Tuesday, August 11, 2020

મુંબઈ પોલીસે સુપ્રીમ કોર્ટમાં સુશાંતનો ફાઈનલ ફોરેન્સિક રિપોર્ટ રજૂ કર્યો, ના ઝેર પીધું ના તો મારા-મારી થઈ

અંતે સુશાંત સિંહ રાજપૂતનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. આ પહેલાં વિસેરા રિપોર્ટ આવ્યો હતો. વિસેરા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ ‘ફાઉલ પ્લે’ થયું નથી. હવે કલિના ફોરેન્સિક લેબમાંથી ટૉક્સિકોલૉજી, લિટિગેશન માર્ક, નેલ સેમ્પલિંગ, સ્ટમક વૉશનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં પણ સુશાંતની સાથે કોઈ પણ પ્રકારનું ફાઉલ પ્લે હોવાની વાત સામે આવી નથી. મુંબઈ પોલીસે આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો.

ના ઝેર પીધું ના મારા-મારી થઈ હતી
DNAના એક અહેવાલ પ્રમાણે સુશાંતના સ્ટમક વૉશના રિપોર્ટ પરથી એ વાત સ્પષ્ટ થઈ કે સુશાંતને કોઈ ઝેરીલી વસ્તુ આપવામાં આવી નહોતી અને ના તેણે જાતે કોઈ ઝેરી વસ્તુ લીધી હતી. નખના સેમ્પલના રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે મોત સમયે કોઈની સાથે મારા-મારી થઈ નહોતી. આત્મહત્યા બાદ મોંમાંથી જે ફીણ નીકળ્યું તે કપડાં પર પડી ગયું હતું અને તે સૂકાઈ ગયા બાદ સફેદ ડાઘ જેવું લાગતું હતું. લિગચર રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે સુશાંતના શરીર પર કોઈ ઈજા કે મારા-મારીના નિશાન નથી.

અત્યાર સુધી આ કેસમાં શું થયું?
સુશાંડ ડેથ કેસની તપાસ હવે CBI કરી રહી છે. ED પણ આ કેસની તપાસ કરે છે. EDએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, પિતા ઈન્દ્રજીત, મેનેજર શ્રુતિ મોદી, સિદ્ધાર્થ પિઠાની, સુશાંતની બહેન મીતુની પૂછપરછ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mumbai Police submits final forensic report of Sushant in Supreme Court, neither poisoned nor killed


from Divya Bhaskar https://ift.tt/3gOAXMr
https://ift.tt/2F6Yrys

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...