Friday, August 14, 2020

હવે વરુણ ધવન, પરિણીતી ચોપરા, સૂરજ પંચોલીએ સુશાંત કેસમાં CBI તપાસની માગણી કરી

સુશાંત સિંહ રાજપૂતના મોતને આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ પૂરા બે મહિના થયા છે. જોકે, સુશાંતના મોતનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. સુશાંતના પરિવાર તથા ચાહકોએ આ કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી રહ્યા છે. સુશાંતની બહેન શ્વેતાએ હાલમાં જ એક વીડિયો શૅર કરીને CBI તપાસ શા માટે મહત્ત્વની છે તે વાત કરી હતી. હવે બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં CBI તપાસની માગણી કરીને સુશાંતના પરિવારને સપોર્ટ આપ્યો છે.

વરુણ ધવન, સૂરજ પંચોલી, પરિણીતી ચોપરા, ક્રિતિ સેનને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને CBI તપાસની માગણી કરી છે.

વરુણે ઈન્સ્ટા સ્ટોરીમાં cbiforSSR હેશટેગ લખ્યું હતું.

પરિણીતી ચોપરાએ ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે તમામને સત્ય જાણવું છે, જસ્ટીસફોરએસએસઆર.

સૂરજ પંચોલીએ ઈન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હું ખરેખર પ્રાર્થના કરું છું કે સુશાંતના પરિવારને ન્યાય મળે અને આ કેસમાં વ્યવસ્થિત રીતે CBI તપાસ થાય તે જરૂરી છે. તેમના માટે આ મોટી લડાઈ છે. તેમને એ જાણવાનો હક છે કે આખરે શું બન્યું હતું અને દુનિયાને પણ આ જાણવાનો હક છે. cbiforSSR.

ક્રિતિ સેનને પણ સુશાંત માટે CBI તપાસની માગણી કરી હતી. ક્રિતિ સેનન પણ ઈન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સત્ય જલદીથી બહાર આવે. તેનો પરિવાર, તેના મિત્રો, ચાહકો અને તેને પ્રેમ કરનારા દરેકને સત્યની ખબર પડવી જોઈએ. હું આશા કરું છું અને પ્રાર્થના કરું છું કે આ કેસ CBI પોતાના હાથમાં લે અને કોઈ પણ રાજકીય એજન્ડા વગર આની તપાસ કરે. તેઓ ખરા અર્થમાં આ કેસની તપાસ કરે અને પરિવારને ન્યાય અપાવે.

સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘીએ સુશાંતની બહેનની તસવીર શૅર કરીને કહ્યું હતું, તારા માટે પ્રાર્થના ક્યારેય પૂરી થઈ શકે નહીં. ન્યાય, શાંતિ, સત્ય સામે આવવું જોઈએ. સતત પ્રાર્થના કરી રહી છું કે આ તમામ સામે આવે. આ પરીક્ષા લાંબી અને મુશ્કેલ છે. પૂરા પરિવારને શક્તિ અને પ્રેમ.

કંગના રનૌતે વીડિયો શૅર કર્યો હતો
કંગનાની ટીમે વીડિયો શૅર કરીને કહ્યું હતું, સંજય રાઉતના કહ્યા બાદ તેમની તપાસ અંતિમ તબક્કામાં છે. કંગના રનૌત, જસ્ટિસ ફોર સુશાંત તથા CBIForSSRના ગ્લોબલ કેમ્પેઈનમાં સામેલ થઈ ગઈ છે. અમને સત્ય સિવાય કંઈ જ જોઈતું નથી.

પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ પણ મેસેજ શૅર કર્યો
સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ શ્વેતા સિંહનો વીડિયો પોતાના ઈન્સ્ટા અકાઉન્ટમાં શૅર કર્યો હતો. આ ઉપરાંત અંકિતાએ અલગથી એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અંકિતાએ હાથમાં વ્હાઈટ પેપરમાં જસ્ટીસ ફોર સુશાંત તથા CBIForSSR લખેલું હતું. વીડિયોમાં અંકિતાએ કહ્યું હતું કે સુશાંત સાથે શું બન્યું હતું તે દેશ જાણવા માગે છે. સુશાંતને ન્યાય મળે. એસએસઆર કેસની તપાસ CBI કરે.

