Monday, August 10, 2020

સુશાંતની બહેને કહ્યું, તે પ્રિયંકાની સૌથી વધુ નિકટ હતો, રિયાનો દાવો હતો- સુશાંત બહેનથી નારાજ હતો

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં રિયા ચક્રવર્તીએ વ્હોટ્સએપ ચેટ શૅર કરીને આક્ષેપ મૂક્યો હતો કે સુશાંત પોતાની બહેન પ્રિયંકાથી નારાજ હતો. તેણે પોતાની બહેનને દુષ્ટ કહી હતી. હવે સુશાંતની બીજી બહેન શ્વેતા સિંહે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. શ્વેતાએ બે વીડિયો પોસ્ટ કર્યા હતા. આ વીડિયોમાં સુશાંતે એમ કહ્યું હતું કે તે પ્રિયંકાની સૌથી વધુ નિકટ છે.

વીડિયોમાં સુશાંતનો એક ઈન્ટરવ્યૂ છે. એક્ટરે આ ઈન્ટરવ્યૂ ફિલ્મ ક્રિટિક તથા ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાને આપ્યો હતો. વીડિયોમાં સુશાંતને પૂછવામાં આવ્યું હતું કે તે કોની સૌથી વધુ નિકટ છે? જેના જવાબમાં એક્ટરે બહેન પ્રિયંકાનું નામ લીધું હતું અને તેની સાથે પવિત્ર સંબંધ હોવાની વાત કહી હતી. શ્વેતાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેણે સ્વીકાર કર્યું હતું કે તે પોતાની બહેન પ્રિયંકા (સોનુ દી)ની સૌથી વધુ નિકટ હતો, કારણ કે તે તેને સમજતી હતી.

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પણ ભડકી
રિયાએ વ્હોટ્સએપ ચેટ શૅર કરતા ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પણ ગુસ્સે થઈ હતી. કામ્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું, તે સાબિત શું કરવા માગે છે. ભાઈ-બહેનમાં ઝઘડા થતા રહે છે અને તે કોઈ મોટી વાત નથી. સૌથી જરૂરી એ વાત છે કે તે સમયે તે તારી સાથે રહેતો હતો, પોતાની બહેનો સાથે નહીં. તમામ ક્રેડિટ કાર્ડ્સ તે યુઝ કર્યા, તેની બહેનોએ નહીં.

શનિવારે રિયાએ વ્હોટ્સએપ ચેટ રિલીઝ કરી હતી
આઠ ઓગસ્ટના રોજ રિયાએ પોતાની લીગલ ટીમની મદદથી વ્હોટ્સએપ ચેટ શૅર કરી હતી. આ ચેટમાં સુશાંત, રિયાને પોતાની બહેન પ્રિયંકા અંગે વાત કરતો હતો. જોકે, આ ચેટમાં તારીખ, મહિનો અને વર્ષ સ્પષ્ટ નથી. સુશાંતે એક પછી એક પોતાની બહેન અંગે ઘણી વાતો રિયાને કહી હતી.

સુશાંતે પહેલા રિયાને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું, તારો પરિવાર ઘણો જ શાનદાર છે. સર (રિયાના પિતા) એકદમ યોગ્ય છે. શોવિકમાં સહાનુભૂતિ છે અને તું તો મારી જ છો. આ જરૂરી ફેરફાર પાછળ તું જ એક માત્ર પર્યાપ્ત કારણ છો. તમારી આસપાસ રહેવું મારા માટે આનંદની વાત છે. ચિયર્સ મારી દોસ્ત, મારી રોકસ્ટાર બનવા માટે. મહેરબાની કરીને હંમેશાં હસતી રહે, તું એમાં જ સારી લાગે છે. હું સૂવાનો પ્રયાસ કરું છું. કાશ મને જમીલા જેવું કોઈ સપનું આવી જાય. કેટલું સારું થશે ને? ટાટા..

રિયા એકવાર ફરીથી રાત્રે આઠ વાગે મેસેજ કરીને સુશાંતના હાલ-ચાલ પૂછે છે, જેના જવાબમાં સુશાંતે કહે છે, સારું નથી. મારી બહેન હવે સિડ ભાઈને વિક્ટિમ કાર્ડ રમીને મેનિપ્યુલેટ કરે છે. તે આ આખી વાતનું ધ્યાન બીજે દોરવા માગે છે. (એ જ વાત જે હું અને તું પાછળ છોડી રહ્યાં છીએ) મારી પર આવી જાય કે મેં ફિઝિકલી પનીશમેન્ટ તેમને આપી છે. આ બહુ જ નિરાશાજનક છે. ત્યારબાદ રિયાએ સુશાંતને કહ્યું હતું કે તે મિટિંગ બાદ તેને કૉલ કરે.

પછી સુશાંત એક મેસેજ રિયાને મોકલે છે. આ મેસેજ પ્રિયંકા માટે હોય છે. સુશાંતે કહ્યું હતું, તું કર આને, આવી ખરાબ હરકત માટે, શરાબના નશામાં છેડછાડમાં તું વિક્ટિમ કાર્ડ રમીને તેને કવરઅપ કરવાનો પ્રયાસ કરે છે. તો મારી પ્રેમાળ બહેન, ત્યાં આપણી માતા છે અને ભગવાન છે. જેમણે મને શીખવ્યું છે અને તે બોધપાઠ પ્રમાણે, આ એક ગુનો છે. જો તમને તમારા અહંકારને કારણે કંઈ ના દેખાતું હોય તો પછી ભગવાન જ તમારું ભલું કરે, કારણ કે હું ડરતો નથી અને આગળ પણ હું આ જ કામ ચાલુ રાખીશ. હું દુનિયામાં જરૂર ફેરફાર લાવતો રહીશ. ભગવાન અને પ્રકૃતિને નિર્ણય લેવા દો કે કોનું કામ યોગ્ય છે. (આ મેસેજ કદાચ સુશાંતે પોતાની બહેનને મોકલ્યો હતો અને રિયાને બતાવ્યો હતો.)

અન્ય એક મેસેજમાં સુશાંતે કહ્યું હતું, તેમણે તને મારી નજરની સામે માર માર્યો અને તે મારી બહેને કર્યું. લોકો એમ માની રહ્યાં છે કે તેણે દારૂના નશામાં આમ કર્યું છે અને તું તેમની વિક્ટિમ કાર્ડવાળી વાતોને માની પણ રહ્યો છે. પ્લીઝ મને એ પણ કહે કે તે અને મેં ઋષિકેશની બસમાં શું કર્યું હતું. જો આપણે બહેનના દૃષ્ટિકોણથી જોઈશું તો આપણે બંને વારંવાર શરમ અનુભવીશું. હું મહિલાઓની ઈજ્જત કરું છું અને તેમણે જ મને આ વાત શીખવી છે કે હંમેશાં સત્યનો સાથ આપો અને જે બરાબર છે, તેનાથી ડરવું નહીં. શું તને લાગે છે કે મારી દલીલ કરનારી એક પણ વાત મુશ્કેલી છે અને તેમનું કામ યોગ્ય છે. ભાઈ હું તમામ સંબંધો છોડી દઈશ અને વિશ્વમાં પોઝિટિવ ફેરફાર લાવવા માટે જે થઈ શકે છે, તેમાં જ લાગી જઈશ. તને જે યોગ્ય લાગે છે તે જ તું કરે. હું સમજી લઈશ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's sister said, he was closest to Priyanka, Rhea claimed- Sushant was annoyed with sister


from Divya Bhaskar https://ift.tt/3iuGlET
https://ift.tt/3gJK69f

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...