Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/babaramdev1597484707_1597493286.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/15/babaramdev1597484707_1597493286.jpg. Show all posts

Saturday, August 15, 2020

બાબા રામદેવે કહ્યું, આ આઝાદી આપણે એટલે મેળવી જેથી દરેકને ન્યાય મળે, સુશાંતના જીવનને હત્યારાઓએ છીનવી લીધું, તેની દિવંગત આત્માને શાંતિ મળે

એક્ટર સુશાંત સિંહ માટે ન્યાય માગણીની કવાયત દિવસેને દિવસે મોટી થઇ રહી છે. શનિવારે યોગ ગુરુ બાબા રામદેવે પણ એક્ટરના પરિવારને ન્યાય અપાવવા માટેની માગ કરી છે. યોગ ગુરુએ હરિદ્વાર સ્થિત પતંજલિ યોગ પીઠમાં સુશાંતની આત્માની શાંતિ માટે એક યજ્ઞ કર્યો.

15 ઓગસ્ટે બાબા રામદેવે એક વીડિયો ટ્વીટ કરી લખ્યું, મેં શ્રી સુશાંતજીના પરિવારજનો સાથે વાત કરી. તેમનું દુઃખ સાંભળ્યું તો મારી પણ આત્મા ધ્રુજી ઊઠી, અમે બધા પતંજલિમાં તે દિવંગત આત્મા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, સુશાંત અને તેના પરિવારને ન્યાય મળે.

બાબા રામદેવનું ટ્વીટ

વીડિયોમાં બાબા રામદેવે કહ્યું, આજે આપણે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ અને આ આઝાદી આપણને એટલા માટે મળી છે કે દરેકને ન્યાય મળે. કોઈ સાથે અન્યાય ન થાય. બધાને જીવવા માટે સુખી જીવન મળે. સુશાંતના જીવનને હત્યારાઓએ છીનવી લીધું. હવે બસ તેની દિવંગત આત્માને ન્યાય મળી જાય. તે પરિવારને તો ન્યાય મળે જે ન્યાય માટે દરેક દરવાજે ઠોકર ખાઈ રહ્યા છે. અમે લોકો એ જ પ્રાર્થના કરીએ છીએ કે સુશાંતને ઝડપથી ન્યાય મળે.

સુશાંત માટે ગ્લોબલ પ્રેયર યોજાઈ
આજના દિવસે શનિવારે જ સુશાંતની બહેન શ્વેતા સિંહે ગ્લોબલ પ્રેયરનું આયોજન કર્યું. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ #GlobalPrayersForSSRમાં સામેલ થવા લોકોને અપીલ કરી હતી. હજારો લોકો સોશિયલ મીડિયા પર સુશાંતના મૃત્યુ માટે CBI તપાસની માગ કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હરિદ્વાર સ્થિત પતંજલિ યોગ પીઠ પર આજે સુશાંત માટે બાબા રામદેવે યજ્ઞ કર્યો હતો


from Divya Bhaskar https://ift.tt/3kMaaml
https://ift.tt/3auyqEM

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...