સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ કોઈ નવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે. બિહાર પોલીસની એક ટીમ તપાસ માટે ઘણા દિવસથી મુંબઈમાં છે. આ ટીમ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સાથે તેના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર સિદ્ધાર્થ પીઠાણીને પણ શોધી રહી છે. સોમવારે સિદ્ધાર્થની પૂછપરછ થવાની હતી પરંતુ તે સામે ન આવ્યો.
જ્યારે બીજી બાજુ BMCના ઓફિસર તપાસ માટે મુંબઈ આવેલ બિહાર પોલીસના ચાર ઓફિસર્સની તપાસ કરી રહી છે. રવિવારે પટનાના SP વિનય કુમાર તિવારીને BMCએ ક્વોરન્ટીન કરી દીધા છે.
પટનાના IG સંજય સિંહે જણાવ્યું કે, અમારા ઓફિસર્સ મુંબઈમાં અમુક લોકોને શોધી રહ્યા છે પણ હજુ સુધી તેઓ ક્યાં છે તેની માહિતી મેળવી શક્યા નથી. આ દરમ્યાન સિદ્ધાર્થ પીઠાણીએ બે દિવસ પહેલાં મુંબઈ પોલીસને ઈ-મેલ કરીને જણાવ્યું કે સુશાંતનો પરિવાર તેને રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પ્રેશર કરી રહ્યા છે.
પટનાના IGએ BMC કમિશ્નરને લેટર લખ્યો, SPને છોડી દો
બિહાર પોલીસે આરોપ લગાવ્યો કે મુંબઈ પોલીસના ઈશારે આ બધું થઇ રહ્યું છે જેથી પટના પોલીસ તપાસ પૂરી ન કરી શકે. પટનાના IG સંજય સિંહે BMC કમિશ્નર ઇકબાલ સિંહ ચહલને લેટર લખીને SP તિવારીને છોડવાની અપીલ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે, પોલીસ ઓફિસરને ક્વોરન્ટીન કર્યા એ યોગ્ય નથી. અમારી સરકાર વતી DGPએ બધી સૂચના આપી છે. બિહારના DGP ખુદ ત્યાંના DGP સાથે વાત કરશે.
બોમ્બે હાઇકોર્ટમાં સુશાંત કેસની આજે સુનાવણી
સુશાંત આત્મહત્યા કેસની તપાસ CBIને સોંપવા અંગેની એક યાચિકા પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થશે. મુખ્ય જજ દિપાંકર દત્તાના નેતૃત્ત્વ હેઠળની બેન્ચ સુનાવણી કરશે. સુશાંતે 14 જૂને બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવી લીધી હતી. ત્યારથી અત્યાર સુધીમાં મુંબઈ પોલીસ 40થી વધુ લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી ચૂકી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Dt0ITU
https://ift.tt/3kjxYOu
No comments:
Post a Comment
If you have any doubts please let me know!