Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/02/death_1588398845.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/02/death_1588398845.jpg. Show all posts

Saturday, May 2, 2020

પ્રોડ્યુસર્સ ગીલ્ડના સીઈઓ કુલમિત મક્કડનું નિધન, લોકડાઉનને કારણે ધર્મશાળામાં ફસાઈ ગયા હતા

ઈરફાન ખાન અને રિશી કપૂરના નિધન બાદ સતત ત્રીજે દિવસે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ સમાચાર છે. શુક્રવારે સવારે ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાના સીઈઓ કુલમિત મક્કડનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. 60 વર્ષીય કુલમિત લોકડાઉનને કારણે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ફસાઈ ગયા હતા. તેમના નિધન પર કરણ જોહર, વિદ્યા બાલન, સુભાષ ઘાઈ સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આ વિશે પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે કે, આજે અમે અમારી તાકાતનો સ્તંભ ખોઈ દીધો. કુલમિતની જગ્યા કોઈ ન લઇ શકે. તેમની મહેનત, નિષ્ઠા અને કમિટમેન્ટ માત્ર તેમની જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી કાઢવાની અદભુત ક્ષમતા સાથે મેળ ખાતી હતી. આજે આપણે એક એવા વ્યક્તિને ખોઈ દીધા જેણે હંમેશાં વિનમ્ર રહીને અને પડદા પાછળ રહીને ઇન્ડિયન ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આપણા બધાના ગમતા કુલમિત તમે હંમેશાં યાદ રહેશો. તમારી વિરાસત આગળ વધતી રહેશે.

કરણ જોહર

કુલમિત તમે પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયામાં ખરેખર અમારા બધાના સહારો હતા. થાક્યા વગર ઇન્ડસ્ટ્રી માટે કામ કરતા. જલ્દી છોડીને જતા રહ્યા. તમને યાદ કરશું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.

વિદ્યા બાલન

આ એકદમ આઘાતજનક છે.

સુભાષ ઘાઈ

ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનો સારો મિત્ર, સરકાર અને વિવિધ સંસ્થાઓમાં ઇન્ડસ્ટ્રી વતી અવાજ ઉઠાવનાર. અમે તમને યાદ કરીશું સર.

આશુતોષ ગોવારિકર

કુલમિત, આભાર હંમેશાં મદદ કરવા માટે, સંબંધો વિકસાવવા માટે, બધા માટે. તમારી યાદ આવશે. તેમના પરિવારને સહાનુભૂતિ.

મહેશ ભટ્ટ

ફિલ્મ પ્રોડ્યુસર્સ ગીલ્ડે એક યોદ્ધા ખોઈ દીધો છે. ઘરતી માતા તેના જેવા માણસો હવે નથી બનાવતી.

ફરહાન અખ્તર

એવું લાગે છે કે રોજ ઉઠીએ અને કોઈ જાણીતા વ્યક્તિના નિધનના સમાચાર સાંભળીએ છીએ જે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણી કાળજી કરતા હતા. તમે કરેલ કામ હંમેશાં યાદ રહેશે.

હંસલ મહેતા

તમારી આત્માને શાંતિ મળે.

સોનાક્ષી સિન્હા

એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તમને યાદ કરીશું કુલમિત અંકલ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Another shock to Bollywood, CEO of Producers Guild India dies; Many celebs, including Karan Johar, expressed grief


from Divya Bhaskar https://ift.tt/2KT29vu
https://ift.tt/3aUTbZc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...