Sunday, June 28, 2020

ઇન્ડસ્ટ્રીમાં એક આઉટસાઈડર હોવાનો અલગ જ સ્ટ્રેસ છે અને દરેક આમાંથી પસાર થાય છે - અદા શર્મા

એક્ટ્રેસ અદા શર્માએ હાલમાં એક એડ શૂટ કરી છે. લોકડાઉન ખુલ્યા બાદ અદા પહેલી એક્ટ્રેસ છે જેને કોઈ બ્રાન્ડ માટે શૂટ કર્યું હોય. દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીત દરમ્યાન એક્ટ્રેસે મહામારીમાં શૂટિંગ કરવાનો તેનો અનુભવ શેર કર્યો છે. તેણે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ અમુક વાતો પણ શેર કરી.

સેટ પર એમ્બ્યુલન્સ, ડોક્ટર જોઈને ઘણું અજીબ લાગતું હતું
આ એડ ચેન્નઈમાં શૂટ થવાની હતી પણ હું આ મહામારીના માહોલમાં ટ્રાવેલ કરવા ઇચ્છતી ન હતી માટે મેં ટીમને મુંબઈમાં જ શૂટિંગ કરવાની રિકવેસ્ટ કરી. સેટ પર એમ્બ્યુલન્સ, ડોક્ટર જોઈને ઘણું અજીબ લાગતું હતું. બધા લોકો માસ્ક અને PPE કિટમાં હતા. સામાન્યરીતે હું દરેક શોટ પછી મારા ડિરેક્ટરને જોઉં છું. તેના હાવભાવ પરથી ખબર પડી જાય છે કે શોટ કેટલો સારો હતો. જોકે હવે આવું નથી થઇ રહ્યું. તેણે હસતા કહ્યું કે, ડિરેક્ટર પણ માસ્ક પહેરીને બેઠા છે.

લોકડાઉનને કારણે મારા ઘણા પ્રોજેક્ટ્સ અટક્યા છે
લોકડાઉન પહેલાં મેં ધ હોલીડે સીઝન 2 નામની વેબ સિરીઝ સાઈન કરી હતી જેના માટે મારે મેક્સિકો જવાનું હતું. સ્વાભાવિક છે કે તે ઘરે બેઠા શૂટ ન કરી શકીએ. માહોલ જોઈને લાગતું નથી કે શૂટ જલ્દી શરૂ કરી શકાશે. મારા ઘણા પ્રોજેક્ટ આ લોકડાઉનને કારણે અટકી પડ્યા છે જેમાં કમાન્ડો 4 પણ સામેલ છે. જે રીતે સ્થિતિ એકદમ અસ્થિર છે તેવી જ રીતે હું પણ મારા કરિયરને લઈને અસ્થિર છું.

ઇન્ડસ્ટ્રીમાં એક આઉટસાઈડર હોવાનો અલગ જ સ્ટ્રેસ છે
ઘણા એક્ટર્સનું માનવું છે કે આ લોકડાઉનને કારણે તેને મેન્ટલ સ્ટ્રેસ થયો પરંતુ હું ખુદને ભાગ્યશાળી માનું છું કે મને આવી સ્થિતિ હેન્ડલ કરતા આવડે છે. જે દિવસે મેં એક્ટર બનવાનો નિર્ણય લીધો ત્યારે જ મેં વિચારી લીધું હતું કે મારું કરિયર અસ્થિર રહેવાનું છે. હું જાણતી હતી કે હું ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર છું અને મારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. દરેક સ્થિતિમાં ખુશ રહેવાનું શીખી લીધું છે.

સુશાંત સિંહનું મૃત્યુ અમારા આઉટસાઈડર માટે સૌથી મોટો આઘાત હતો. તે ઘણો ટેલેન્ટેડ હતો, અમારા બધા માટે પ્રેરણા હતો. હું મારા સ્ટ્રગલની સ્ટોરી કહીને તેના મૃત્યુને અવસર બનાવવા નથી ઇચ્છતી. હા, પણ સ્ટ્રગલ હોય છે જરૂર. ઇન્ડસ્ટ્રીમાં એક આઉટસાઈડર હોવાનો અલગ જ સ્ટ્રેસ છે અને દરેક આમાંથી પસાર થાય છે. આ સ્ટ્રગલથી મેં દરેક ક્ષણે પોઝિટિવ રીતે જીવવાનું નક્કી કરી લીધું છે.

હું રિયાલિટી શો માટે કમ્ફર્ટેબલ નથી
હું ઘણી પ્રાઇવેટ માણસ છું અને આ જ કારણે હું કોઈપણ રિયાલિટી શોમાં સામેલ થઇ નથી. રિયાલિટી શોમાં ક્યાંકને ક્યાંક તમારી અંગત જિંદગી લોકો સુધી પહોંચી જાય છે જેમાં હું કમ્ફર્ટેબલ નથી. સાથે જ એક અલગ પ્રકારનું પ્રેશર પણ હોય છે જેના માટે હું તૈયાર નથી. હા, મને રિયાલિટી શો જોવા ગમે છે, ખાસ કરીને ડાન્સ આધારિત રિયાલિટી શો.

જો એક્ટર ન હોત તો સર્કસમાં કામ કરત
જો હું એક્ટર ન હોત તો હું સર્કસમાં કામ કરત. મને પ્રાણીઓ સાથે ઘણો પ્રેમ છે તો બાળપણમાં હું જ્યારે પણ તેમને જોતી તો મને એવું લાગતું કે હું સર્કસમાં એમનું ધ્યાન રાખતી. તેણે ગમ્મ્તમાં કહ્યું કે, પણ મારી આ ઈચ્છા અધૂરી રહી ગઈ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Being an outsider in the industry has a different stress and everyone goes through it Ada Sharma


from Divya Bhaskar https://ift.tt/2A9L2DG
https://ift.tt/3dMY7AR

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...