Sunday, August 9, 2020

સુશાંતની બહેને ન્યૂઝ એન્કરને રિયલ હીરો કહ્યો, શિવસેનાએ કહ્યું- મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો

સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં આ કેસમાં સતત ન્યાયની માગણી કરતા ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામીને રિયલ હીરો કહ્યો હતો. તો આ કેસના કવરેજ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નામ લેતા શિવસેનાએ અર્નબને પોતાના મુખપત્ર સામનામાં આડેહાથ લીધો હતો.

અર્નબને હીરો ગણાવીને સુશાંતની મોટી બહેને સોશિયલ મીડિયામાં લખ્યું હતું, આપણો અસલી હીરો, અમે બધા તમને પ્રેમ કરીએ છીએ અર્નબ, રિયલ હીરો અર્નબ, જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત. વોરિયર્સ ફોર સુશાંત.

શિવસેનાનો અર્નબ પર પ્રહાર
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તથા શિવસેનાની સરકાર છે અને વિરોધપક્ષમાં ભાજપ છે. શિવેસનાએ રવિવાર (નવ ઓગસ્ટ)ના રોજ પોતાના મુખપત્ર સામનામાં અર્નબ પર ચાબખા માર્યા હતા. શિવેસના નેતા સંજય રાઉતે લખ્યું હતું, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ન્યૂઝ ઍન્કર અર્નબ ગોસ્વામીનો અશિષ્ટ હુમલો જોયા બાદ NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સુપ્રીમો શરદ પવારે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે એક ન્યૂઝ ચેનલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે, તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી માત્ર એક વ્યક્તિ નથી હોતી પરંતુ એક સંસ્થા હોય છે.

પવારે કહ્યું હતું, આ સારો સંદેશ નથી
રાઉતના મતે પવારે તેમને ફોનમાં આગળ કહ્યું હતું, આ પ્રકારની વાતોથી સારો સંદેશ જઈ રહ્યો નથી અને એવું લાગે છે કે આ કેસમાં સરકાર શું કરી રહી છે? રાઉતે આક્ષેપ મૂક્યો હતો કે તે ચેનલ મુખ્યમંત્રી વિરુદ્ધ અશિષ્ટ ભાષામાં ઝેર ઓકી રહી છે અને તેને એટલા માટે સહન કરવામાં આવે છે કે તે ચેનલને મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીઓનું સમર્થન છે. આ કેસમાં સુશાંત માત્ર માધ્યમ છે અને આ કવરેજનો અસલી હેતુ ઉદ્ધવ ઠાકરે સરકારને બદનામ કરવાનો છે.

બિહાર-દિલ્હી પર રાજનીતિનો આક્ષેપ મૂક્યો
રાઉતે આગળ કહ્યું હતું, સુશાંત સિંહ રાજપૂતના મોત પર બિહાર તથા દિલ્હીમાં જે રીતે રાજકારણ રમાઈ રહ્યું છે, તેના પરથી મને લાગે છે કે આ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ એક સક્ષમ ફોર્સ છે અને સત્ય સામે લાવવાનો પૂરો પ્રયાસ કરે છે. કોઈ કેસને રાજકીય સ્વરૂપ આપવું અને તે માટે CBI, ED જેવી કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરવો તે સારી બાબત નથી.

શિવસેનાએ બિહાર પોલીસ પર સવાલ ઉઠાવ્યાં
આ સાથે જ શિવેસનાએ બિહાર પોલીસ પર સવાલ ઉઠાવ્યાં હતા અને કહ્યું હતું કે બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડેયે અર્નબ ગોસ્વામીને ઈન્ટરવ્યૂ આપ્યો તે પોલીસ દળ માટે નક્કી કરેલી શિસ્તનું ઉલ્લંઘન તથા મુંબઈ પોલીસની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારું હતું. શિવસેનાના મતે સુશાંત મોત કેસમાં બિહાર પોલીસની દખલગીરી બિનજરૂરી છે. શિવસેનાએ એમ પણ કહ્યું હતું કે સુશાંતના મોત પર રાજકારણ રમાઈ રહ્યું છે અને આ સ્પષ્ટ રીતે આત્મહત્યાનો કેસ હતો.

EDએ અત્યાર સુધી અનેક લોકોની પૂછપરછ કરી
સુશાંત કેસમાં ED મની લોન્ડરિંગ એન્ગલથી તપાસ કરી રહી છે. રિયાની સાડા આઠ કલાક તો એના ભાઈ શોવિકની 20 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત EDએ CA રિતેશ શાહ, સુશાંતની પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી તથા સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરી હતી.

સોમવારે ફરીવાર રિયાની પૂછપરછ થશે
આઠ ઓગસ્ટ, શુક્રવારના રોજ EDએ રિયાની પૂછપરછ કરી હતી પરંતુ તે યોગ્ય રીતે સવાલોના જવાબ આપી શકી નહોતી. હવે રિયાને 10 ઓગસ્ટના રોજ બીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's sister calls news anchor real hero, Shiv Sena says issue raised to discredit Maharashtra government


from Divya Bhaskar https://ift.tt/30ENkVJ
https://ift.tt/31yk6az

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...