બોલિવૂડની જાણીતી સંગીતકારની જોડી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. આ સાથે જ તેઓ કોવિડ 19નો પણ ભોગ બન્યા હતાં. રવિવાર (31 મે) રાત્રે અચાનક જ તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં પરંતુ તેઓ બચી શક્યા નહીં. તેમના આકસ્મિક નિધનથી બોલિવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. સેલેબ્સે સોશિયલ મીડિયામાં વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પ્રીટિ ઝિન્ટાએ કહ્યું હતું, હું તેમને બીજી માતાએ જન્મ આપેલા પોતાના ભાઈ કહેતી હતી. તેઓ ઘણાં જ પ્રતિભાશાળી હતાં અને કોમળ તથા પ્રેમાળ હતાં. હું બહુ જ દુઃખી છું, કારણ કે હું મારા પ્રિય વાજિદ ખાનને ગુડ બાય પણ ના કહી શકી. હું બીજીવાર મુલાકાત નાથાય ત્યાં સુધી તમને અને તમારી સાથે પસાર કરેલા સમયને હંમેશાં યાદ રાખીશ.
અમિતાભે કહ્યું હતું, વાજિદ ખાનના નિધનથી આઘાત થયો. બ્રાઈટ, હસતી ટેલેન્ટ ગુજરી ગઈ. દુઆ, પ્રાર્થના અને સાંત્વના...
પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, બહુ જ ખરાબ ન્યૂઝ. વાજિદ ખાનનું હાસ્ય મને હંમેશાં યાદ રહેશે. તેઓ હંમેશાં હસતા રહેતા હતાં. બહુ જ જલ્દી જતા રહ્યાં. તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તમારા માટે પ્રાર્થના.
સિંગર હર્ષદીપ કૌરે પણ કહ્યું હતું, વાજિદ ખાનના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હજી પણ વિશ્વાસ નથી થતો કે તેઓ આ દુનિયામાં નથી. હંમેશાં હસતા અને આનંદિત જોવા મળતા. સંગીત જગતને સૌથી મોટું નુકસાન.
સલીમ મર્ચન્ટે કહ્યું હતું, વાજિદ ખાનના નિધનના ન્યૂઝ સાંભળીને પૂરી રીતે તૂટી ગયો છું. અલ્લાહ તેમના પરિવારને શક્તિ આપે. તમે બહુ જલ્દી જતા રહ્યાં ભાઈ. સંગીત જગતને બહુ મોટી ખોટ પડી.
વરુણ ધવને કહ્યું, આ ન્યૂઝ સાંભળીને આંચકો લાગ્યો. વાજિદભાઈ મારા તથા મારા પરિવારની ઘણી જ નિકટ હતાં. તેઓ આસપાસ રહેતા તમામ લોકોમાંથી સૌથી સકારાત્મક હતાં. અમે તમને યાદ કરીશું, તમારા સંગીત માટે આભાર.
અદનાન સામીએ કહ્યું, હું આઘાતમાં છું. મેં મારા પ્રિય ભાઈ વાજિદ ખાનને ગુમાવી દીધો. આ દુઃખદ ન્યૂઝ પર વિશ્વાસ કરી શકું તેમ નથી. તે સાચે જ ઘણો જ સારો હતો. પ્રિય ઈશ્વર મહેરબાની કરીને દયા કરો. અલ્લાહ જન્નત ઉલ ફિરદૌસમાં તેમની પર રહમત વરસાવે. આમીન
ફરાહ ખાને કહ્યું, બહુ જ જલ્દી જતા રહ્યાં વાજિદ ખાન. સંગીત માટે તમારો આભાર. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gI004o
https://ift.tt/3dpiLHQ