Tuesday, August 11, 2020

સંજય દત્તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી, શુભેચ્છકોને ચિંતા ન કરવા અને બિનજરૂરી અટકળો પર ધ્યાન ન આપવા માટે કહ્યું

મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. મંગળવાર સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે આ માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ માટે આ બ્રેક લઈ રહ્યા છે.

પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, 'હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ. '

એક દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા મળી હતી
એક દિવસ પહેલા સંજયને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી. 61 વર્ષીય સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ અહીં તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

પ્રથમ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો
શનિવાર, આઠ ઓગસ્ટના રોજ સંજય દત્ત હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ PCR માટે સ્વૉબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ગભરાટ થતી હતી.

સંજયે ટ્વિટર પર હેલ્થ અપડેટ આપી હતી
સંજયે ટ્વિટર પર લખ્યું હતું, હું તમને બધાને જણાવવા માગું છું કે હું એકદમ સ્વસ્થ છું. હાલ મેડિકલ દેખરેખ હેઠળ છું અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે આવી જઈશ. તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.

સંજયને કોઈ સમસ્યા નથી
રવિવારે સંજયના નજીકના મિત્ર અને ફિલ્મ ડાયરેક્ટર અજય અરોરા ઉર્ફ બિટ્ટુએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 'સંજયને કોઈ મોટી સમસ્યા નથી.બદલાતા હવામાનને કારણે તેણે થોડીક તકલીફ થઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે વિચાર્યું કે બાકીના ટેસ્ટ પણ કરાવી લેવા જોઈએ. જો કે, તેમને કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો છે'.

સંજય દત્તની અપકમિંગ ફિલ્મ 'સડક -2' 28 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt announces break from work for medical treatment, urges well-wishers not to worry


from Divya Bhaskar https://ift.tt/2XMCJGn
https://ift.tt/3gRYz2U

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...