. તે વખતે તેણે અકસ્માત બદલ મારી માફી માગી હતી. તેની તબિયત સારી નહોતી આથી હું ઉતાવળમાં ઘરેથી નીકળી ગયો અને થોડા દિવસ પછી મને આ સમાચાર મળ્યા. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તે મારી જિંદગીમાંથી ચાલ્યો ગયો છે. જો તેની લાઇફમાં કોઈ પર્સનલ પ્રોબ્લેમ હતા તો કાશ તે કોઈને મળી લેતો.’

સમીર સોની અને સમીર શર્માની પ્રથમ મુલાકાત ‘દિલ ક્યાં ચાહતા હૈ’(2005)ના સેટ પર થઇ હતી. બંને આ શોનો ભાગ હતા. સેટ પર થયેલી દોસ્તી હજુ સુધી અકબંધ હતી. થોડા વર્ષો પહેલાં બંનેનો કોન્ટેક્ટ નહોતો પણ 2019માં તેમની મિત્રતા મજબૂત થઇ ગઈ. સમીર શર્મા હાલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ શોમાં હતો. આ ઉપરાંત તે ‘કહાની ઘર ઘર કી’ અને ‘સાસ ભી કભી બહુ થી’માં પણ કામ કરી ચૂક્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sameer Soni, Who Was Crying All Day After Hearing The News Of Close Friend Sameer Sharma's Suicide, He Had Apologized In The Meeting Just Few Days Ago


from Divya Bhaskar https://ift.tt/2XFxPLy
https://ift.tt/3ii9iEb

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...