Saturday, August 15, 2020

એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ કહ્યું, તે પોતે જ ફ્લેટના EMI ભરતી હતી, સુશાંતના ખાતામાંથી એક પણ EMI કટ થયો હોવાની વાત સાવ ખોટી

સુશાંત સિંહ કેસમાં હાલ ED મારફતે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. એવો દાવો થઇ રહ્યો હતો કે સુશાંત સિંહ રાજપૂત તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના એક ફ્લેટના EMI ભરી રહ્યો હતો. મુંબઈના મલાડ સ્થિત આ ફ્લેટની હાલની કિંમત અંદાજે 4.5 કરોડ રૂપિયા છે. અંકિતાએ દાવો કર્યો કે તેણે આ ફ્લેટ તેની કમાણીથી 1.35 કરોડ રૂપિયામાં લીધો છે.

મીડિયામાં આવી રહેલા આ સમાચારનું ખુદ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ખંડન કર્યું અને તેના અમુક ડોક્યુમેન્ટ્સ ટ્વિટર પર શેર કર્યા છે. સુશાંત અને અંકિતા લગભગ 6 વર્ષ સુધી એકબીજાની સાથે હતા. બંને આ જ ઘરમાં લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા.

અંકિતાએ ડોક્યુમેન્ટ્સ સાથે સ્પષ્ટતા કરી
અંકિતાએ ફ્લેટના ડોક્યુમેન્ટ અને તેના અકાઉન્ટથી દર મહિને કપાતા હપ્તાનું સ્ટેટમેન્ટ પણ શેર કર્યું. અંકિતાના જણાવ્યા અનુસાર, આ ફ્લેટના EMI તે ખુદ ભરી રહી છે અને આ ફ્લેટની કિંમત 1.35 કરોડ રૂપિયા છે.

અંકિતાએ ટ્વીટ કરીને કહ્યું, અહીંયા હું બધી અટકળોને વિરામ આપું છું. હું આનાથી વધુ પારદર્શી નથી થઇ શકતી. હું અહીંયા મારા ફ્લેટ રજિસ્ટ્રેશન અને 1 જાન્યુઆરી 2019થી 1 માર્ચ 2020 સુધીના બેન્ક અકાઉન્ટની પૂરી ડીટેલ્સ બતાવી રહી છું. મારા અકાઉન્ટમાંથી દર મહિને EMIના પૈસા કટ થયા છે. હું આનાથી વધુ કઈ નથી કહી શકતી. સુશાંતને ન્યાય મળે.

અંકિતા લોખંડેનું ટ્વીટ

સુશાંતનો પરિવાર અંકિતાના સપોર્ટમાં
અંકિતાની આ સ્પષ્ટતા સાથે સુશાંતનો પરિવાર પણ તેનો સપોર્ટ કરી રહ્યો છે. અમેરિકામાં રહેતી સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહે અંકિતાને સપોર્ટ કરી લખ્યું કે, તું એક આત્મનિર્ભર મહિલા છે અને મને તારા પર ગર્વ છે. તેના જવાબમાં અંકિતાએ લખ્યું, આભાર દી, લવ યૂ.

અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્પષ્ટતા આપી. શ્વેતાએ આ જ પોસ્ટ પર કમેન્ટ કરી છે.

4 વર્ષથી સુશાંતના ટચમાં ન હોવાનો દાવો કર્યો હતો
અંકિતા લોખંડે અને સુશાંત પવિત્ર રિશ્તા સિરિયલના સેટ પર મળ્યા હતા. ત્યારથી તેમને પ્રેમ થયો અને 6 વર્ષ રિલેશનમાં રહ્યા. ત્યારબાદ 2016માં બંને અલગ થઇ ગયા. અંકિતાએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 2016 પછીથી તે સુશાંતના ટચમાં ન હતી. તેની પાસે સુશાંતનો નંબર પણ ન હતો. અંકિતાએ એવું પણ જણાવ્યું કે તેને એ પણ નથી ખબર કે સુશાંતની લાઈફમાં રિયા ક્યારે આવી પરંતુ બંને એક વર્ષથી સાથે હતા અને તે દરમ્યાન સુશાંત તેના પરિવાર સાથે ન હતો. તેણે કહ્યું, સુશાંત તેની લાઈફમાં ખુશ હતો અને હું મારી લાઈફમાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંત સિંહ રાજપૂત ફ્લેટના હપ્તા ભરતો હોવાની વાતનું અંકિતા લોખંડેએ ખંડન કર્યું. તેણે પોતાના ફ્લેટના રજિસ્ટ્રેશનના પેપર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા.


from Divya Bhaskar https://ift.tt/340tUgj
https://ift.tt/2Y1rI4r

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...