Saturday, August 8, 2020

સુશાંતને ન્યાય અપાવવા કેલિફોર્નિયાના રસ્તા પર બિલબોર્ડ લાગ્યાં, પરિવારે હેશટેગWarriors4SSR કેમ્પેન શરુ કર્યું

આખા દેશમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. એક્ટરના પિતાએ પટનામાં કેસ ફાઈલ કરીને રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર આરોપો લગાવ્યા છે. સુશાંતના મૃત્યુને લઇને દેશભરમાં તેને ન્યાય અપાવવા માટે માગ અને અલગ-અલગ કેમ્પેન શરુ થયા છે. ભારત પછી અમેરિકામાં પણ સુશાંતને ન્યાય અપાવવા બિલબોર્ડ લાગ્યાં છે.

સોશિયલ મીડિયા પર હેશટેગ JusticeForSushantSinghRajput ટ્રેન્ડ કરીને સુશાંતના ચાહકો ન્યાય માગી રહ્યા છે. ન્યાય અપાવવાની વાત છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિએ બિલબોર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં સુશાંતના ફોટો સાથે જસ્ટિસ ફોર સુશાંત લખેલું છે.

શ્વેતાએ ટ્વીટ કરીને લખ્યું કે, કેલિફોર્નિયામાં ભાઈનું બિલબોર્ડ...ગ્રેટ મોલ પાર્કવેમાંથી નીકળ્યા પછી 880 નોર્થ તરફ છે. હવે આ આંદોલન આખી દુનિયામાં પહોંચી ગયું છે.

સુશાંત માટે હેશટેગ Warriors4SSR કેમ્પેન શરુ થયું
સુશાંતના પરિવાર અને ચાહકોએ હેશટેગ Warriors4SSRકેમ્પેન શરુ કર્યું છે. આ ડિજિટલ કેમ્પેનમાં બહેન શ્વેતાએ પણ ભાગ લીધો છે. બીજી પોસ્ટ સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ કર્યું છે. અંકિતાએ સુશાંતની માતાનો ફોટો હાથમાં પકડેલો ફોટો શેર કરીને લખ્યું કે, મને વિશ્વાસ છે કે તમે બંને સાથે હશો.

View this post on Instagram

Believe you both are together ❤️ #warriors4ssr

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Aug 7, 2020 at 8:43am PDT

CBI સહિત અન્ય એજન્સી કેસની તપાસ કરી રહી છે
સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂને બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાંથી પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો. મુંબઈ પોલીસ અને બિહાર પોલીસની સાથે CBIની તપાસ પણ ચાલુ છે. CBIએ સુશાંત કેસમાં 6 આરોપીઓ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. સુશાંતના પિતા કે.કે સિંહે રિયા અને તેના પરિવાર વિરુદ્ધ પટનામાં 25 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Suicide Case| Also Demands Justice From America, Billboards To Give Justice To Sushant On The Streets Of California


from Divya Bhaskar https://ift.tt/31wVkHF
https://ift.tt/31tylxj

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...