Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/new-project_1592365120.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/new-project_1592365120.jpg. Show all posts

Wednesday, June 17, 2020

બોલિવૂડે ગાલવન વેલીમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી, કહ્યું- દેશ હંમેશાં તમારો ઋણી રહેશે

લદ્દાખની ગાલવન વેલીમાં ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 જવાનો શહીદ થયા હતાં. આ ઘટના 15 જૂને મોડી સાંજે બની હતી. જવાનો શહીદ થતાં બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં સૈન્ય જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, આપણાં સૈન્ય જવાનોના નિધનથી ઘેરો આઘાત લાગ્યો. રાષ્ટ્ર તેમની અમૂલ્ય સેવા બદલ હંમેશાં યાદ રાખશે.

અમિતાભ બચ્ચને ટ્વીટમાં કહ્યું હતું, ‘જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉનકી, જરા યાદ કરો કુર્બાની...’ આપણાં દેશની રક્ષા કરવા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું છે. આપણને સુરક્ષિત રાખવા માટે તથા આપણી સલામતી માટે. ભારતીય સેનાના અધિકારીઓ તથા જવાનોનેસેલ્યુટ. જય હિંદ...’

રીતિક રોશને કહ્યું હતું, ‘લદ્દાખમાં આપણા સૈનિકોએ જીવ ગુમાવ્યાં તે વાત જાણીને હૃદય ભારે થઈ ગયું. આપણુ સંરક્ષણ મજબૂત છે. લાઈન ઓફ ડ્યૂટી પર શહીદ થનારા સૈનિક પ્રત્યે આદર. તેમના પરિવાર પ્રત્યે સાંત્વના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

યામી ગૌતમે કહ્યું હતું, ‘શહીદ જવાનોના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સાંત્વના. ભારતીય આર્મી તેમના બલિદાન તથા દેશની અખંડિતતા માટે હંમેશા આગળ રહી છે. તેમની શાંતિ માટે પ્રાર્થના...

સોનુ સૂદે કહ્યું હતું, ‘સંતોષબાબુ...તમે હંમેશાં અમારા દિલમાં રહેશો. તમારું બલિદાન ક્યારેય ભૂલાશે નહીં. અમે તમને તથા તમારા પરિવારને સલામ કરીએ છીએ. ’

નેહા ધૂપિયાએ કહ્યું હતું, ‘શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના. આપણાં જીવન માટે આ બહાદુર જવાનો શહીદ થયા...જય હિંદ...’

રવિ કિશને કહ્યું હતું, ‘ભારત-ચીન સીમા પર ગાલવેન વેલી પર થયેલી હિંસક અથડામણમાં મા ભારતીના 20 વીર સપૂતોના સર્વોચ્ચ બલિદાનને કોટી કોટી નમન..શહીદ પરિજનો પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની સંવેદના. ભારત માતા કી જય...’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood pays tribute to martyrs Indian soldiers in Galwan Valley, says country will always be indebted to you


from Divya Bhaskar https://ift.tt/3eaACTd
https://ift.tt/30PhKW3

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...