Sunday, August 9, 2020

સુશાંતના પૂર્વ અસિસ્ટન્ટ અંકિત આચાર્યનો દાવો, હત્યારાઓએ ગળું દબાવવા માટે ડોગ ફઝના બેલ્ટનો ઉપયોગ કર્યો હતો

દરરોજ, દર કલાકે, દર મિનિટે સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કરી ચૂકેલા અંકિત આચાર્યે પોતાના એક ઈન્ટરવ્યૂમાં સુશાંતની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. અંકિતે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી નહોતી પરંતુ પાલતુ ડોગી ફઝના બેલ્ટથી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

અંકિતે કહ્યું, આ ચોખ્ખી રીતે હત્યા જ છે
અંકિતે આગળ કહ્યું હતું, મને ખબર છે કે સુશાંતભાઈ એકદમ ઠીક હતા. હું માની જ શકું તેમ નથી કે આ સુસાઈડ છે. આ હત્યા છે. ચાલો એક ક્ષણ માની પણ લઈએ કે સુશાંતભાઈએ ગળેફાંસો ખાધો હતો પરંતુ આવા કેસમાં હંમેશાં U (યુ) શેપનું નિશાન હોય છે, પરંતુ જ્યારે કોઈ તમારું ગળું દબાવે છે ત્યારે આ નિશાન O (ઓ) શેપનું હોય છે. સુશાંતભાઈના કેસમાં O (ઓ) શેપનું જ નિશાન જોવા મળ્યું છે. જો આ આત્મહત્યા હોત તો વ્યક્તિની જીભ અને આંખો બહાર હોત. સુશાંતભાઈની બૉડીમાં આવું કંઈ પણ જોવા મળ્યું નહોતું. આથી જ આ હત્યાનો કેસ છે.

ફઝના બેલ્ટથી સુશાંતનું ગળું દબાવ્યું
અંકિત આચાર્ય એક્ટર સુશાંતની સાથે 24 કલાક રહેતો હતો પરંતુ રિયા ચક્રવર્તીએ સુશાંતના જૂના સ્ટાફને બદલી નાખ્યો હતો. અંકિતે કહ્યું હતું, મારી પાસે હજી સુધી સુશાંતભાઈની ડેડ બૉડીની તસવીરો છે અને હું જાતે પણ આ અંગે તપાસ કરી રહ્યો છું. હું દાવા સાથે કહી શકું એમ છું કે હત્યારાઓએ ફઝના બેલ્ટથી સુશાંતનું ગળું દબાવ્યું હતું. તે બેલ્ટના જ નિશાન છે.

અંકિત CBI તપાસથી ખુશ છે
અંકિતે આગળ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનો કેસ CBIને હેન્ડઓવર થવાથી તે ઘણો જ ખુશ છે. તે ઈચ્છે છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ થાય અને સુશાંતને ન્યાય મળે. સુશાંતના હત્યારાઓને ફાંસીની સજા મળવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's former assistant Ankit Acharya claims the killers used Dog fudge's belt to strangle him


from Divya Bhaskar https://ift.tt/31DcRhD
https://ift.tt/33IwPd9

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...