Friday, June 26, 2020

એક્ટ્રેસ સૌંદર્યા 5 મહિનાથી લોસ એન્જલસમાં ફસાઈ છે, 5 વાર ફ્લાઇટ કેન્સલ થઇ, કહ્યું - હવે મેં ઇન્ડિયા પરત જવા વિશે વિચારવાનું છોડી દીધું

એક્ટ્રેસ સૌંદર્યા શર્મા કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં અમેરિકામાં ફસાઈ ગઈ છે. તે એક એક્ટિંગ સ્કૂલમાં કોર્સ કરવા માટે લોસ એન્જલસ ગઈ હતી પણ લોકડાઉનને કારણે ઇન્ડિયા પરત ન આવી શકી. આટલા કઠિન સમયમાં સૌંદર્યા માટે વિદેશમાં રહેવું ઘણું પડકારજનક સાબિત થઇ રહ્યું છે. તેણે તેનો અનુભવ એક ન્યૂઝ એજન્સીને શેર કર્યો છે.

ખાવાપીવાના સમાનની તકલીફ
સૌંદર્યાએ કહ્યું, સાચું કહું તો આ સમય મારા માટે જીવન બદલી નાખનાર અનુભવ સાથે લઈને આવ્યો છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું લોસ એન્જલસ જેવી જગ્યા પર લોકડાઉનમાં હોઈશ. હું અહીંયા લી સ્ટ્રોસબર્ગ અને ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં એક્ટિંગ કોર્સ કરવા આવી હતી અને ત્યારબાદ યુનિવર્સલ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી પણ ત્યાં આ મહામારી આવી ગઈ અને બધું બદલાઈ ગયું.

સૌંદર્યાએ આગળ કહ્યું કે, હું લોકડાઉનના સમયમાં સવારે 6 વાગ્યે ઉઠતી હતી અને કલાકો સામાન ખરીદવા માટે લાઈનમાં ઉભી રહેતી હતી. મને દોઢ મહિના સુધી કરિયાણું મળતું ન હતું. આ દરમ્યાન મારી પાસે જે વસ્તુ હતી તેનાથી કામ ચલાવતી હતી. સ્થિતિ ઘણી ખરાબ હતી. માસ્ક અને સેનિટાઇઝર પણ ન મળતા હતા તો મેં પછી ઘરે જ માસ્ક બનાવ્યો.

5 મહિનાથી એકલી
મારી ફ્લાઇટ 5 વખત કેન્સલ થઇ ચુકી છે. મેં ઇન્ડિયા આવવાની ઘણી ટ્રાય કરી પરંતુ આ સંભવ ન થઇ શક્યું અને હવે મેં આ વિશે વિચારવાનું છોડી દીધું છે. મને અહીંયા આવ્યાને 5 મહિના થઇ ગયા છે અને મેં ઘણું બધું ફેસ કરી લીધું છે. વિદેશમાં એકલું ફસાઈ જવું ઇમોશનલી ઘણું જ પડકારજનક છે. હું મારા દિવસ પસાર કરી રહી છું. હું પરિવાર સાથે વીડિયો કોલ મારફતે સંપર્કમાં છું પણ ઇમોશનલી આ બધું મારા માટે ઘણું અઘરું છે. સૌંદર્યાએ હાલમાં રક્તાંચલ વેબસિરીઝથી ડિજિટલ ડેબ્યુ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Soundarya Sharma says, Getting Stuck in Los Angeles During COVID 19 Pandemic Has Been a Life Learning Experience


from Divya Bhaskar https://ift.tt/2BfeZCN
https://ift.tt/3g2tRmY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...