Monday, August 17, 2020

જીવન-મરણની લડાઈ લડતાં ડિરેક્ટર નિશિકાંત કામત માટે ચાહકોએ દુઆ માગી, શ્રદ્ધાંજલિ આપનાર સેલેબ્સે ભૂલ સુધારી

‘ફોર્સ’ તથા ‘દૃશ્યમ’ જેવી ફિલ્મ બનાવનાર ડિરેક્ટર નિશિકાંત કામતની તબિયત ઘણી જ નાજુક છે અને તેઓ હૈદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. આજ સવારે (17 ઓગસ્ટ) તેમના અવસાનના ખોટા ન્યૂઝ આવ્યા બાદ કેટલાક સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, ભૂલનો ખ્યાલ આવતા જ તેઓ કામત માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. ચાહકોએ પણ નિશિકાંત કામત માટે ભગવાન પાસે દુઆ માગી હતી.

રિતેશ દેશમુખે નિશિકાંત પર બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં કહ્યું હતું, નિશિકાંત કામત વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેઓ હજી પણ જીવિત છે અને લડી રહ્યા છે. ચાલો, તેમના માટે પ્રાર્થના કરીએ. ત્યારબાદ બીજી એક ટ્વીટમાં તેણે કહ્યું હતું, તમામ સન્માનિત મીડિયા સંસ્થાઓએ નિશિકાંત કામત અંગે જે સમાચાર બતાવ્યા, તે તમામને નિવેદન છે કે તેઓ એક સ્પષ્ટીકરણ પણ આપી દે.

રેણુકા શહાણેએ ભૂલ સુધારી, લાંબી ઉંમર માટે દુઆ માગી

સ્વરા ભાસ્કરે માફી માગીને રિતેશનો આભાર વ્યક્ત કર્યો

અબ્બાસ-મસ્તાને પ્રાર્થના કરી

સુચિત્રા કૃષ્ણામૂર્તિએ કહ્યું, સાંભળીને રાહત થઈ

મિલાપ ઝવેરીએ કહ્યું, તેઓ ગંભીર પરંતુ જીવે છે

શ્રુતિ સેઠે પ્રેમ અને દુઆઓ મોકલી

કાસ્ટિંગ ડિરેક્ટર તથા ફિલ્મમેકર મુકેશ છાબરાએ પ્રાર્થના કરી

એક્ટર શરદ કેલકરે પણ દુઆ માગી

ફિલ્મમેકર અશોક પંડિતે હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલું બુલેટિન શૅર કર્યું

જ્હોને કહ્યું, કામત જીવે છે અને તેના માટે પ્રાર્થના કરો

ચાહકોએ પણ કામત માટે પ્રાર્થના કરી
ઘણાં યુઝર્સે નિશિકાંત કામતના નિધનના ખોટા સમાચાર ચલાવનારા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક યુઝરે નિશિકાંત કામતના સ્વાસ્થ્ય અંગેનું હેલ્થ બુલેટિન પોસ્ટ કર્યું હતું.

લિવર સિરૉસિસની બીમારી
નિશિકાંતની તબિયત છેલ્લાં થોડાં દિવસથી નાજુક છે અને તેઓ હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને લિવર સિરૉસિસની બીમારી છે. સૂત્રોના મતે, નિશિકાંત કામત લિવર સિરૉસિસની બીમારીમાંથી ઠીક થઈ ગયા હતા પરંતુ તેમને બીજીવાર આ બીમારીનો ઊથલો માર્યો અને તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

​​​​​​​2005માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
નિશિકાંતે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષે હિટ મરાઠી ફિલ્મમાંથી એક હતી. આ ફિલ્મને મરાઠી બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.

‘દૃશ્યમ’થી લોકપ્રિયતા મળી
17 જૂન, 1970માં મુંબઈના દાદરમાં જન્મેલા નિશિકાંતે 2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2006માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ આધારિત ફિલ્મ ‘મુંબઈ મેરી જાન’ બનાવી હતી. જોકે, 2015માં આવેલી અજય દેવગન-તબ્બુ સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’ને કારણે તેમને વધુ લોકપ્રિયતા મળી. ઈરફાન ખાનની ફિલ્મ ‘મદારી’, જ્હોન અબ્રાહમ સ્ટારર‘ફોર્સ’ તથા ‘રૉકી હેન્ડસમ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. ડિરેક્ટર હોવાની સાથે સાથે તેઓ એક સારા એક્ટર પણ છે.

અનેક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે
‘હાથ આને દે’, ‘સતચ્યા આત ઘરાત’, ‘404 એરર નોટ ફાઉન્ડ’, ‘રૉકી હેન્ડસમ’, ‘ડેડી’, ‘જૂલી 2’, ‘ભાવેશ જોષી’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ‘રૉકી હેન્ડસમ’માં તેઓ નેગેટિવ રોલ કર્યો હતો. છેલ્લે તેઓ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘ભાવેશ જોષી’માં જોવા મળ્યા હતા. તેઓ ‘દરબદર’ નામની ફિલ્મ પર કામ કરે છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Fans pray for director Nishikant Kamat,


from Divya Bhaskar https://ift.tt/2Y8Vc0m
https://ift.tt/345Oeg6

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...