અમેરિકામાં બ્લેક લાઇવ્સ મેટરને લઈને થયેલ વિરોધ પ્રદર્શન બાદ ભારતમાં પણ બ્યુટી ક્રીમને લઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે. અમુક સેલેબ્સ એવા પણ હતા જે બ્યુટી બ્રાન્ડને એન્ડોર્સ કરી ચુક્યા હોય અને આ પ્રદર્શનને સપોર્ટ કરતા હતા. વિવાદ વકર્યા બાદ હવે હિન્દુસ્તાન યુનિલીવર કંપનીએ પોપ્યુલર ક્રીમ ફેર એન્ડ લવલીના નામમાંથી ફેર વર્ડ દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે બિપાશા બાસુએ તેના શ્યામ રંગને લઈને આપવીતી કહી છે.
બાળપણમાં લોકો કહેતા
બિપાશાએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, જ્યારે હું મોટી થઇ રહી હતી ત્યારે મેં ઘણીવાર સાંભળ્યું કે બોની, સોનીથી વધારે કાળી છે. તે થોડી શ્યામ છે ને. જ્યારે મારી માતા પણ ડસ્કી બ્યુટી હતી અને હું ઘણા અંશે તેમના જેવી જ લાગતી હતી. મને ક્યારેય ખબર ન પડી કે મારા સંબંધીઓ આ વિશે કેમ વાત કરતા હતા.
નામ સાથે સ્કિન કલર જોડાયો
જયારે હું 15,16 વર્ષની હતી ત્યારે મેં મોડલિંગ શરૂ કર્યું ને મેં સુપરમોડલ કોન્ટેસ્ટ જીત્યો હતો. બધા ન્યૂઝપેપરમાં સમાચાર હતા કે કોલકત્તાની શ્યામ છોકરી વિનર બની. મેં પછી વિચાર્યું કે મારા નામનું પહેલું વિશ્લેષણ અશ્વેત કેમ છે. પછી હું ન્યૂયોર્ક અને પેરિસ મોડલિંગ કરવા ગઈ અને ત્યાં મને લાગ્યું કે અહીંયા મને મારા સ્કિન કલર માટે વધુ કામ અને ધ્યાન મળે છે.
મારા કામથી વધુ મારા શ્યામ હોવાની ચર્ચા
જ્યારે હું પરત આવી ત્યારે મને ફિલ્મની ઓફર મળવાની શરૂ થઇ. મેં મારી પહેલી ફિલ્મ કરી, હું ઇન્ડસ્ટ્રીમાં એકદમ નવી હતી. અચાનક જ મને અપનાવી લેવામાં આવી અને પસંદ કરવામાં આવી. પણ વિશ્લેષણ જોડાયેલ રહ્યું. શ્યામ છોકરીએ તેની ડેબ્યુ ફિલ્મથી ઓડિયન્સને ઈમ્પ્રેસ કરી. મારા મોટાભાગના આર્ટિકલમાં મેં જેટલું કામ કર્યું તેનાથી વધુ ચર્ચા મારા રંગની હતી. હું આ ન સમજી શકી. મારા હિસાબે સેક્સી એક પર્સનાલિટી છે નહીં કે રંગ. કેમ મારા સ્કિન કલરને લઈને મને અન્ય એક્ટ્રેસથી અલગ સમજવામાં આવે છે. મને વધુ તફાવત નથી દેખાતો પણ લોકો બનાવે છે.
હું ક્યારેય ન અટકી
આ એક માનસિકતા છે સુંદરતાની અને કઈ રીતે એક એક્ટ્રેસે દેખાવું જોઈએ અને બિહેવ કરવું જોઈએ. આનાથી હું ક્યારેય મારૂ ગમતું કામ કરવાથી અટકી નથી. મને આત્મવિશ્વાસ બાળપણથી છે. મારી ચામડીનો રંગ મને ડિફાઇન કરતો નથી. મને આ ગમે છે અને હું આ નથી બદલવા ઇચ્છતી.
View this post on InstagramA post shared by bipashabasusinghgrover (@bipashabasu) on Feb 17, 2020 at 9:57pm PST
ઘણા બ્યુટી પ્રોડક્ટ્સના ઓફર રિજેક્ટ કર્યા
છેલ્લા 18 વર્ષમાં બિગ બજેટના બધા સ્કિન કેર એન્ડોર્સમેન્ટ મને ઓફર થયા છે પણ હું મારા સિદ્ધાંત પર અડગ રહી. આને અટકાવવાની જરૂર છે. આ એક ખોટા સપના જેવું છે જેને આપણે વેચી રહ્યા છીએ કે માત્ર ફેર જ લવલી અને સુંદર છે. જ્યારે દેશની મોટાભાગની વસ્તી શ્યામ છે. આ બ્રાન્ડ દ્વારા લેવાયેલ મોટો નિર્ણય છે અને બીજાઓએ પણ આને સ્વીકારવો જોઈએ.
બિપાશા બાસુએ બે ફિલ્મ રિજેક્ટ કર્યા બાદ 2001માં અજનબી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કરવા છતાં તેના ઘણા વખાણ થયા હતા. તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુનો અવોર્ડ પણ મળ્યો હતો. 2002માં રાઝ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VkWgNa
https://ift.tt/3i7RQmk
No comments:
Post a Comment
If you have any doubts please let me know!