
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને બે અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન રેકોર્ડ કર્યાં છે, જેમાં સુશાંતના પિતા કેકે સિંહ, રિયા ચક્રવર્તી, પૂર્વ મેનેજર, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા, મિત્ર સંદીપ સિંહ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિતના લોકો સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે, પોલીસ ફરીવાર સુશાંતના પરિવારનું નિવેદન લેશે.
પિંકવીલાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યોછે કે પોલીસે નિવેદનનો સેકન્ડ રાઉન્ડ શરૂ કર્યો છે. આમાં ફરીવાર પોલીસે સુશાંતના પરિવારના નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. બાંદ્રા પોલીસ મુંબઈમાં રહેતી સુશાંતની બહેનને પણ બીજીવાર બોલાવી છે. જોકે, હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે પોલીસ બીજીવાર કયા સવાલો પૂછવાની છે. માનવામાં આવે છે કે સુશાંતની ત્રણ કંપનીમાં રિયા ચક્રવર્તી તથા તેનો ભાઈ ડિરેક્ટર તરીકે હતાં અને પોલીસ પરિવારને આ અંગે સવાલો કરી શકે છે.
મુંબઈ પોલીસના DCP અભિષેક ત્રિમુખે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ સુશાંત સુસાઈડ કેસની દરેક એન્ગલથી તપાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી 27 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. કૂપર હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે ગળેફાંસો ખાધો હોવાને કારણે શ્વાસ રૂંધાવવાને કારણે અવસાન થયું છે. આ વાત ડોક્ટર્સે સ્પષ્ટ રીતે રિપોર્ટમાં લખી છે.
કો-સ્ટાર સંજનાની પૂછપરછ થશે
સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં સંજના સાંઘીએ કામ કર્યું છે. આ ફિલ્મ 24 જુલાઈએ સ્ટ્રીમ થવાની છે. પોલીસે સંજનાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું છે.
યશરાજની કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ થઈ હતી
શનિવાર (27 જૂન)ના રોજ યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરવામાં આવી હતી. શાનુ 12 વાગે બાંદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસે તેને કેટલાંક દસ્તાવેજો સાથે લઈને આવવાનું કહ્યું હતું. 2012માં શાનુએ જ સુશાંતને યશરાજની ત્રણ ફિલ્મ માટે કાસ્ટ કર્યો હતો. આ પહેલાં યશરાજના બે મોટા પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ત્યારે આ બંને અધિકારી યશરાજ સાથે જોડાયેલા હતાં. સૂત્રોના મતે, આ બંને અધિકારીઓને કોન્ટ્રાક્ટની શરતોને લઈ સવાલ કરવામાં આવ્યા હતાં.
ગયા અઠવાડિયે પોલીસને કોન્ટ્રાક્ટની નકલ મળી હતી
ગયા અઠવાડિયે યશરાજે સુશાંત સાથે થયેલા કોન્ટ્રાક્ટની કોપી પોલીસને આપી હતી. આમાં ત્રણ ફિલ્મનો ઉલ્લેખ છે, એમાં બે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ તથા ‘બ્યોમકેશ બક્ષી’ બની ગઈ છે પરંતુ ‘પાની’ બની નહીં. સામાન્ય રીતે યશરાજ ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કરે છે. ફિલ્મની સફળતાને આધારે કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવે છે. ‘પાની’નું બજેટ વધુ હોવાથી આ ફિલ્મ બનાવવામાં આવી નહોતી.
અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ થશે
યશરાજ ઉપરાંત મુંબઈ પોલીસ અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ કરશે. આ પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતે ફિલ્મ સાઈન કરી હતી. પોલીસની એક અન્ય ટીમ સુશાંતના આર્થિક પાસાઓની તપાસ કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31v6bnj
https://ift.tt/3ie4WPk
No comments:
Post a Comment
If you have any doubts please let me know!