Sunday, August 9, 2020

મુંબઈ પોલીસનો દાવો, દિશાની ડેડ બૉડી કપડાં સાથે જ મળી હતી, પંચનામું કરતાં સમયે માતા-પિતા હાજર હતાં

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને જ્યારે 14મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ડેડ બૉડી પર એક પણ કપડાં ના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, હવે મુંબઈ પોલીસ તરફથી DCP વિશાલ ઠાકુરે એક નિવેદનમાં કહ્યું હતું કે દિશાની ડેડ બૉડી ન્યૂડ નહોતી.

મુંબઈ પોલીસમાં ઝોન 11ના DCP વિશાલ ઠાકુરે કહ્યું હતું, સ્પષ્ટ કહેવા ઈચ્છે છે કે દિશા સલિયનની બૉડી ન્યૂડ મળી હોવાના સમાચાર તદ્દન ખોટા છે. દિશાએ આત્મહત્યા કરી તે સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શબનું પંચનામું કર્યું હતું. આ સમયે દિશાના પેરેન્ટ્સ પણ હાજર હતાં. દિશાએ છેલ્લો કૉલ તેની મિત્ર અંકિતાને કર્યો હતો અને તેનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે. અત્યાર સુધી 20-25 લોકોના નિવેદન લેવામાં આવ્યાં છે.

પીએમ રિપોર્ટના આધારે દાવો કરવામાં આવ્યો હતો
આ પહેલાં દિશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે અનેક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે સમયે દિશાનું મોત થયું તે સમયે તેના શરીર પર એક પણ કપડું નહોતું. આ સાથએ જ ઓટોપ્સી રિપોર્ટમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈજાના નિશાન હોવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ અવસાનના બે દિવસ પછી કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આઠ જૂનના રોજ દિશાએ આત્મહત્યા કરી હતી
દિશાએ આઠ જૂનના રોજ મલાડ સ્થિત એક બિલ્ડિંગના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આથી જ પોલીસે આને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. દિશાના મોતના છ દિવસ બાદ 14 જૂનના રોજ સુશાંતનું પણ મોત થયું હતું. ત્યારબાદથી જ સોશિયલ મીડિયામાં આ બંને મોત વચ્ચે કોઈ કનેક્શન હોવાની ચર્ચા થઈ રહી છે.

હાલમાં દિશાનો છેલ્લો વીડિયો વાઈરલ થયો
હાલમાં જ સોશિયલ મીડિયામાં દિશાનો એક વીડિયો વાઈરલ થયો હતો. દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો દિશાના મૃત્યુના એક કલાક પહેલાનો છે. વીડિયોમાં દિશા પોતાના મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. દિશાએ આ વીડિયો આઠ જૂનની રાત્રે 11 વાગીને 48 મિનિટ પર વ્હોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ કર્યો હતો અને કલાક બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી.

માતાએ કહ્યું, મારી દીકરીને લઈ ખોટી વાતો થઈ રહી છે
ઇન્ડિયા ટુડે સાથેની વાત દરમિયાન દિશાની માતા વસંતીએ કહ્યું હતું, મારી દીકરી વિશે મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સત્ય તો એ છે કે આ બધી વાતો ખોટી છે અને અફવા છે. વધુમાં વસંતીએ એવું પણ કહ્યું હતું કે દિશાના કેસને મુંબઈની પોલીસ હેન્ડલ કરી રહી છે અને આ કેસમાં બે વાર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. તેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને રેકોર્ડ છે. મુંબઈ પોલીસ સતત તેમનું બેસ્ટ કામ આપી રહી છે, કારણ કે જ્યારે તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો હતો, તેમાં એવી કોઈ વાત નહોતી, જે હાલમાં તેમને કહેવામાં આવી હતી. તેમને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે.

પિતાએ ઈમેજ ખરાબ કરવાનો આક્ષેપ મૂક્યો
દિશાના પિતા સતીશ સલિયને મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી કે તેમની દીકરીની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની દીકરી વિશે સોશિયલ મીડિયામાં ખોટી અને વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, જેનાથી તેમના પરિવારની ઇમેજ ખરાબ થઇ રહી છે. દિશાની માતાએ એ વાતોનું ખંડન કર્યું હતું, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે દિશા તેના મૃત્યુના દિવસે પાર્ટી કરી રહી હતી અને તે જ પાર્ટીમાં તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mumbai police claim,disha's dead body was found with clothes, parents were present at the time of panchnama


from Divya Bhaskar https://ift.tt/31xy0JX
https://ift.tt/2XJHj8v

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...