Wednesday, July 29, 2020

કંગના પર નિશાન સાધ્યું, કહ્યું- માત્ર એક જ વ્યક્તિ ફિલ્મને ટાર્ગેટ કરી રહ્યા છે, જો અવોર્ડ ખરીદવામાં આવ્યા હતા તો મને કેમ કોઈ અવોર્ડ ન મળ્યો?

કંગના રનૌત ફિલ્મમેકર ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોય પર સતત ખરાબ ફિલ્મનું લેબલ લગાડતી રહી છે. આ ફિલ્મને ઘણા અવોર્ડ્સ મળ્યા છે અને તેને લઈને કંગનાએ તેની નારાજગી પણ વ્યક્ત કરી હતી. ઉપરાંત આલિયા ભટ્ટને તેના ફિલ્મના પરફોર્મન્સને લઈને પણ ઘણીવાર ક્રિટિસાઈઝ કરી છે. હવે ફિલ્મમાં કામ કરી ચૂકેલ એક્ટર વિજય વર્માએ આ બાબતે તેનો મત રજૂ કરીને કંગનાનું નામ લીધા વગર તેને ટાર્ગેટ કરી છે.

વિજયે કંગના પર નિશાન સાધ્યું
ગલી બોયના 13 ફિલ્મફેર અવોર્ડ જીતવા પર ઊઠી રહેલના સવાલ બાબતે વિજયે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું , હું અવોર્ડ ફંક્શનમાં હાજર ન હતો. હું તે સમયે ઘણી ફિલ્મોના શૂટિંગ માટે ઇન્ડિયાથી બહાર હતો. ફિલ્મફેર અવોર્ડ ગુવાહાટીમાં યોજાયો હતો, હું ટીમના સેલિબ્રેશનને મિસ કરી રહ્યો હતો, મને લાગ્યું કે હું બધા અવોર્ડ્સ માટે નોમિનેટ થયો પરંતુ એક પણ જીત્યો નહીં. પરંતુ લોકો કહે છે કે આ અવોર્ડ્સ ખરીદવામાં આવ્યા હતા.

મને નથી ખબર. જો આ અવોર્ડ્સ ખરીદવામાં આવ્યા હતા તો મારા માટે કેમ ન ખરીદવામાં આવ્યો? શું ગ્રુપમાં મને સૌથી ઓછો પ્રેમ મળી રહ્યો હતો. આ સાચું નથી કારણકે ગલી બોયની ટીમે મારી સાથે બીજા ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ બધી વાતો પાયાવિહોણી છે.

વિજયે આગળ કહ્યું, જોવા જઈએ તો ખાલી એક જ વ્યક્તિ ફિલ્મને ટાર્ગેટ કરી રહ્યા છે. દેશની વાત કરીએ તો ઓડિયન્સે ખૂબ પ્રેમ આપ્યો. હું મારી ફિલ્મની સાથે ઊભો છું અને તેને જે પ્રેમ મળ્યો, તેના પર મને જરાપણ શંકા નથી.

ગલી બોયને 13 અવોર્ડ્સ મળ્યા હતા
ફિલ્મફેર અવોર્ડ્સમાં ગલી બોયને 13 અવોર્ડ્સ મળ્યા. તેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ ડેબ્યુ એક્ટર, બેસ્ટ ડિરેક્ટરના અવોર્ડ્સ સામેલ હતા. વિજય વર્માએ ફિલ્મમાં મોઇન નામના ડ્રગ ડીલરનો રોલ પ્લે કર્યો હતો.

ઓસ્કર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી હતી
92મા ઓસ્કર અવોર્ડ્સની રેસમાં ગલી બોય ફિલ્મ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ ઈન ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં મોકલવામાં આવી હતી. આ ફિલ્મ શોર્ટ લિસ્ટ થયેલ ફિલ્મોમાં સ્થાન મેળવી શકી નહીં અને રેસમાંથી બહાર થઇ ગઈ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vijay Varma Says Only ‘one Person’ Is Criticising Gully Boy: ‘If They Bought All Awards, Why Wouldn’t They Buy For Me?’


from Divya Bhaskar https://ift.tt/310Pj5K
https://ift.tt/2X9FYYq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...