સુશાંત સિંહ રાજપૂતના મોત તથા દિશા સલિયનની આત્મહત્યાને એકબીજા સાથે સાંકળીને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. આ જ કારણથી દિશાના પિતા સતીશ સલિયને મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આ ફરિયાદ ત્રણ લોકો વિરુદ્ધ કરવામાં આવી છે, જેમાં પુનિત વશિષ્ઠ, સંદીપ મલાન તથા નમન શર્માના નામ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણેય લોકોએ દિશા સલિયનના મોત પર વિવિધ પ્રકારની અફવા ફેલાવી હતી.
પરિવારે કડક કાર્યવાહીની માગણી કરી
દિશાના પિતાએ આ ત્રણેય લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. દિશા અંગે નેગેટિવ વાતો ફેલાવવાથી પરિવાર દુઃખી છે. દિશાના પરિવારે હંમેશાં પોતાની દીકરીના મોતનું કારણ આત્મહત્યા હોવાનું કહ્યું હતું પરંતુ અનેક લોકોએ આ આત્મહત્યા પર શંકા વ્યક્ત કરી હતી.
11 ઓગસ્ટે સૂરજ પંચોલીએ પણ ફરિયાદ કરી હતી
આ પહેલા 11 ઓગસ્ટના રોજ દિશા સલિયન મોત કેસમાં પોતાનું નામ આવતા સૂરજ પંચોલીએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સાતા પાનાની આ ફરિયાદમાં સૂરજે આક્ષેપ મૂક્યો હતો કે તે દિશા સલિયનને ઓળખતો પણ નથી અને તેને ક્યારેય મળ્યો નથી. દિશાના મોત પાછળ તેનું નામ જોડીને મીડિયા તથા સોશિયલ મીડિયામાં ગમે તેવી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. તે ઈચ્છે છે કે માનસિક શોષણ કરનારા પર જલદીથી કાર્યવાહી કરવામાં આવે.
કપડાં વગર બૉડી મળ્યા હોવાની વાત મુંબઈ પોલીસે ફગાવી દીધી હતી
દિશાની ડેડ બૉડી પર એક પણ કપડાં ના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના ઝોન 11ના DCP વિશાલ ઠાકુરે કહ્યું હતું, સ્પષ્ટતા કરવા માગે છે કે દિશા સલિયનની બૉડી ન્યૂડ મળી હોવાના સમાચાર તદ્દન ખોટા છે. દિશાએ આત્મહત્યા કરી તે સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શબનું પંચનામું કર્યું હતું. આ સમયે દિશાના પેરેન્ટ્સ પણ હાજર હતાં. દિશાએ છેલ્લો કૉલ તેની મિત્ર અંકિતાને કર્યો હતો અને તેનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે. અત્યાર સુધી 20-25 લોકોના નિવેદન લેવામાં આવ્યાં છે.
આઠ જૂનના રોજ દિશાએ આત્મહત્યા કરી હતી
દિશાએ આઠ જૂનના રોજ મલાડ સ્થિત એક બિલ્ડિંગના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આથી જ પોલીસે આને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. દિશાના મોતના છ દિવસ બાદ એટલે કે14 જૂનના રોજ સુશાંતનું પણ મોત થયું હતું. ત્યારબાદથી જ સોશિયલ મીડિયામાં આ બંને મોત વચ્ચે કોઈ કનેક્શન હોવાની ચર્ચા થઈ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aqiALK
https://ift.tt/31T1B0u
No comments:
Post a Comment
If you have any doubts please let me know!