Thursday, June 25, 2020

સુશાંતની સાથે ફિલ્મ બનાવવાનો દાવો કરનાર સંદીપ સિંહની પોલીસે પૂછપરછ કરી, ચાવી બનાવનારનું પણ નિવેદન લીધું

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસે તેના નિકટના મિત્ર સંદિપ સિંહની પોલીસ 25 જૂન ગુરુવારે બપોરના બે વાગ્યાથી પૂછપરછ કરી રહી છે. સંદિપ સિંહ બિહારનો છે. સુશાંતની આત્મહત્યાના ન્યૂઝ સામે આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શૅર કર્યું હતું, જેને સુશાંતની અનફિનિશ્ડ ફિલ્મ કહી હતી. આ ફિલ્મનું નામ ‘વંદે ભારતમ’ છે. સંદિપે પોસ્ટમાં કહ્યું હતું કે સુશાંતે વચન આપ્યું હતું કે તઓ બિહારી ભાઈ એક દિવસ ઈન્ડસ્ટ્રી પર રાજ કરશે અને સપના જોતા યુવાનો માટે પ્રેરણા બનશે.

એક્ટ્રેસ પાયલ રોહતગીનો આક્ષેપઃ સુશાંતના ટ્વિટર પરથી કમેન્ટ ડિલીટ થઈ રહી છે
બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ આક્ષેપ કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના હાલના ટ્વિટર અકાઉન્ટમાં જે લોકો તેને ફોલો કરતા હતાં, તેમની કમેન્ટ ડિલીટ થઈ રહી છે. ખરી રીતે રેસલર સંગ્રામ સિંહે સુશાંતની એક પોસ્ટ પર CBI તપાસની માગણીમાં કમેન્ટ કરી હતી. આ કમેન્ટ હવે સુશાંતની પોસ્ટમાં દેખાતી નથી. આ જોઈને પાયલે પણ CBI તપાસની માગણી કરી હતી અને કહ્યું હતું કે એક્ટરના ડીવનમાં અનેક વિચિત્ર લોકો હતાં.

સુશાંતના ઘરની ચાવી બનાવનારનું નિવેદન નોંધાયું
સુશાંતના નિધન બાદ તેના રૂમની ચાવી બનાવનાર વ્યક્તિનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. સૂત્રોના મતે, ચાવી બનાવનારે પોલીસને કહ્યું હતું કે સુશાંતના રૂમનો દરવાજો અંદરથી લૉક કરવામાં આવ્યો હતો. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુશાંતના રૂમના દરવાજાને બહારથી ધક્કો મારીને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દરવાજાના લૉક સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી અને દરવાજો બહારથી બંધ પણ નહોતો.

સુશાંતની તસવીર સામે બેઠેલા પિતાની તસવીર વાઈરલ
સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અવસાનની અસર પરિવાર પર બહુ જ પડી છે. સુશાંતના પિતા દીકરાના જવાથી ભાંગી પડ્યાં છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ છે, જેમાં સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહ દીકરાની તસવીર પાસે નિરાશ થઈને બેઠેલાં જોવા મળ્યાં હતાં. આ તસવીર સુશાંતની પ્રાર્થનાસભાની છે, જેમાં પરિવારના નિકટના સભ્યો સામેલ થયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police interrogated Sandeep Singh, who claimed to have made a film with Sushant, also took the statement of the key maker.


from Divya Bhaskar https://ift.tt/31gZMM4
https://ift.tt/3dt2DnD

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...