Monday, June 1, 2020

મહારાષ્ટ્ર સરકારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં શરતો સાથે શૂટિંગની પરવાનગી આપી

મહારાષ્ટ્ર સરકારે રવિવાર (31 મે)ના રોજ રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ફિલ્મ, ટીવી સિરિયલ તથા વેબસીરિઝના શૂટિંગની પરવાનગી આપી દીધી છે. જોકે, સરકારે ચોક્કસ શરતો નક્કી કરી છે. રાજ્યના સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું હતું કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે, પ્રોડ્યૂસર્સને પ્રી-પ્રોડક્શન તથા પોસ્ટ-પ્રોડક્શનનું કામ કરવાનું રહેશે. જો આમ નહીં થાય તો કામ અટકાવી દેવામાં આવશે.

ગાઈડલાઈન પ્રમાણે, સરકારે સેટ પર 33 ટકા ક્રૂ મેમ્બરની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. પ્રોડ્યૂસર્સે મહારાષ્ટ્ર ફિલ્મ, થિયેટર કલ્ચરલ ડેવલપ્મેન્ટ કોર્પોરેશન, દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી તથા મુંબઈ બહારના શૂટિંગ માટે શરૂઆતમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું રહેશે.

મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈનની મોટી વાતો
બોલિવૂડમાં શૂટિંગ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી 16 પાનાની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરી છે.

શૂટિંગ દરમિયન સેટ પર

  • જરૂરિયાતના હિસાબે ફેસ માસ્ક પહેરવું પડશે
  • મેકઅપ મેન PPE સૂટ પહેરીને જ મેકઅપ કરશે
  • સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે
  • સેટ પર આવ્યા પહેલાં શરીરનું તાપમાન ચેક કરવાનું રહેશે. આ રોજ કરવાનું રહેશે
  • શૂટિંગ દરમિયાન ભીડ ભેગી કરવાની પરવાનગી નથી
  • સેટ પર એસીના ઉપયોગ સમયે નિયમોનું ધ્યાન રાખવાનું રહેશે
  • શૂટિંગના ઉપકરણો, કલાકારો તથા ટેક્નિશિયન્સના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સાવધાની રાખવી
  • સેટ પર ડોક્ટર તથા નર્સ હોવા જરૂરી છે
  • ગર્ભવતી કર્મચારી તથા કલાકારો સેટ પર આવી શકશે નહીં
  • 65 વર્ષથી વધુ આયુના ક્રૂ સભ્યોને પરવાનગી નથી
  • સેટ પર પ્રોપ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો રહેશે
  • ઓન લોકેશન વોશરૂમ તથા મેકઅપ રૂમની નિયમિત સફાઈ તથા સેનિટાઈઝેશન કરવાનું રહેશે

કલાકારો તથા કર્મચારીઓની સંખ્યા

  • સેટ પર પોર્ટેબલ એસીની સાથે મોટા ટેન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈ પણ સમયે ટ્રેલરમાં માત્ર પાંચ લોકોને રહેવાની અનુમિત હશે
  • ફિલ્મ કે પછી ટીવી શોના મુખ્ય કલાકારોની સંખ્યા ઓછી કરી શકાય તેમ નથી પરંતુ ક્રૂ મેમ્બર્સની સંખ્યા 33 ટકા જ રાખવાની છે. સેટ પર અન્ય કામો દૂરથી વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી કરવાના છે.
  • શહેરની અંદર શૂટિંગ અને યાત્રા પર જવા માટે સક્ષમ અધિકારીઓને આવેદન આપવાનું અને આવેદકના ઓળખપત્રની ખરાઈ બાદ જ સરકાર અનુમિત આપશે.

કાસ્ટિંગ, ઓડિશન અને શૂટિંગ

  • ફિક્શન તથા નોન ફિક્શન શોનું શૂટિંગ દર્શકો વગર થશે. જેમ કે હવે કપિલ શર્માના શોનું શૂટિંગ દર્શકો વગર જ શૂટ કરવાનું રહેશે.
  • કાસ્ટિંગ એટલે કે કલાકારોની પસંદગી ફેસટાઈમ, ઝૂમ કે સ્કાઈપના માધ્યમથી કરવાની
  • ઈન પર્સન ઓડિશન દરમિયાન ફેસ શીલ્ડ તથા ગ્લવ્સનો ઉપયોગ કરવાનો રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું.
  • એક્ટર્સને એ વાત માટે પ્રોત્સાહિત કરવાના કે જ્યારે સેટ પર તેમના હિસ્સાનું શૂટિંગ નથી તો તેઓ પોતાની કારમાં રાહ જુએ

પ્રોડ્યૂસર્સ ગિલ્ડે પણ ગાઈડલાઈન બહાર પાડી છે
પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ 25 મેના રોજ ફિલ્મના શૂટિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) બહાર પાડી છે. સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, કાસ્ટ તથા ક્રૂનું મેડિકલ ચેકઅપ કરવું ફરજિયાત છે. 19 માર્ચથી બોલિવૂડ ફિલ્મ તથા ટીવીનું શૂટિંગ બંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood unlock The Maharashtra government allowed shooting in non-containment zones with conditions


from Divya Bhaskar https://ift.tt/2XPZRmG
https://ift.tt/2Xj4YN6

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...