સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના નામે ઘણી રાજનીતિ થઇ રહી છે. નેશનાલિસ્ટ કોંગ્રસ પાર્ટી (NCP) અને વરિષ્ઠ વકીલ માજિદ મેમણે સુશાંત વિશે કહ્યું કે, તે તેના જીવનકાળ દરમ્યાન જેટલો ફેમસ ન હતો તેનાથી વધુ વધુ ફેમસ મર્યા પછી થઇ ગયો. ત્રણ ટ્વીટ કરીને તેમણે મીડિયામાં ચાલી રહેલ તેના મૃત્યુના સમાચારને લઈને નિશાન સાધ્યું છે.
ટ્રમ્પથી વધુ ફેમસ થયો સુશાંત
પહેલી ટ્વીટમાં નેતા માજિદે લખ્યું, સુશાંત તેના જીવનકાળ દરમ્યાન એટલો ફેમસ ન હતો જેટલો તે મૃત્યુ બાદ થયો છે. મીડિયામાં તેને આજકાલ જેટલું સ્થાન મળી રહ્યું છે તે કદાચ આપણા વડાપ્રધાન કે અમેરિકાના રાષ્ટ્રપતિથી પણ વધારે છે.
Sushant was not as famous during his lifetime as he is after his death. The space in media he is occupying nowadays is perhaps more than our PM or President of US !
— Majeed Memon (@advmajeedmemon) August 12, 2020
તેમણે બીજા ટ્વીટમાં કહ્યું કે, જ્યાં સુધી કેસની તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેની પ્રાઇવસી જાળવવાની હોય છે. ઈમ્પોર્ટન્ટ પુરાવા એકઠા કરવાની પ્રોસેસના દરેક ડેવલપમેન્ટને જાહેર કરવાથી તેની સત્ય અને ન્યાયના હિતમાં ઊંધી અસર થાય છે.
When a crime is at investigation stage, secrecy has to be maintained. Publicising every development in the process of collecting vital evidence adversely affects the interest of truth and justice.
— Majeed Memon (@advmajeedmemon) August 12, 2020
આ ટ્વીટ બાદ વિવાદ શરૂ થતા માજિદે અન્ય ટ્વીટ કરી સ્પષ્ટતા કરી લખ્યું કે, સુશાંતના મારા ટ્વીટ પર આટલો બધો હલ્લો થઇ રહ્યો છે. તો શું તેનો અર્થ એમ છે કે સુશાંત તેના જીવનકાળ દરમ્યાન ફેમસ ન હતો અથવા તેને ન્યાય મળવો ન જોઈએ? એવું જરાપણ નથી. ખોટા અર્થઘટનથી બચવું જોઈએ. ટ્વીટ કોઈપણ પ્રકારે તેને અપમાનિત કરતું નથી.
There is so much noise on my tweet on Sushant . Does it mean that Sushant was not popular during his life time or that he should not get justice ? Certainly not. Misinterpretation should be avoided.The tweet doesnot in any way insults or belittle him.
— Majeed Memon (@advmajeedmemon) August 12, 2020
સંજય રાઉતે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું
સુશાંતના મૃત્યુ બાબતે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ વાંધાજનક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેણે સુશાંતના પિતા પર આરોપ લગાવ્યો હતો કે સુશાંત તેના પિતાના બીજા લગ્નથી નારાજ હતો. આ વાતને લઈને સુશાંતના પરિવારે તેમને 48 કલાકમાં માફી માગવાની નોટિસ મોકલી છે. જોકે, આ બાબતે રાઉતે કહ્યું હતું કે આ પ્રકારની એક હજાર નોટિસ તેમને રોજ આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kBphiw
https://ift.tt/2XSkO1f
No comments:
Post a Comment
If you have any doubts please let me know!