Thursday, June 25, 2020

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર 24 જુલાઈએ સ્ટ્રીમ થશે

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે.

મુકેશ છાબરાની ડેબ્યૂ ફિલ્મ
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ‘દિલ બેચારા’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં સંજના સાંઘી, સૈફ અલી ખાન છે. સંજના સાંઘીએ ફિલ્મની ડિજિટલ રિલીઝને લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. સંજનાએ કહ્યું હતું, પ્રેમ તથા આશાની વાત, ક્યારેય ના ભૂલાય તેવી યાદો. આપણાં પ્રેમાળ વ્યક્તિઓ સાથે સેલિબ્રેશન અને સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ. સંજનાએ એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ સબ્સ્ક્રાઇબરતથા નોન-સબ્સ્ક્રાઇબરપણ જોઈ શકશે.

ડિઝની પ્લસ હોટ સ્ટાર પર આઠ ફિલ્મ રિલીઝ થશે
‘દિલ બેચારા’ ‘હર શુક્રવાર બ્લોકબસ્ટર કા વાર’ કેમ્પેનનો હિસ્સો છે. આ કેમ્પેન હેઠળ આઠ મોટી ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ‘લક્ષ્મી બોમ્બ’, ‘ભુજઃ ધ પ્રાઈડ’, ‘રૂહી અફઝાના’, ‘ધ બિગ બુલ’, ‘લૂટકેસ’, ‘મિમી’ તથા ‘સડક 2’ સામેલ છે. આ ફિલ્મ પાછળ ડિઝનીએ 400 કરોડનો ખર્ચ કર્યો હોવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ‘દિલ બેચારા’ વર્ષ 2013માં આવેલી બેસ્ટસેલર બુક ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ પર આધારિત છે. વર્ષ 2014માં આ જ નામ પરથી હોલિવૂડ ફિલ્મ આવી હતી. ‘દિલ બેચારા’ આઠ મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી હાલમાં થિયેટર બંધ છે અને આ જ કારણથી ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર કરાવતો હતો. પોલીસ હાલમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે.

કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘સુશાંત મારી પહેલી ફિલ્મનો હીરો જ નહોતો પરંતુ તે મારો ખાસ મિત્ર હતો. તે દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઊભો રહેતો હતો. અમે બંને ‘કાઈ પો છે’થી લઈ ‘દિલ બેચારા’ સુધી ક્લોઝ કર્યાં હતાં. તેણે મને તે સમયે વચન આપ્યું હતું કે તે મારી પહેલી ફિલ્મમાં કામ કરશે. આ પહેલાં સુધી અમે ઘણાં પ્લાન કર્યાં હતાં અને સપના જોયા હતાં. જોકે, તે પૂરા થયા નહીં. અંતે, અમે આ ફિલ્મ પર અમે સાથે આવ્યા. તેણે હંમેશાં મને અઢળક પ્રેમ કર્યો હતો. આ ફિલ્મના મેકિંગ દરમિયાન તેણે મને ઘણો જ ગાઈડ કર્યો હતો.’

ઉલ્લેખનીય છે કે સુશાંત રાજપૂત ચાહકો ઘણાં જ ગુસ્સામાં છે. તેઓ સતત એ વાત પર ભાર મૂકી રહ્યાં છે તેની છેલ્લી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવી જોઈએ. ચાહકોને ડિજિટલ રિલીઝને લઈ આંચકો લાગ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે તકનો લાભ ઉઠાવવા માટે તો આમ નથી કરવામાં આવ્યું ને? આ સવાલના જવાબમાં મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘આ ફિલ્મને હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન હશે તે પણ અને નહીં હોય તે પણ જોઈ શકશે.’

સુશાંતે કરન જોહરની ફિલ્મ ‘ડ્રાઈવ’ બાદ નવી શરતો મૂકી હતી. તેણે ફિલ્મ સાઈન કરતાં પહેલાં નવો નિયમ બનાવ્યો હતો કે પહેલાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે અને પછી ડિજિટલી રિલીઝ થશે. ‘દિલ બેચારા’ને ફોક્સ સ્ટાર ઈન્ડિયાએ પ્રોડ્યૂસ કરી હતી. હવે, ડિઝની પ્લસે હોટસ્ટારને એક્વાયર કર્યું છે. એક ચર્ચા એવી પણ છે કે ભારતમાં ઓગસ્ટમાં થિયેટર ખોલવામાં આવશે. ‘દિલ બેચારા’ને 15 ઓગસ્ટની આસપાસ રિલીઝ થશે. જોકે, આની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ માર્ચ મહિનાથી થતું હતું. મે મહિનામાં થિયેટર ખુલ્યા નહીં. આથી જ મેકર્સે ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput's latest film 'Dil Bechara' to be streamed on Disney Plus Hot Star on July 24


from Divya Bhaskar https://ift.tt/2YxUc6A
https://ift.tt/2YvgXb2

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...