Wednesday, July 29, 2020

રિયા ચક્રવર્તી આગોતરા જામીન માટે અરજી કરે તેવી શક્યતા, સંજય દત્તનો કેસ લડનાર વકીલની મદદ લીધી

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. FIR બાદ રિયા ચક્રવર્તીની પોલીસ ધરપકડ કરે તેવી શક્યતા છે. બિહાર પોલીસ આજે એટલે કે 29 જુલાઈના રોજ પણ મુંબઈમાં રહીને તપાસ કરવાની છે. કે કે સિંહે FIRમાં રિયા ચક્રવર્તી, તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી તથા બે મેનેજર સોમિયલ મિરાન્ડા તથા શ્રુતિ મોદીના નામ લીધા છે.

સુશાંત અવસાન બાદ મુંબઈ પોલીસે રિયાની પૂછપરછ કરી હતી. ત્યારબાદ અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. તપાસ હજી ચાલુ છે. હવે સુશાંતના પિતા કે કે સિંહે રિયા તથા તેના પરિવાર પર આક્ષેપો મૂક્યા છે.

રિયાએ સંજય દત્તનો કેસ લડનાર વકીલની મદદ લીધી
માનવામાં આવે છે કે રિયા ચક્રવર્તી આજે (28 જુલાઈ) આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. રિયા મંગળવાર, 28 જુલાઈની રાત્રે જાણીતા વકીલ સતીશ માને શિંદેની જુનિયર વકીલ આનંદિની ફર્નાન્ડિઝના ઘરે ગઈ હતી. સતીશ માને શિંદેએ 1993માં સંજય દત્તનો મુંબઈ બ્લાસ્ટ કેસ લડ્યો હતો. સતીશે સલમાનના પણ કેટલાક કેસ લડ્યા હતા.

સુશાંતની બહેને ન્યાય માગ્યો
સુશાંતની બહેન શ્વેતા સિંહે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, જો સત્યનું કોઈ મહત્ત્વ નથી તો અન્ય કોઈ બાબત મહત્ત્વ નથી. આ સાથે જ શ્વેતાએ જસ્ટસ ફોર સુશાંત સિંહ રાજપૂત હેશટેગ લખ્યું હતું.

નોંધનીય છે કે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે.

સુશાંતના પિતાના 7 આક્ષેપ

  • 2019 પહેલા મારા પુત્ર સુશાંતને કોઈ માનસિક બીમારી નહતી તો રિયાના સંપર્કમાં આવવાથી અચાનક શું થઈ ગયું? સુશાંત સિહને માનસિક રીતે શું મુશ્કેલી આવી ગઈ તેની તપાસ થવી જોઈએ.
  • જો માનસિક સારવાર ચાલી રહી હતી તો આ સંબંધમાં અમારી પાસેથી લેખિત કે મૌખિક પરવાનગી કેમ લેવામાં ન આવી? કારણ કે જ્યારે કોઈ માનસિક રીતે બીમાર થઈ જાય તો તેના તમામ અધિકાર તેના પરિવાર પાસે હોય છે, આ પણ તપાસ થવી જોઈએ.
  • આ દરમિયાન જે જે ડોક્ટરે રિયાના કહેવાથી મારા પુત્ર સુશાંત સિંહની સારવાર કરી છે, મને લાગે છે તે ડોક્ટર પણ રિયા સાથે ષડયંત્રમાં સામેલ હતા. એ વાતની પણ તપાસ થવી જોઈએ કે તેમણે શું શું સારવાર કરી હતી? મારા પુત્રને કઈ કઈ દવા આપી હતી?
  • રિયાને જ્યારે ખ્યાલ આવ્યો કે મારા પુત્રની માનસિક સ્થિતિ નાજુક ચાલી રહી હોય તો તે સ્થિતિમાં તેની યોગ્ય રીતે સારવાર ના કરાવી અને સારવારના તમામ કાગળો પાતની સાથે લઈ જવા તેમજ મારા પુત્રને નાજુક સ્થિતિમાં એકલો છોડી તેની સાથેના તમામ સંપર્કો તોડી નાખવાના કારણે મારા પુત્રએ આત્મહત્યા કરી છે.
  • સુશાંત સિંહ ફિલ્મ લાઈન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છતો હતો.જ્યારે તેનો મિત્ર તેની સાથે કેરળ જવા માટે ત્યાર હતો ત્યારે રિયાએ આ વાતનો વિરોધ કર્યો હતો કે તું ક્યાય નહીં જાય. જો મારી વાત નહીં માને તો મીડિયામાં તારા મેડીકલ રિપોર્ટ આપી દઈશ કે તુ પાગલ થઈ ગયો છે. જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ તેની વાત માની રહ્યો નથી અને તેનું બેન્ક બેલેન્સ પણ ઓછું થઈ ગયું છે. ત્યારે રિયાએ વિચાર્યું કે હવે સુશાંતનું ઘર તેના માટે કોઈ કામનું નથી. તો રિયાએ સુશાંતના ઘરેથી લેપટોપ, કેશ, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, સારવારના દસ્તાવેજો, પિન નંબર, પાસવર્ડ સાથે લઈને જતી રહી હતી. આ બાબતની પણ તપાસ થવી જોઈએ.
  • આ પ્રકરણ અગાઉ સુશાંતનું ફિલ્મ જગતમાં નામ હતું તો એવું કયું કારણ હતું કે રિયાના આગમન બાદ સુશાંત સિંહને ફિલ્મ મળવાનું એકદમ ઓછું થઈ ગયું, આ અંગે તપાસ થવી જોઈએ.
  • મારા દીકરાના બેન્ક ખાતાના સ્ટેટમેન્ટથી જાણ થઈ છે કે આશરે 17 કરોડ રૂપિયા મારા દીકરાના બેન્ક ખાતામાં હતા, છેલ્લા 1 વર્ષમાં 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. જે જગ્યાએ આ નાણાં ટ્રાન્સફર થયા છે તેની સાથે મારા દીકરાને કંઈ જ લાગતું વળગતું નહોતું. મારા દીકરાના તમામ ખાતાની તપાસ કરવામાં આવે. આ બેન્ક ખાતા/ક્રેડિટ કાર્ડથી કેટલા નાણાં રિયાએ તેના પરિવાર તથા સંબંધીઓ સાથે છેતરપિંડી અને ષડયંત્રથી ઠગ્યા છે?


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rhea Chakraborty to apply for interim bail after allegations by KK Singh


from Divya Bhaskar https://ift.tt/2Dem5Z6
https://ift.tt/3fcAF0i

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...