View this post on Instagram

#justiceforsushantsinghrajput. #CBIforSSR

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Aug 13, 2020 at 4:30am PDT

સુશાંતની બહેને વીડિયો મેસેજમાં શું કહ્યું હતું?
સુશાંતની બહેને વીડિયોમાં કહ્યું હતું, નમસ્કાર હું સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ છું અને હું તમને બધાને એક સાથે રહીને સુશાંત માટે CBI તપાસની માગણી કરવા અપીલ કરી રહી છું. આપણને હકીકત જાણવાનો પૂરો હક છે. અમે ઇચ્છીએ છીએ કે સુશાંતને ન્યાય મળે. નહીં તો અમે ક્યારેય કોઈ નિષ્કર્ષ સુધી નહીં પહોંચી શકીએ અને ક્યારેય શાંતિપૂર્ણ જીવન જીવી નહીં શકીએ. દિલથી તમને બધાને વિનંતી કરું છું કે આપણે એકજૂથ થઈને CBI તપાસની માગ કરીએ. કારણકે આપણને સત્ય જાણવાનો હક છે. આભાર. CBIForSSR પ્લીઝ. આ વીડિયોમાં તેણે PMO, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા હતાં.

સો.મીડિયામાં વરુણ ધવન ટ્રોલ થયો
સોશિયલ મીડિયા યુઝર્સને વરુણ ધવન સહિતના સેલેબ્સે સુશાંત કેસની તપાસ CBI કરે તે વાત પસંદ આવી નથી. તેમણે આ સેલેબ્સને ટ્રોલ કર્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે તેઓ અપકમિંગ ફિલ્મ માટે આ ખોટી સહાનુભૂતિ બતાવી રહ્યા છે.

યુઝર્સે કહ્યું હતું કે આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ને સૌથી વધુ ડિસ્ક્લાઈક મળતા વરુણ ધવન ડરી ગયો છે અને પોતાની ફિલ્મ ‘કુલી નંબર 1’ના આવા હાલ ના થાય તે માટે તેણે સુશાંત કેસમાં CBI તપાસની માગણી કરી છે અને સપોર્ટ કર્યો છે. એક યુઝરે કહ્યું હતું, ભાઈ બહુ જલદી આવી ગયા. ‘સડક 2’ના હાલ જોઈને ડરી ગયા, ભાઈ આ તો હજી શરૂઆત છે, બોલિવૂડની તો હવે લંકા લગાવવાની છે. તો એક યુઝરે કહ્યું હતું, શેમ ઓન યુ વરૂણ ધવન, જ્યારે ‘સડક 2’ના ટ્રેલરને સૌથી વધુ ડિસ્લાઈક મળી ત્યારે તું આવ્યો.

એક યુઝરે કહ્યું હતું, કીર્તિ સેનનની વાત તો સમજ આવે છે કે તેની પર કેટલું દબાણ રહ્યું હશે પરંતુ તો પણ તેને આડકતરી રીતે પોસ્ટ શૅર કરી હતી. વરુણ ધવન, સૂરજ પંચોલી ડ્રામા કરી રહ્યા છે. તેમની પર કયુ પ્રેશર હતું કે તેઓ પહેલા ના બોલ્યા અને હવે બોલી રહ્યા છે. અમને પાગલ સમજે છે.

અન્યે એક કહ્યું હતું, જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે ક્યા હતા. અમે ભીખ માગી હતી કે અવાજ ઉઠાવો અને હવે અમને તમારી ખોટી ચિંતા નથી જોઈતી. લોકોએ યોગ્ય સમયે અમારો સાથ આપ્યો છે.

બીજા એક યુઝરે કહ્યું હતું, ‘સડક 2’ના હાલ જોઈને ડરી ગયા, 60 દિવસ બાદ આ લોકો જાગ્યા, જેથી ફિલ્મ ‘કુલી નંબર 1’ની સાથે આમ ના થાય. તેમને એવું લાગે છે કે લોકો મૂર્ખ છે અને તેમની જાળમાં ફસાઈ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Varun Dhawan, Parineeti Chopra, Suraj Pancholi demand CBI probe into Sushant case


from Divya Bhaskar https://ift.tt/33XLAZT
https://ift.tt/3kCKUiq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...