Sunday, June 28, 2020

રિશી કપૂરને યાદ કરીને નીતુ સિંહે કહ્યું, ‘દરેકના મનમાં નાની-મોટી લડાઈ ચાલતી હોય છે’

નીતુ કપૂરે સ્વર્ગીય પતિ રિશી કપૂરને યાદ કરીને ઈન્સ્ટાગ્રામમાં ભાવુક પોસ્ટ શૅર કરી હતી. 67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું.

નીતુએ તસવીર સાથે ઈમોશનલ નોટ શૅર કરી
નીતુએ પતિ સાથેની એક તસવીર શૅર કરી હતી. બંને કોઈ સોશિયલ ઈવેન્ટમાં હોય તેમ લાગતું હતું. તસવીર સાથે નીતુ સિંહે કેપ્શન આપ્યું હતું, ‘નાની હોય કે મોટી, દરેકના મનમાં આપણે બધા પોત-પોતાની લડાઈ લડતા હોઈએ છીએ. તમારી પાસે સુખ-સુવિધાથી ભરપૂર એક મોટું ઘર હોય તેમ છતાંય તમે દુઃખી હોઈ શકો છો તો બીજી બાજુ કંઈ જ ના હોય છતાંય તમે સૌથી વધુ ખુશ રહી શકો છો. આ બધું આપણાં મનમાં જ રહેલું છે. તમામને એક મજબૂત મનની જરૂર છે અને આવતીકાલ સારી હોય તેવી આશાની...આભાર..આશા સાથે જીવો. મહેનત કરો... તમારા લોકોની કદર કરો, તે જ તમારી સૌથી મોટી સંપત્તિ છે.’

દીકરીએ કમેન્ટ કરી
આ પોસ્ટ પર નીતુ સિંહની દીકરી રિદ્ધિમાએ કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘બહુ જ સુંદર મા...’ નોંધનીય છે કે રિશી કપૂરના અવસાનના બે દિવસ બાદ રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ આવી હતી. લૉકડાઉનને કારણે રિદ્ધિમા પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી નહોતી. હાલમાં રિદ્ધિમા માતા નીતુ સિંહ સાથે મુંબઈમાં જ રહે છે.

રિદ્ધિમા અવાર-નવાર પિતાની યાદો શૅર કરે છે
રિશી કપૂરના નિધન બાદથી રિદ્ધિમા પિતાની જૂની તસવીરો ઈન્સ્ટા સ્ટોરી તથા ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતી હોય છે. હાલમાં જ રિદ્ધિમાએ દીકરી સમારા તથા માતા નીતુ સિંહ સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીરને કેપ્શન આપતા રિદ્ધિમાએ કહ્યું હતું, ‘ત્રણ પેઢી-પ્રેમ અને માત્ર પ્રેમ...’ નોંધનીય છે કે રણબીર કપૂર અવાર-નવાર માતાને મળવા ઘરે આવતો રહેતો હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Remembering Rishi Kapoor, Neetu Kapoor wrote, "Everybody has big and small battles in their minds."


from Divya Bhaskar https://ift.tt/31nWCWV
https://ift.tt/387T1h1

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...