Saturday, June 27, 2020

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની એક્ટ્રેસે ઈમોશનલ મેસેજ શેર કર્યો, કહ્યું - પડદો હાલ મોટો નથી, આપણું દિલ તો હોઈ શકે છે ને?

34 વર્ષીય સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહ્યું. તેની અંતિમ ફિલ્મ દિલ બેચારા ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. ફેન્સ તેને થિયેટરમાં રિલીઝ કરવાની માગ કરી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મની લીડ એક્ટ્રેસ અને સુશાંતની કો-સ્ટાર સંજના સાંઘીએ એક ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. તેણે તેના અવાજમાં એક મેસેજ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સંજનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, પડદો હાલ મોટો નથી, આપણું દિલ તો હોઈ શકે છે ને? પર્સનલ નોટ : આજકાલ અલગ દ્રષ્ટિકોણથી બધું જોવાની ટ્રાય કરી રહી છું. વિચાર્યું તમારી સાથે પણ થોડી વાત કરી લઉં. અત્યારે દુઃખ ઘણું છે. હવે ન વધારીએ ને? આ બધું એકલું કરવું ઘણું અઘરું છે. ખુદને આ જીદથી આઝાદ કરી દઈએ ને? આ મુશ્કેલીઓને થોડી સરળ કરી દઈને ને.

View this post on Instagram

#DilBecharaOnAnyScreen A personal note: Aaj kal, ek alag nazariye se sab kuch dekhne ki koshish kar rahi hoon, socha aap sab ke saath bhi thodi baat kar loon. Iss samay, dard kaafi hai. Aur badhate nahi hai na? Yeh sab akele karna, mushkil kaafi hai. Apne aap ko, iss zidd se, riha kar dete hai na? In mushkilon, ko thoda asaan kar dete hai na. Let’s make this a time to celebrate a legendary life, a film? A time to give a tribute, to embrace these extremely challenging circumstances we all are in. And not a time to revolt, asking for something that in our present reality cannot be made possible. Bloockbuster banani hai, toh apke pyaar se hi ban jayegi!❤️Hamesha Box office ki zarurat toh nahi hain na? Let NOT make it about the size of the screen we get to watch this labour of love on, his last, and in my humble belief, his finest. Let’s instead make it about the size of our hearts, that we can make as big as we wish to, and fill up with as much love, joy and pride as we want. Let’s cherish it. Relish it. Celebrate it. In any and every way we can? Socha agar moral support hee dena hai, toh shayad #DilBecharaOnAnyScreen ki thaan lo? ✅ Aur #DilBecharaOnBigScreen ko abhi ke liye, bhool jao? Aur jahan rahi intezaar karne ki baat. Intezaar toh mahino se kar rahe hain, taqleefon se guzar rahe hain. Ab film dekhne ka time, aur yaadon mein beh jaane ka time, aa gaya hai. Itna pyaar hai aapke paas dene ke liye, bas unconditionally de do? Dukh bahut zyaada hai, thodi si khushi ka mauka hee de do na. 🙏 . . . #SushantSinghRajput

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jun 26, 2020 at 2:42am PDT

આગળ તેણે કહ્યું કે, લેજન્ડરી લાઇફને સેલિબ્રેટ કરીએ, આ સમય શ્રદ્ધાંજલિ આપવાનો છે. બ્લોકબસ્ટર બનાવી છે તો તમારા પ્રેમથી જ બની જશે. હંમેશાં બોક્સ ઓફિસની જરૂર તો નથી ને? સ્ક્રીનની સાઈઝ જોવા કરતા આપણે આને દિલની સાઈઝ તરીકે લઈએ જેને આપણે આપણી ઈચ્છા મુજબ મોટું રાખી શકીએ છીએ. કોઈપણ રીતે આપણે આને સેલિબ્રેટ કરીએ.

વિચાર્યું જો મોરલ સપોર્ટ જ આપવાનો છે તો કદાચ #DilBecharaOnAnyScreen ની મગજમાં ગાંઠ બાંધી લો અને #DilBecharaOnBigScreen ને ભૂલી જાઓ. ને રાહ જોવાની વાત છે તો, રાહ તો મહિનાઓથી જોઈ રહ્યા છીએ, મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છીએ. હવે ફિલ્મ જોવાનો સમય છે અને યાદોમાં વહી જવાનો સમય આવી ગયો છે. આટલો પ્રેમ છે તમારી પાસે બસ કોઈ શરત વગર આપી દો. દુઃખ ઘણું બધું છે, થોડી ખુશીની પળ જ આપી દો.

દિલ બેચારા ફિલ્મને મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. ફિલ્મનું મ્યુઝિક એ.આર. રહેમાને આપ્યું છે. હોટસ્ટાર પ્લસ ડિઝની પર આ ફિલ્મ 24 જુલાઈએ રિલીઝ થશે. સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ફિલ્મ દરેક માટે ફ્રીમાં અવેલેબલ હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The actress of Sushant Singh's last film Dil Bechara shared an emotional message


from Divya Bhaskar https://ift.tt/31noLxs
https://ift.tt/386x7uT

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...