Friday, July 31, 2020

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પરનો આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ સાબિત થયો તો 10 વર્ષની સજા થઇ શકે છે

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની FIR ફાઈલ કરાવી છે. ત્યારબાદ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં IPC ધારા 306, 341, 342, 380, 406 અને 420 હેઠળ FIR રજિસ્ટર થઇ હતી.

આ કેસ હવે વધુ જટિલ થઇ ગયો છે. સવાલ ઊઠી રહ્યા છે કે શું ખરેખર રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો? આ તપાસનો વિષય છે અને પોલીસ આનો જવાબ શોધી રહી છે પરંતુ કોઈ આત્મહત્યા કરે ત્યારે તેને ઉશ્કેરવાનો આરોપ કઈ રીતે સાબિત થાય અને તેમાં સજા કેટલી છે?

આત્મહત્યા માટે ઉશ્કેરવું શું છે?

  • IPC ધારા 306 અનુસાર, જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે અને જો કોઈએ તેને આવું કરવા માટે ઉશ્કેર્યો છે તો તેને સજા આપી શકાય છે.
  • આરોપ સાબિત થાય તો દોષીને વધુમાં વધુ 10 વર્ષની જેલ અને આર્થિક દંડ ફટકારવામાં આવે છે. સામાન્ય રીતે દોષી વ્યક્તિ પાસેથી મળેલ દંડની રકમ મૃતકના પરિવારને આર્થિક સહાયતા રૂપે આપવામાં આવે છે.
  • IPCમાં આત્મહત્યા કરવા માટે ઉશ્કેરનારની વ્યાખ્યા ધારા 108માં આપી છે. ઉશ્કેરાટમાં કોઈને દુષ્પ્રેરિત કરવા, ષડયંત્રમાં સામેલ હોવું અથવા કોઈ ગુનામાં સાથ આપવો સામેલ છે.

આ કેટલો ગંભીર ગુનો છે?

  • આ આરોપ હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ થાય તો તેની બેલ સેંશન કોર્ટમાંથી જ થાય છે. આ એક પ્રજ્ઞેય (કોગ્નિઝેબલ), નોન- બેલેબલ અને નોન- કમ્પાઉન્ડેબલ ગુનો છે.
  • કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ અધિકારીને ધરપકડ માટે કોર્ટના અરેસ્ટ વોરન્ટની જરૂર નથી. નોન - બેલેબલ ગુનામાં આરોપીને બેલ માત્ર કોર્ટમાંથી જ મળે શકે છે.
  • નોન- કમ્પાઉન્ડેબલ ગુનામાં કોઈ ફરિયાદી તેની ફરિયાદ પાછી લઇ શકે નહીં. આમાં આરોપી અને ફરિયાદી વચ્ચે કોઈ કોમ્પ્રોમાઇઝ થઇ શકે નહીં.

તો શું આત્મહત્યા માટે ઉશ્કેરવું પણ હત્યા છે?

  • ના. સુપ્રીમ કોર્ટે 1997માં એક નિર્ણય લીધો હતો જેમાં કહ્યું હતું કે ભલે આરોપીનો હેતુ કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો હોય, તેને હત્યા માની શકાય નહીં.
  • ભલે બંને કેસમાં હેતુ એક જ છે કે તે વ્યક્તિનું મૃત્યુ થવું જોઈએ. તેમ છતાં બંને અલગ- અલગ ગુના માનવામાં આવશે. આને હત્યા ગણવામાં નહીં આવે.
  • જો વ્યક્તિ A એ Bને ઉશ્કેર્યો કે તે Dની હત્યા કરવા માટે Cને ઉશ્કેરે તો પણ કેસ માત્ર C પર ચાલશે. A અને B પર ઉશ્કેરવાનો જ આરોપ લાગશે.
  • હત્યા થયા બાદ જેણે હત્યા કરી છે તે જ આરોપી થશે. તેને આવું કરવા માટે ઉશ્કેરનાર વ્યક્તિને અન્ય ધારા હેઠળ સજા થશે. હત્યાના આરોપીની જેમ નહીં.

સુશાંતના કેસમાં કોર્ટ કઈ રીતે નક્કી કરશે કે રિયાએ તેને ઉશ્કેર્યો?

  • આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં બે ફેક્ટર જરૂરી છે. પહેલું કે કોઈએ આત્મહત્યા કરી હોય અને બીજું, કોઈએ હેતુપૂર્વક તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોય.
  • આ કેસમાં સુશાંતની આત્મહત્યા છે. એટલે પહેલું ફેક્ટર છે. પરંતુ, બીજા ફેક્ટર હેઠળ એ સાબિત કરવું જરૂરી છે કે રિયાએ જ સુશાંતને આવું કરવા માટે ઉશ્કેર્યો હતો.
  • કોર્ટ ફેક્ટ્સની તપાસ કરશે અને જોશે કે રિયાનો હેતુ શું હતો? તે શું ઇચ્છતી હતી કે સુશાંત આત્મહત્યા કરે? જો આવું નથી તો તેને દોષી માનવામાં આવશે નહીં.

પરંતુ કોર્ટ કોઈના હેતુ કઈ રીતે નક્કી કરી શકે છે?

  • સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું હતું કે કોઈએ કહી દીધું કે 'જા અને મરી જા' અને તે વ્યક્તિ મરી જાય તો તે વ્યક્તિને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપી ગણી શકાય નહીં.
  • આનાથી સ્પષ્ટ થાય છે કે કોઈને ગુસ્સમાં કે આવેશમાં કઈ બોલી દેવું એ આત્મહત્યા માટે ઉશ્કેરવું નથી. આ પ્રકારના કેસમાં કોઈ આરોપીને દોષી જાહેર કરી શકાય નહીં.
  • આવા કેસમાં આરોપીના હેતુ જોવામાં આવે છે. તેનું સામાન્ય વર્તન જોવામાં આવે છે. જો તેઓ હંમેશાં આ જ પ્રકારના શબ્દો બોલી રહ્યા હોય તો તેને દોષી માની શકાય નહીં.
  • 2017ના એક કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઉશ્કેરવા માટે આરોપી ગુના સાથે જોડાયેલ હોવો જરૂરી છે. જો માત્ર આશંકા છે તો તેને દોષી માની શકાય નહીં.
  • આ જ રીતે આત્મહત્યા કરનાર ઇમોશનલી સામાન્ય લોકોની સરખામણીએ નાજુક હોય તો આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ નબળો થઇ જાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Girlfriend Rhea Chakraborty News Update; Know What Is Maximum Punishment


from Divya Bhaskar https://ift.tt/3fgBoh8
https://ift.tt/39MDlRd

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...