Tuesday, August 11, 2020

‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’

‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ ફિલ્મમાં એ બહાદુર મહિલાની વાત કરવામાં આવી છે, જે કારગિલ લડાઈમાં ભારતીય એરફોર્સમાં સામેલ એકમાત્ર પાયલટ મહિલા હતી. જોકે હાલ આ સંખ્યા 1600થી વધારે છે. ગુંજનની ગાથા જીદ અને જુનુન સાથેની છે. ગુંજનને પિતા દ્વારા એ પાઠ મળ્યો કે ક્યારે પણ આશાઓ ન છોડવી જોઈએ.

ફિલ્મમાં દર્શાવાયું છે કે, લગ્ન અને રસોડાની જવાબદારીઓ સુધી સીમિત વિચાર રાખનારા સમાજ અને સિસ્ટમની સામે ગુંજન કેવી રીતે ઈતિહાસ રચે છે. કરણ જોહરે આ ફિલ્મની સ્ટોરીની જવાબદારી નવા ડાયરેક્ટર શરણ શર્મા અને 1 જ ફિલ્મ કરી ચૂકેલી જાન્હવી કપૂરને આપી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, વિનીત કુમાર સિંહ, માનવ વિજ અને આયેશા રજા મિશ્રા સહિતના અનુભવી સ્ટાર્સ પણ છે.

પંકજ ત્રિપાઠીએ ફિલ્મમાં ગુંજન સક્સેનાના પિતાનો રોલ કર્યો છે. પંકજ ત્રિપાઠીએ શાંત સ્વભાવના અને ઊંચા વિચારો રાખનારા પિતાના રોલને જીવંત કર્યો છે. આ પહેલાં તેણે ‘બરેલી કી બર્ફી’માં પણ કૃતિ સેનનના પિતાનો રોલ કરી લોકોને ચોંકાવ્યા હતા. આ ફિલ્મમાં પણ તે કૂલ ડેડી બન્યો હતો. તેના રોલથી આદર્શ પિતા કેવી રીતે બનાય તે જાણવા મળે છે. ફિલ્મમાં દીકરી અને પિતાનો સંબંધ ગંભીર રીતે દર્શાવાયો નથી. જો તેને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત.

ફ્લાઈટ કમાન્ડન્ટ દિલીપ સિંહના પુરુષપ્રધાન વિચારોને વિનીત કુમાર સિંહે સારી રીતે દર્શાવ્યા છે. કમાન્ડિંગ ઓફિસર બનેલા માનવ વિજ સંપૂર્ણ રીતે તેના કેરેક્ટરમાં જોવા મળે છે. ચહેરા પર કડકાઈ રાખીને તેણે સારું કામ આપ્યું છે. જોકે ફિલ્મમાં લીડ રોલ કરી રહેલી જાન્હવી કપૂર અને તેના ભાઈ બનેલા અંગદ બેદી તેમના રોલને એટલા સારી રીતે નથી પિરસી શક્યા. તેનું કારણ કદાચ ફિલ્મનું રાઈટિંગ હોઈ શકે છે.

જાન્હવીની આંખોમાં ગમગીનતા
ડાયરેક્ટર શરણ શર્માએ કેરેક્ટર્સને અંડરપ્લે કરવામાં ઘણી જગ્યાએ ઓડિયન્સને નિરાશ કરી છે. ગુંજન સક્સેના જેવી ઊર્જાવાન અને મહત્ત્વકાંક્ષી મહિલાનું કેરેક્ટર ફિલ્મમાં સારી રીતે નથી ઉભરી રહ્યું. જાન્હવીએ ચોકક્સથી ગુંજનનું કેરેક્ટર્સ કલરફુલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ જાન્હવી તેને સ્ક્રીન પર ટ્રાન્સલેટ નથી કરી શકી. આખી ફિલ્મમાં તેની આંખોમાં એક ચમકને બદલે ગમગીનતા જોવા મળે છે. ફિલ્મમાં ગુંજનના આર્મી ઓફિસર ભાઈ બનેલા અંગદ બેદીએ પણ તેને રિયલ કેરેક્ટરની ઓરા રિફ્લેક્ટ નથી કરી.

ગત અઠવાડિયે લોકોએ ‘શકુંતલા દેવી’માં વિદ્યા બાલને શાનદાર પફોર્મન્સમાં જોઈ છે. તેથી આ બંને બાયોપિક વચ્ચે સરખામણી થાય તે વાત સ્વભાવિક છે. વિદ્યા બાલન જેવું કેરેક્ટર નિભાવવામાં જાન્હવીને હજુ સમય લાગશે.

ફિલ્માં ડાયલોગ પણ સાધારણ​​​​​​​
ફિલ્માં ડાયલોગ પણ સાધારણ છે. ‘આંસુ બહાને સે અચ્છા પસીના બહા લે તે’ અને ‘જો મહેનત કા સાથ નહીં છોડતે, કિસ્મત ઉનકા સાથ નહીં છોડતી’ જેવા ડાયલોગ બેઝિક છે. તેથી ફિલ્મના ડાયલોગ પણ એટલી ઈફેક્ટ નથી આપી રહ્યા. રેખા ભારદ્વાજે જે સોન્ગ ગાયું છે, તેને ફિલ્મનું કોર કહી શકાય. અમિત ત્રિવેદીએ સંગીતમાં એટલું સારું પફોર્મન્સ નથી આપ્યું.

ફિલ્મમાં ટીમનું ધ્યાન એરફોર્સ પાયલટની ટ્રેનિંગની ટેક્નિકમાં છે. SSB સિલેક્શવાળો પાર્ટ પણ સારો છે. કારગિલને જ્યોર્જિયામાં રિક્રિએટ કરાયું છે. તેમાં સારા એરિયલ શોર્ટ લેવામાં આવ્યા છે. ‘ગજની’ અને ‘રબને બના દી જોડી’ જેવી ફિલ્મમાં કેમેરા વર્ક કરી ચૂક્યો માનુષ નંદને આ ફિલ્મમાં સારું કેમેરા વર્ક કર્યું છે. ફિલ્મ શરૂ થયાના 30 મિનિટ સુધી સારું એન્ગેજમેન્ટ આપે છે. પિતા અને દીકરીના રિલેશનને પણ કેમેરામાં સારી રીતે દર્શાવાયું છે. તમામ પાસાઓ બાદ પણ ફિલ્મમાં જાણે કોઈક વસ્તુની ખોટ વર્તાઈ રહી છે.

ગુંજન સક્સેના: ધ કારલિગ ગર્લ
કલાકાર- જાન્હવી કપૂર, પંકજ ત્રિપાઠી, વિનીત કુમાર સિંહ, માનવ વિજ
સમય- 1 કલાક 51 મિનિટ, સ્ટાર- 3/5, ક્યાં જોઈ શકશો- OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gunjan Saxena The Kargil Girl Movie Review : Janhvi Kapoor Playes A Woman Full Of Passion And Stubbornness, Faced With Challenges; The Sadness Of Janhvi's Eyes Is Disturbing In The Film


from Divya Bhaskar https://ift.tt/2DTOCmO
https://ift.tt/2PFR7f8

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...