Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/3_1595138819.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/3_1595138819.gif. Show all posts

Sunday, July 19, 2020

ફિલ્મ ‘પ્યાર તૂને ક્યા કિયા’ ફૅમ ડિરેક્ટર રજત મુખર્જીનું લાંબી બીમારી બાદ જયપુરમાં અવસાન

વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર તૂને ક્યા કિયા’ના ડિરેક્ટર રજત મુખર્જીનું આજે એટલે કે 19 જુલાઈ, રવિવારના રોજ જયપુરમાં અવસાન થયું હતું. રજત મુખર્જી લાંબા સમયથી બીમાર હતા અને તેમની કિડની તથા ફેફસાની સારવાર ચાલતી હતી. રજત મુખર્જીએ પોતાની કરિયરમાં ‘પ્યાર તૂને ક્યા કિયા’ ઉપરાંત ‘લવ ઈન નેપાલ’, ‘ઉમ્મીદ’, ‘રોડ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘પ્યાર તૂને ક્યા કિયા’માં ફરદીન ખાન તથા ઉર્મિલા માતોંડકર હતાં.

સૂત્રોના મતે, લૉકડાઉનની જાહેરાત થયા બાદ તેઓ પોતાના હોમટાઉન જયપુર ગયા હતા. લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી અને મે મહિનામાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ડાયલિસિસ પર હતા. રજત મુખર્જીના અવસાનના સમાચાર સાંભળીને બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયી, ડિરેક્ટર હંસલ મહેતા તથા અનુભવ સિંહાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

મનોજે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મારા મિત્ર તથા ‘રોડ’ના ડિરેક્ટર, રજત મુખર્જીનું આજે સવારે જયપુરમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. રજતની આત્માને શાંતિ મળે. અમને હજી પણ વિશ્વાસ નથી કે હવે અમે ક્યારેય મળી નહીં શકીએ અથવા પોતાના કામની ક્યારેય ચર્ચા નહીં કરી શકીએ. તે જ્યાં પણ રહે ખુશ રહે.’

હંસલ મહેતાએ કહ્યું હતું, ‘હમણાં જ એક પ્રિય મિત્રના અવસાનના સમાચાર મળ્યા. ‘પ્યાર તૂને ક્યા કિયા’ તથા ‘રોડ’ના રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના એક મિત્ર હતાં. અનેક ભોજન, ઓલ્ડ મોન્કની અનેક બોટલ પૂરી કરી અને હવે તે બીજી દુનિયામાં પૂરી કરશે. પ્રિય મિત્ર તારી હંમેશાં યાદ આવશે.’

અનુભવ સિંહાએ કહ્યું હતું, ‘વધુ એક મિત્ર જલ્દી જતો રહ્યો. ડિરેક્ટર રજત મુખર્જી (‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘રોડ’) છેલ્લાં કેટલાંય સમયથી જયપુરમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરતા હતા.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rajat Mukherjee, director of 'Pyaar Tune Kya Kiya' dies in Jaipur


from Divya Bhaskar https://ift.tt/39i0qLy
https://ift.tt/2OFvqLK

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...