Sunday, June 28, 2020

ગલવાન વેલી તથા લૉકડાઉન પર ફિલ્મ બનશે, દિનેશ વિજન તથા મધુર ભંડારકર સહિત છ ફિલ્મમેકર્સે ટાઈટલ રજિસ્ટર કરાવ્યા

ઘણાં વર્ષોથી વાસ્તવિક ઘટના પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. વર્ષ 2020માં કોરોનાવાઈરસ, લૉકડાઉન તથા ગલવાન વેલી ચર્ચામાં રહ્યાં છે. કેટલાંક મેકર્સે આ મુદ્દા પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. મધુર ભંડારકર તથા દિનેશ વિજન સહિત અનેક મેકર્સે ફિલ્મના નામ પણ રજિસ્ટર કરાવી દીધા છે.

સૂત્રોના મતે, ગલવાન વેલીનું ટાઈટલ દિનેશ વિજને રજિસ્ટર કરાવ્યું છે. તેમને વૉર જૉનરની ફિલ્મ પસંદ છે. તેઓ ઘણાં દિવસથી વાસ્તવિક મુદ્દાને લઈ એક વૉર ફિલ્મ બનાવવા ઈચ્છતા હતાં. ગલવાન વેલીમાં ભારતીય સૈનિકોની સાહસની કથા છે. ચીન પણ પાછળ હટ્યું હોવાની ચર્ચા છે. આવામાં તેમણે આ ટૉપિક પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. તેમણે ઘટનાના બીજા જ દિવસે ફિલ્મનું ટાઈટલ રજિસ્ટર કરાવી લીધું હતું.

મધુર ભંડારકર તથા આનંદ એલ રાયે કોરોનાને લઈ એક ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. કર્ણાટકના પ્રોડ્યૂસરે ચાર માર્ચના રોજ કોરોનાવાઈરસ ટાઈટલ રજિસ્ટર કરાવ્યું હતું. તેમણે ડેડલી કોરોના નામથી ફિલ્મ રજિસ્ટર કરાવી હતી. કર્ણાટક પ્રોડ્યૂસર હિંદીમાં ફિલ્મ બનાવવાના છે. આનંદ એલ રાયે કોરોનાવાઈરસ ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. મધુર ભંડારકરે કોરોના 2020 ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. મધુરે માત્ર એક જ નહીં પરંતુ કોરોના લૉકડાઉન તથા ઈન્ડિયા લૉકડાઉન જેવા નામ પણ રજિસ્ટર કરાવ્યા છે. ઈરોઝ ઈન્ટરનેશનલે કોરોના પ્યાર હૈં નામનું ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે.

ડિસ્કવરી ચેનલે કોવિડ 19ના નામથી ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે. આ નામ પરથી તેઓ ડોક્યૂમેન્ટ્રી બનાવવાના છે. કુમાર મંગત પાઠકે પણ કોવિડ 19 ટાઈટલ ફિલ્મ માટે રજિસ્ટર કરાવ્યું છે.

માર્ચ મહિનામાં કોરોનાવાઈરસના નામથી ઘણાં ટાઈટલ રજિસ્ટર કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોટાભાગના લોકોએ લૉકડાઉન ટાઈટલ રજિસ્ટર કરાવ્યા છે. કેટલાંકે લૉકડાઉન શોર્ટ્સના નામ પર પણ ટાઈટલ નોંધાવ્યા છે. ફિલ્મ તથા સિરિયલ બંનેના ટાઈટલ આ નામ પરથી છે. આને ‘મેક ઈટ હેપન્સ’વાળાએ રજિસ્ટર કરાવ્યા છે. પંજાબી તથા ભોજપુરી પ્રોડ્યૂસર્સે પણ લૉકડાઉન નામથી ફિલ્મ રજિસ્ટર કરાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The film will be made on Galwan Valley and Lockdown, with six filmmakers including Dinesh Vijan and Madhur Bhandarkar registering for the title.


from Divya Bhaskar https://ift.tt/3i8GuyD
https://ift.tt/2COElYM

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...