Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project-1_1592209367.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project-1_1592209367.jpg. Show all posts

Monday, June 15, 2020

સુશાંત સિંહના નિધન બાદ ઈન્ડસ્ટ્રી પર સવાલ, સેલેબ્સે કહ્યું, ‘ખબર હોવા છતાંય કોઈએ મદદ ના કરી’

સુશાંત સિંહ રાજપૂત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર કરાવતો હતો. સુશાંતના આકસ્મિક નિધનથી બોલિવૂડ સેલેબ્સે દુઃખ પ્રગટ કર્યું હતું અને સાંત્વના પાઠવી હતી. જોકે, બોલિવૂડમાંથી જ કેટલાંક લોકોને આ વાત પંસદ આવી નથી. તેમણે ગ્લેમર વર્લ્ડની કડવી હકીકત જણાવી હતી.

સુશાંત કોઈ સ્ટાર કિડ નહોતો અને તે એક સામાન્ય વ્યક્તિની જેમ આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો અને તેણે પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મ ‘એમ એસ ધોની’ના ડિરેક્ટર અરૂણ પાંડેએ એક વાતચીતમાં કહ્યું હતું કે સુશાંત ઘણો જ સંવેદનશીલ વ્યક્તિ હતો અને તેને લાગતું હતું કે તે આ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો નથી. તેને આ ઈન્ડસ્ટ્રીના હિસ્સો બનવા માટે ઘણી જ મહેનત કરવી પડશે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નિર્દયી કહી
એક્ટર નિખિલ દ્વિવેદી, મીરા ચોપરા તથા હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ આ ઈન્ડસ્ટ્રીને ક્રૂર તથા નિર્દયી કહી હતી.

પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ કહ્યું હતું, ‘અમે એક એવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છીએ, જે બેરહેમ છે. અમને લાંબા સમયથી ખબર હતી કે સુશાંત મુશ્કેલીમાં છે પરંતુ કોઈએ પણ તેની મદદ ના કરી. તેના મિત્રો તથા નિકટના ક્યાં છે? કેમ કોઈએ તેની મદદ ના કરી. તેને પ્રેમ ના આપ્યો, તેને એ કામ ના આપ્યું, જે તે કરવા ઈચ્છતો હતો, કારણ કે કોઈને તેની પરવા જ નહોતી. મારે કહેવું પડશે કે અહીંયા કોઈ તમારી મુશ્કેલીની પરવા કરતું નથી. સુશાંત, તમારું મોત એ એક અંગત ખોટ છે. હું જે રીતે ઈન્ડસ્ટ્રીને જોતી હતી, તે રીતે હવે ક્યારેય જોઈ શકીશ નહીં. અમે તને સાથ આપવામાં નિષ્ફળ રહ્યાં. આ ઈન્ડસ્ટ્રી નિષ્ફળ રહી. તું વધુ મેળવવાને લાયક હતો. મને માફી કરી દેજે....’

નિખિલ દ્વિવેદીએ કહ્યું હતું, ‘ઘણીવાર મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દંભ પર ચીડ ચડે છે. મોટા મોટા લોકો કહી રહ્યાં છે કે તેમણે સુશાંતના સંપર્કમાં રહેવાની જરૂર હતી. શું બોલી રહ્યાં છે આ લોકો? તમે એવું નહોતા કરવાના, કારણ કે તેના કરિયરનો ગ્રાફ નીચે જઈ રહ્યો હતો. તો તમારું મોં બંધ જ રાખો. શું તમે લોકો ઈમરાન ખાન તથા અભય દેઓલ અને અન્યના ટચમાં છો? નથી ને, કારણ કે તમે ત્યારે એ લોકોના સંપર્કમાં હતાં જ્યારે તેમની કરિયર સારી ચાલતી હતી.’

‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક તથા હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ પણ ઈન્ડસ્ટ્રીને આડેહાથ લીધી હતી. તેણે ધોની તથા સુશાંતની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘એ વાતમાં કોઈ શંકા નથઈ કે સુશાંત છેલ્લાં ઘણાં વર્ષોથી મુશ્કેલીમાં હતો. ઈન્ડસ્ટ્રીની એક પણ વ્યક્તિ તેની સાથે ઊભી ના રહી અને ના તો કોઈએ મદદ કરી. આજે તેના વિશે પોસ્ટ કરવામાં આવે છે. એ બતાવે છે કે ઈન્ડસ્ટ્રી કેટલી બનાવટી છે. અહીંયા કોઈ તમારું મિત્ર નથી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput suicide, celebs questioned


from Divya Bhaskar https://ift.tt/3fpcRqv
https://ift.tt/3ht0KdQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...