Tuesday, June 30, 2020

આમિર ખાનના સ્ટાફ મેમ્બરનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ, એક્ટરનો ટેસ્ટ નેગેટિવ

આમિર ખાને 30 જૂનના રોજ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તેના સ્ટાફમાંથી કેટલાંક સભ્યોનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં એક્ટરે કહ્યું હતું કે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

સ્ટેટમેન્ટમાં આ વાત કહી
આમિર ખાને સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. ‘હેલ્લો, મારા સ્ટાફમાંથી કેટલાંક સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલમાં ક્વૉરન્ટીન થઈ ગયા છે અને BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ત્વરિત મદદથી તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. હું BMCનો આભાર વ્યક્ત કર્યું છું. BMCએ તાત્કાલિક સારવાર આપી અને આખી સોસાયટીને સેનિટાઈઝ કરી. બાકીના સભ્યોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં જ હું મારી માતાને ટેસ્ટ માટે લઈ જાઉં છું. તેઓ ટેસ્ટ કરાવવામાં સૌથી છેલ્લા વ્યક્તિ છે. પ્રાર્થના કરજો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવે. હું કોકિલાબેન હોસ્પિટલ, ડોક્ટર્સ, નર્સ તથા સ્ટાફનો આભાર માનું છે. તેઓ ટેસ્ટિંગ પ્રક્રિયામાં ઘણી જ કાળજી રાખે છે અને પ્રોફેશનલ ઢબે તે કરે છે. સલામત રહો.. પ્રેમ...આમિર..’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aamir Khan's staff member's covid 19 report positive, actor's test negative


from Divya Bhaskar https://ift.tt/2BqrPhA
https://ift.tt/38c9LE5

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...