Tuesday, June 30, 2020

ખુદાહાફિઝ અને લૂટકેસ ફિલ્મ નજરઅંદાજ થતા ફિલ્મના એક્ટર્સે દુઃખ જતાવ્યું, વિદ્યુત જામવાલે લખ્યું- સાતમાંથી બે ફિલ્મની કદર જ નથી

ડિઝની પ્લસ હોટસ્ટાર પર 29 જૂને 7 ફિલ્મ્સના સ્ટ્રીમિંગની જાહેરાત થઇ. આ જાહેરાત ફિલ્મ્સના એક્ટર્સે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને કરી હતી. પરંતુ 7 ફિલ્મ્સમાંથી બે ફિલ્મ વિદ્યુત જામવાલ સ્ટારર ખુદાહાફિઝ અને કુણાલ ખેમુ સ્ટારર લૂટકેસ નજરઅંદાજ થતા બંને એક્ટર્સે તેમની હૈયાવરાળ સોશિયલ મીડિયા પર કાઢી છે. આ ફિલ્મ સ્ટાર્સને ફિલ્મ અનાઉન્સ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા ન હતા.

માત્ર 5 ફિલ્મ્સ જ રિપ્રેઝન્ટેશનને લાયક હતી, બે ની કોઈ કદર જ નથી: વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટને શેર કરી લખ્યું કે, ખરેખર મોટું અનાઉન્સમેન્ટ છે. 7 ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી રહી છે અને માત્ર 5 ફિલ્મ્સને જ પ્રમોશનને લાયક સમજવામાં આવી. બે ફિલ્મ્સની કોઈ જાણકારી જ નથી. આગળ ઘણો લાંબો રસ્તો છે અને આ વસ્તુ ફરી પાછી આવશે.

ખુદાહાફિઝ ફિલ્મને ફારૂક કબીરે ડિરેક્ટ કરી છે જેમાં વિદ્યુતની સાથે શિવાલેખા ઓબરોય પણ કાસ્ટ થયેલ છે. લોકો વિદ્યુતના આ ટ્વીટને સગાવાદ વિવાદ સાથે જોડીને રોષ વ્યક્ત કરી રહ્યા છે. વાત એમ છે કે, 14 જૂનના સુશાંત સિંહની આત્મહત્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં સગાવાદને લઈને ઘણા વિવાદ સર્જાઈ રહ્યા છે. આ જ વિવાદમાં લોકો અન્ય ઘટનાઓને જોડી રહ્યા છે.

રમવા માટી મેદાન સરખું આપો: કુણાલ ખેમુ
કુણાલ ખેમુએ ટ્વીટ કરી હતી કે, ઈજ્જત અને પ્રેમ માગવામાં નથી આવતા કમાવાના હોય છે. કોઈ ન આપે તો એનાથી આપણે નાના નથી થઇ જતા. બસ રમવા માટે મેદાન બરાબર આપો, છલાંગ અમે પણ ઊંચી લગાવી શકીએ છીએ.

આ કોમેડી ફિલ્મ લૂટકેસમાં કુણાલ ખેમુની સાથે રસિકા દુગલ, રણવીર શોરે, ગજરાજ રાવ અને વિજય રાઝ પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ ફિલ્મને રાજેશ ક્રિષ્નને ડિરેક્ટ કરી હતી. કોરોના મહામારીને કારણે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vidyut Jammwal and Kunal Khemu is unhappy with upcoming Disney+ Hotstar announcement event as their films not get recognition


from Divya Bhaskar https://ift.tt/31ub9AE
https://ift.tt/2NDLb5B

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...