Monday, August 17, 2020

આદિત્ય ચોપરા પિતા યશ ચોપરાની બર્થ એનિવર્સરી ખાસ અંદાજમાં મનાવશે, સાતથી નવ ફિલ્મની જાહેરાત કરશે

યશરાજ ફિલ્મ યશ ચોપરાની બર્થ એનિવર્સરીને ખાસ બનાવવા માટે અલગ તૈયારી કરી રહ્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ યશ ચોપરાની 88મી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે તેમનો દીકરો આદિત્ય ચોપરા સાતથી નવ ફિલ્મની જાહેરાત કરશે. સ્વર્ગીય પિતાની યાદમાં આદિત્ય ‘પ્રોજેક્ટ 50’ના નામથી આ ફિલ્મની જાહેરાત કરશે.

આદિત્ય 27 સપ્ટેમ્બરે તમામ ફિલ્મના નામ, કલાકારો તથા ડિરેક્ટરના નામનો ખુલાસો કરશે. તે પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઈચ્છે છે. ટ્રેડ પંડિતોના મતે, આ દિવસે સાતથી નવ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. આ તમામ ફિલ્મ આગામી મહિનાઓથી ફ્લોર પર જશે, આમાંથી ચાર ફિલ્મમાં શાહરુખ ખાન, અજય દેવગન, વિકી કૌશલ તથા સલમાન ખાન હશે.

શાહરુખ ખાનની ફિલ્મનું નામ ‘પઠાન’ હોઈ શકે છે
માનવામાં આવે છે કે શાહરુખ ખાનની ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરશે. આ ફિલ્મનું નામ ‘પઠાન’ હોઈ શકે છે. જોકે, આ ટાઈટલ સિવાય અન્ય બે-ત્રણ ટાઈટલ પણ રાખવામાં આવ્યા છે. હાલમાં ‘પઠાન’ વર્કિંગ ટાઇટલ છે. બની શકે કે ફિલ્મની જાહેરાત થાય ત્યારે ‘પઠાન’ને બદલે અન્ય કોઈ ટાઇટલની જાહેરાત કરવામાં આવે. જોકે, એ વાત નક્કી છે કે આ ફિલ્મ એક્શન ફિલ્મ હશે. સિદ્ધાર્થ આનંદની ‘વૉર’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

સલમાન ખાન પહેલી જ વાર મનિષ શર્મા સાથે કામ કરશે
સલમાન ખાનની ફિલ્મનું ડિરેક્શન મનિષ શર્મા કરશે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈં’ની સિક્વલ હશે. સલમાન તથા મનિષ પહેલી જ વાર સાથે કામ કરશે.

વિકી કૌશલની ફિલ્મને વિજય કૃષ્ણ ડિરેક્ટ કરશે
વિકી કૌશલે પોતાની કોમેડી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ તે ફિલ્મ સંદર્ભે આદિત્ય ચોપરાને મળ્યો પણ હતો. એક્શન ફિલ્મ બનાવનારા વિજય કૃષ્ણ આચાર્ય આ કોમેડી ફિલ્મને ડિરેક્ટ કરશે.

અજય દેવગન પહેલી જ વાર યશરાજ સાથે કામ કરશે
અજય દેવગનની ફિલ્મનું ડિરેક્શન શિવ રવૈલ કરશે. બંને પહેલી જ વાર યશરાજ બેનર હેઠળ કામ કરશે.

બાકીની ત્રણથી પાંચ ફિલ્મમાં આ કલાકારો હોઈ શકે છે
આ ચાર ફિલ્મ ઉપરાંત અન્ય પાંચ ફિલ્મ કઈ હશે તેના પર હજી સુધી સસ્પેન્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ફિલ્મમાં રણવીર સિંહ, રાની મુખર્જી તથા આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. બાકીની બે ફિલ્મ અંગે હજી સુધી કોઈ માહિતી મળી શકી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aditya Chopra to celebrate Yash Chopra's birth anniversary in a special way, to announce seven to nine films


from Divya Bhaskar https://ift.tt/3kQfAg9
https://ift.tt/2EcB461

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...