Saturday, June 27, 2020

પોલીસે યશરાજ ફિલ્મ્સના બે મોટા અધિકારીઓની પૂછપરછ કરી, કાસ્ટિંગ ડિરેક્ટરને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યો

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ મામલે મુંબઈ પોલીસે પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના બે પૂર્વ મોટા અધિકારીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2012માં સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તે સમયે બંને એક્ઝિક્યુટિવ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા હતા.

કોન્ટ્રાક્ટની શરતોને લઈને પૂછપરછ થઇ
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, પોલીસને સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તે એગ્રીમેન્ટ કોપી મળી ગઈ છે, પણ તેમાંથી બહાર નીકળ્યા પછીની એગ્રીમેન્ટ કોપી તેમની પાસે નથી. શુક્રવારે પ્રોડક્શન હાઉસના બંને પૂર્વ એક્ઝિક્યુટિવ પર સવાલો કોન્ટ્રાક્ટ સાઈન કરવા અને તેમાંથી બહાર કાઢવાની શરતોને લઈને જ કરવામાં આવ્યા હતા.

પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડિરેક્ટરને પણ બોલાવ્યો
સૂત્રો પ્રમાણે, યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરને પણ શનિવારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવામાં આવ્યો છે. આ જ ડિરેક્ટરે સુશાંતને સાઈન કર્યો હતો. આ વાતને લઈને કેટલાક ડોક્યુમેન્ટ પણ માગ્યા છે, જે કાસ્ટિંગ ડિરેક્ટરને સાથે લઈને આવવાના રહેશે.

ગયા અઠવાડિયે કોન્ટ્રાક્ટની કોપી સોંપી હતી
ગયા અઠવાડિયે યશરાજે સુશાંત સિંહ સાથે થયેલા પોતાના જૂના કોન્ટ્રાક્ટની કોપી પોલીસને સોંપી હતી, સૂત્રો મુજબ, આ કોન્ટ્રાક્ટમાં સુશાંત સાથે યશરાજની ત્રણ ફિલ્મનો ઉલ્લેખ છે, જેમાં ‘શુદ્ધ દેશી રોમાન્સ’ અને ‘બ્યોમકેશ બક્ષી’ બની ગઈ છે. ત્રીજી ફિલ્મ ‘પાની’ હતી, જેની પર કોઈ કામ થયું નથી.

યશરાજ ૩ ફિલ્મોની ડીલ કરે છે
સામાન્ય રીતે યશરાજ ત્રણ ફિલ્મોની ડીલ કલાકાર સાથે કરે છે. ફિલ્મોની સફળતાને આધારે કરારને આગળ વધારવામાં આવે છે. સુશાંત સાથે ત્રીજી ફિલ્મ ‘પાની’ ના બનાવવાનું કારણ બજેટ ગણાવ્યું હતું.

ટ્રેડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, ડિરેક્ટર શેખર કપૂરે આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાથી પણ વધારે બજેટ કહ્યું હતું. આ બજેટ યશરાજને વધારે લાગ્યું અને તેમણે ફિલ્મ બનાવવાની ના પાડી દીધી. આ જ કારણે શેખર અને સુશાંત એમ બંનેને દુઃખ થયું હતું.

બીજા પ્રોડક્શન હાઉસની પણ તપાસ ચાલુ
યશરાજ ઉપરાંત મુંબઈ પોલીસ તેના જેવા અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ કરી રહી છે, જ્યાં સુશાંતે ફિલ્મ સાઈન કરી હતી. તો બીજી તરફ પોલીસની એક ટીમ સુશાંતના આર્થિક પાસાંની તપાસ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide case: Mumbai police question Yash Raj Films executives On Friday


from Divya Bhaskar https://ift.tt/31miphZ
https://ift.tt/3eEb6pn

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...