Sunday, June 28, 2020

‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબરાએ સુશાંતનો જૂનો ઓડિશનનો વીડિયો શૅર કરીને ભાવુક ટ્રિબ્યૂટ આપી

સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અવસાનથી ચાહકો, પરિવાર તથા બોલિવૂડને ઘેરો આઘાત લાગ્યો છે. ચાહકો સુશાંતને છેલ્લીવાર ફિલ્મ ‘દિલ બેચારા’માં જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરાએ સુશાંતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયો દ્વારા મુકેશે સુશાંતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સુશાંતની ડેબ્યૂ ફિલ્મ ‘કાઈપો છે’ના ક્યારેય ના જોયેલા વીડિયો સહિત ‘પીકે’ની ઓડિશન ક્લિપ પણ સામેલ છે.

વીડિયો શૅર કરીને મુકેશે આ વાત કહી
વીડિયો શૅર કરીને મુકેશે પોતાની ટીમ તરફથી શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું, ‘સુશાંત સિંહ રાજપૂત. એક છોકરો જે ક્યારેય કોઈ ઓડિશનમાં નિષ્ફળ રહ્યો નથી. લાખો લોકોના દિલને સ્પર્શી ગયો અને ટેલેન્ટથી બધાના હૃદયમાં જગ્યા બનાવી. આ અમારી ટીમ તરફથી સુશાંતને શ્રદ્ધાંજલિ છે. તેની આ જર્ની હંમેશાં યાદ રહેશે. રેસ્ટ ઈન લવ....’

સુશાંતની છેલ્લી ફિલ્મ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ‘દિલ બેચારા’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ પહેલાં આઠ મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. હવે આ ફિલ્મ હોટ સ્ટાર પર 24 જુલાઈએ સ્ટ્રીમ થશે. ઉલ્લેખનીય છે કે ‘દિલ બેચારા’ વર્ષ 2013માં આવેલી બેસ્ટસેલર બુક ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ પર આધારિત છે. વર્ષ 2014માં આ જ નામ પરથી હોલિવૂડ ફિલ્મ આવી હતી

નોંધનીય છે કે સુશાંતનાચાહકો ઘણાં જ ગુસ્સામાં છે. તેઓ સતત એ વાત પર ભાર મૂકી રહ્યાં છે તેની છેલ્લી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવી જોઈએ. ચાહકોને ડિજિટલ રિલીઝને લઈ આંચકો લાગ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે તકનો લાભ ઉઠાવવા માટે તો આમ નથી કરવામાં આવ્યું ને? આ સવાલના જવાબમાં મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘આ ફિલ્મને હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન હશે તે પણ અને નહીં હોય તે પણ જોઈ શકશે.’

પરિવારે પણ વિરોધ કર્યો
સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ નાના ભાઈ તથા ભાજપના MLA નીરજ સિંહ બબલુએ ફિલ્મની ડિજિટલ રિલીઝને એક્ટર વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘સુશાંતની આત્મા સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે. ડિજિટલ રિલીઝ કરીને એ વાત સ્પષ્ટ થાય છે કે હજી પણ તેના વિરુદ્ધ ષડયંત્ર ચાલુ છે.’ વધુમાં તેમણે કહ્યું હતું, ‘અમે આ ફિલ્મના પ્રોડ્યૂસર્સનો વિરોધ કરીએ છીએ. થિયેટરમાં આ ફિલ્મને રિલીઝ કરી હોત તેનું અલગ જ મહત્ત્વ હોત. ખ્યાલ તો આવે કે કેટલા લોકોએ ફિલ્મ જોઈ? શું રેકોર્ડ કાયમ રહ્યો? ડિજિટલ પર તો ખ્યાલ જ નહીં આવે કે ફિલ્મ કેટલી ચાલી કે નહીં. અમે વિનંતી કરીએ છીએ કે આ નિર્ણયને તાત્કાલિક બદલવામાં આવે. આ ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Dil Bechara' director Mukesh Chhabra pays emotional tribute by sharing video of Sushant's old audition


from Divya Bhaskar https://ift.tt/3eEnPss
https://ift.tt/31mZu6r

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...